
Nadiad: ગુજરાતમાં સતત અપરાધિક ઘટનાઓ વધી રહી છે. મહિલાઓની દિન દહાડે છેડતીઓ થઈ રહી છે અને તેમને દબાવવાનો પ્રયાસ કરાતો હોય છે. જો કે ખેડા જીલ્લાના વડા મથક નડિયાદ પશ્ચિમ વિસ્તારામાં એક મહિલાએ માથાભારે શખ્સથી કંટાળી પોલીસ ફરિયાદ કરતાં છેડતી કરનાર માથાભારે માસુમ મહિડાને ઝડપી લઈ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. શખ્સ મહિલાને તારો પતિ દેવામાં ડૂબેલો છે. જેની મારે વાત કરવી છે તેમ કહી ધમકી આપતો હતો. જો કે મહિલાએ હિંમત રાખી નરાધમ શખ્સ વરુદ્ધ ફરિયાદ નોંધવાતાં પોલીસે ઝડપી લઈ પાઠ ભણાવ્યો છે.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈડન ગાર્ડન સોસાયટીમાં રહેતો માથાભારે શખ્સ માસુમ મહીડાએ ગત જાન્યુઆરી માસમાં આ વિસ્તારમાંથી પસાર થતી એક 33 વર્ષીય પરીણિતાને અટકાવી હતી. અને કહ્યું હતુ કે ‘તારો પતિ દેવામાં છે’ મારે આ મામલાની વાત કરવી છે આથી પરીણિત મહિલાએ કહ્યું હતુ કે જે કહેવું હોય તે કહો, જોકે શખ્સએ આ સમયે મહિલાનો નંબર મેળવી લીધો હતો. બાદમાં પરીણિતાના ઈન્સ્ટાગ્રામ પર અને તેણીના મોબાઈલ પર ફોન, મેસેજ કરતો હતો. જોકે મહિલાઓ કોઈ જવાબ આપતી ન હતી.
કારમાં બેસાડી કરી મહિલાની છેડતી

જોકે માસુમે પોતાની કાળા કલરની કાર લઈને પરીણિતાના ઘર પાસે ચક્કર મારવાનું ચાલુ રાખ્યું હતુ. 1 મે 2025ના રોજ પરીણિતા નડિયાદ શહેરના પવનચક્કી રોડ પરથી ચાલતી જતી હતી ત્યારે આ માસુમે કાળા કલરની કાર લઈને આવી ચઢ્યો હતો અને કહ્યું હતુ કે મારી પાસે તારી સેલ્ફી છે અને જો તુ મારી સાથે સંબંધ નહીં રાખે અને ગાડીમાં નહીં બેસે તો તારી સેલ્ફીઓ વાયરલ કરી દઇશ. જેથી પીડિતા ડરી જતાં સેલ્ફીઓ આ માસુમ મહીડાના મોબાઇલ ફોનમાંથી ડિલીટ કરવા માટે તે સમયે કારમાં બેસી હતી અને આ શખ્સે તેનો લાભ લઈ ફરીથી છેડતી કરી હતી. અને બાથમાં ચકડી કાર હંકારી મૂકી હતી.
‘ ફોટા તારા સસરા તથા પતિને મોકલી દઈશ’
બાદમાં માસુમે મહિલાને ધમકાવી હતી કે જો આ હકીકત તુ કોઇને જણાવીશ તો તારા ઘણા ફોટાઓ મારી પાસે છે તે ફોટાઓ તારા સસરા તથા તારા પતિને મોકલી દઈશ અને તારા પતિને અકસ્માત કરાવી તારી બંને દિકરીઓ ઉપર એસિડ છાંટી દઇશ તેવી ધમકી આપી હતી. હેમખેમ મહિલા આ નરાધમના શખ્સની ચૂંગાલમાંથી છૂટી ઘરે આવી હતી.
શખ્સ લવજેહાદના કેસમાં પણ સંડોવાયેલો
જાણવા મળી રહ્યું છે કે માસુમ મહિડાનું લવજેહાદના ગુનામાં પણ નામ આવી ચૂકયું છે. જેથી ડરેલી પરીણિતાએ તે સમયે પોતાના ઘરના સભ્યોને આ બાબતે જાણ કરી નહોતી પરંતુ અવારનવાર સેલ્ફીઓ વાઇરલ કરવાની ધમકીઓ આપતાં કંટાળેલી પરીણિતાએ પોતાના પતિને હકીકત જણાવી હતી. જે બાદ માસુમ મહીડા સામે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ગુનો દાખલ કરાવતાં આરોપી માસૂમને પોલીસે ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સનું પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. પોલીસે આજે ગુરુવારે સાંજે 4 વાગ્યે વલ્લભનગરથી જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો.
આ પણ વાંચોઃ
Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી
Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?
‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor
ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif
Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ
Harsh Sanghvi: ગુજરાતની ભાજપ સરકાર ખેલાડીઓને નોકરીઓ કેમ આપતી નથી?
Helicopter Crash: ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ખરાબ હવામાન છતાં ઉડાન કેમ ભરી?
