Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિતના સ્થળોને બોમ્બની ધમકી આપનાર મહિલા ઝડપાઈ, પ્રેમીને ફસાવવા માગતી હતી

Woman Arrested for Bomb Blast Threats: ગુજરાતના અમદાવાદ(Ahmedabad) સહિત દેશના 11 રાજ્યોમાં શાળાઓ, હોસ્પિટલો અને સ્ટેડિયમો જેવા જાહેર સ્થળોને બોમ્બ ધમકીઓ આપનાર ચેન્નઈની એક મહિલાની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીની ઓળખ રેની જોસિલ્ડા તરીકે થઈ છે, જે ચેન્નઈમાં ડેલોઈટ USIમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે અને રોબોટિક્સમાં નિષ્ણાત છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આરોપીએ અત્યાધુનિક સાયબર ટૂલ્સ અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવી હતી. જાણવા મળી રહ્યું હતુ કે મહિલાએ એક તરફી પ્રેમમાં પાગલ યુવક સાથે લગ્ન કરવા માગતી હતી. જોકે તેને ના પાડી દેતાં તેને ફસાવવા આ સડયંત્ર રચ્યું હતુ.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર શરદ સિંઘલના જણાવ્યા અનુસાર, રેની જોસિલ્ડાએ ગુજરાતની અગ્રણી સંસ્થાઓ જેવી કે સરખેજની જિનિવા લિબરલ સ્કૂલ, બોપલની દિવ્ય જ્યોત સ્કૂલ, અસારવાની BJ મેડિકલ કોલેજ અને મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત દેશભરના 11 રાજ્યોમાં 21થી વધુ બોમ્બ ધમકીભર્યા ઈમેઈલ મોકલ્યા હતા. આ ઈમેઈલ અનામી એકાઉન્ટ્સમાંથી મોકલવામાં આવ્યા હતા, જેમાં તેણે મલ્ટિપલ વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક્સ (VPN), નકલી ઈમેઈલ ID અને ડાર્ક વેબનો ઉપયોગ કરીને પોતાનું સ્થાન અને ઓળખ છુપાવી હતી.

પોલીસની નિષ્ક્રિયા પર ઉઠાવ્યા હતા સવાલ

3 જૂન, 2025ના રોજ સવારે 10:58 વાગ્યે જોસિલ્ડાએ divijprabhakara0@gmail.com ઈમેઈલ આઈડીથી જિનિવા લિબરલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ઈમેઈલમાં તેણે લખ્યું હતું, “પોલીસ ઊંઘી રહી છે. તે કંઈ જ કરી રહી નથી. તેને તપાસ કેવી રીતે કરવી તેની પણ જાણ નથી. જો બાળકો મરશે તો જ પોલીસ સક્રિય બનશે. અમે 2023માં હૈદરાબાદની લેમન ટ્રી હોટલમાં દુષ્કર્મની પીડિતા તરફ પોલીસનું ધ્યાન દોરવા માટે બોમ્બથી ઉડાવવા જઈ રહ્યા છીએ.” આ ધમકીઓએ શાળા વહીવટીતંત્ર અને પોલીસમાં હડકંપ મચાવી દીધો હતો.

સ્કૂલને મળેલાં ધમકીભર્યા ઈમેલનો સ્ક્રીનશોર્ટ
શાળાને મળેલાં ધમકીભર્યા ઈમેલ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફોરેન્સિકની મદદથી જોસિલ્ડાને ચેન્નઈના સાલિગ્રામમ વિસ્તારમાંથી ટ્રેસ કરી. પોલીસે તેના ઘર અને તેના પિતાના કોડમ્બાક્કમ સ્થિત નિવાસસ્થાને તપાસ હાથ ધરી, જ્યાંથી ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા. KK નગર પોલીસે પણ આ તપાસમાં સહકાર આપ્યો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, રેની જોસિલ્ડા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે અને સાયબર ટૂલ્સ તથા સોશિયલ એન્જિનિયરિંગમાં કુશળ છે. તે 2022થી ડેલોઈટ USIમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. પોલીસ સૂત્રો અનુસાર, જોસિલ્ડાએ 2023માં હૈદરાબાદની લેમન ટ્રી હોટલમાં થયેલા એક દુષ્કર્મ અને દહેજના કેસમાં પોલીસની નિષ્ક્રિયતા પર ધ્યાન દોરવા માટે આ ધમકીઓ આપી હોવાનું જણાવ્યું છે. જોકે, આ ધમકીઓ નકલી હોવાનું બહાર આવ્યું છે, અને તેનાથી જાહેર સ્થળોએ ભય અને અફરાતફરી ફેલાઈ હતી.

