
Nadiad News: ખેડા જીલ્લાના વડા મથક નડિયાદમાં દેશી દારુ પીધા બાદ ત્રણ લોકોના મોત થયા છે. ત્રણેયની શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ત્રણેયને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. જેથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. બીજી બાજુ પોલીસની કામગીરી પર સવાલ પેદા થયા છે. આવો દારુ બનતો હોવા છતાં પોલીસ શું કરી હતી? જો કે હાલ તો નડિયાદ ટાઉન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં દારુ બંધી માત્ર હવે કાગળ પર અને શબ્દોમાં રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસના નાક નીચે દારુ વેચાતો થઈ ગયો છે. તેમ છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે નડિયાદના મંજીપુરા વિસ્તારમાં આવેલા જવાહર નગરની આ લઠ્ઠાકાંડ જેવી ઘટના બની છે. આ ઘટના ગત રોજ 9 ફેબ્રુઆરીએ બની છે.
કોના થયા મોત?
પાણીપુરીનો ધંધો કરનાર યોગેશકુમાર ગંગારામ કુસ્વાહા (ઉં.વર્ષ. 45) નું દેશી દારૂ પીવાના કારણે મોત થયુ છે. તેમજ રવિન્દ્ર ઝીણાભાઈ રાઠોડ કલર કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા 50 વર્ષીય વ્યક્તિનું મોત થયુ છે. તેમજ અન્ય એક વ્યક્તિ કનુ ચૌહાણનું મોત થયું છે.
કોણ ચલાવતું હતુ દારુનો અડ્ડો?
દારૂનો અડ્ડો ગલિયા નામના બુટલેગરનો હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. શંકાસ્પદ મોતને લઈ પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે. તેમજ કઈ જગ્યાએથી દારુ લીધો તે અંગે તપાસ શરુ થશે. તથા લઠ્ઠાવાળો દારુ પીવાથી ત્રણેના મોત થયાનો પરિવારનો આરોપ છે. હાલ પોલીસે નિવેદનો તેમજ દેશી દારુના અડ્ડાની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad: પરિણીતાએ 3 વર્ષના બાળક સાથે નદીમાં ઝંપલાવ્યું, પોલીસે હાથ ધરી તપાસ
આ પણ વાંચોઃ પાટણ: વડાવલી ગામે મુસ્લિમ સમાજના ચાર બાળક સહિત એક મહિલાનું તળાવમાં ડૂબવાથી મોત