પોલીસની કાર્યવાહી અને વધુ તપાસ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને કોમ્યુનિકેશન પેટર્નનું વિશ્લેષણ કરીને જોસિલ્ડાને પકડવામાં સફળતા મેળવી. તપાસ દરમિયાન 21 ધમકીભર્યા ઈમેઈલ શોધી કાઢવામાં આવ્યા, જે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, દિલ્હી, કર્ણાટક, કેરળ, પંજાબ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને અન્ય રાજ્યોની સંસ્થાઓને મોકલવામાં આવ્યા હતા. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો અને IT એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

હાલમાં પોલીસ આ મામલે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરી રહી છે. જોસિલ્ડાની ઈન્ટરનેટ એક્ટિવિટી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાતા નકલી એકાઉન્ટ્સની વધુ તપાસ ચાલુ છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને સાયબર સુરક્ષા અને જાહેર સલામતીના પગલાં વધુ કડક કરવાની ખાતરી આપી છે.

મહિલાએ એકતરફી પ્રેમમાં યુવકને ફસાવવા માગતી હતી

આ સમગ્ર ઘટનામાં પોલીસે એવો ખુલાસો કર્યો છે કે  દિવિજ પ્રભાકર સાથે એકતરફી સંબંધ હતો, જેની સાથે તે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ દિવિજ પ્રભાકરે ફેબ્રુઆરી 2025 માં બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા. આ કારણે  તે દિવિજ પ્રભાકરના નામે ઘણા ઈમેલ આઈડી બનાવીને તેને ફસાવવા માંગતી હતી. તે ધમકીઓ મોકલવા માટે ડાર્ક વેબનો ઉપયોગ કરતી હતી અને ક્યારેય તેનું ડિજિટલ ટ્રેલ જાહેર કરતી નહોતી.

આ ઘટનાએ સાયબર ગુનાઓના વધતા જોખમ અને ડિજિટલ ટેકનોલોજીના દુરુપયોગ પર પ્રકાશ પાડ્યો છે. શાળાઓ, હોસ્પિટલો અને સ્ટેડિયમ જેવા જાહેર સ્થળો પર ફેલાયેલા ભયના માહોલે સમાજમાં અસુરક્ષાની લાગણી પેદા કરી છે. આ ઘટના સાયબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિકની મજબૂતીની જરૂરિયાતને રેખાંકિત કરે છે, જેથી ભવિષ્યમાં આવા ગુનાઓને રોકી શકાય.

 

આ પણ વાંચો:

Related Posts

Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી
  • September 4, 2025

Bhavnagar:ભાવનગરની સરકારી મેડીકલ કોલેજમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોકટર તરીકે કાર્યરત એક તબીબી સ્ટુડન્ટે પાલિતાણાની એક હોટલમાં ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જે બાદ તબીબ સ્ટુડન્ટને…

Continue reading
Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!
  • September 4, 2025

Anklav police Viral Video: આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામે બનેલી જઘન્ય ઘટનાએ આખા રાજ્યને હચમચાવી નાખ્યું છે. 6 વર્ષિય બાળકીને ઉઠાવી લઈ દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારી દીધી છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

બંગાળના લોકોએ સ્વતંત્રતા માટે લોહી વહેવડાવ્યું, ત્યારે ભાજપનો જન્મ પણ થયો ન હતો: Mamata Banerjee

  • September 4, 2025
  • 3 views
બંગાળના લોકોએ સ્વતંત્રતા માટે લોહી વહેવડાવ્યું, ત્યારે ભાજપનો જન્મ પણ થયો ન હતો: Mamata Banerjee

Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી

  • September 4, 2025
  • 13 views
Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી

Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?

  • September 4, 2025
  • 14 views
Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?

Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!

  • September 4, 2025
  • 9 views
Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!

Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!

  • September 4, 2025
  • 36 views
Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!

Fact Check: સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનું અપમાન કર્યાનો દાવો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?

  • September 4, 2025
  • 20 views
Fact Check: સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદનું અપમાન કર્યાનો દાવો, જાણો ફેક્ટ ચેકમાં શું સામે આવ્યું ?