
Narmda Snake Bite News: સરકાર વિકસિત ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત અને ગુજરાતને દેશનું વિકાસ મોડલ ગણાવે છે. જો કે ગુજરાત રાજ્યની વરવી વાસ્તવિકતાં કંઈ અલગ જ છે. ગુજરાતાના એવા કેટલાંય વિસ્તારો છે, જ્યા દૂર દૂર સુધી વાહન જાય તેવી સ્થિતિ નથી. પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. જેથી કોઈ બિમાર, કે ગંભીર હોય તો તેની કફોડી સ્થિતિ થઈ જતી હોય છે. ત્યારે નર્મદા જીલ્લામાં એક યુવકને સાપ કરડતાં 10 કિમી સુધી ઝોળીમાં નાખી સારવાર માટે લઈ જવો પડ્યો હતો.
ઝોળીમાં નાખી રોડ પર લઈ જવાયો યુવકને
નર્મદા જિલ્લાના ચાપટ ગામના પેટા ફળિયામાં ઇસિદ્રભાઈ વસાવાને સાપ કરડ્યો હતો. સાપ કરડ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાની નોબતી આવી હતી. જોકે હોસ્પિટલ સુધી કોઈ વ્યક્તિને વાહનમાં લઈ જઈ શકાય તેવો રસ્તો ન હતો. એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકે તેમ ન હતી. તેથી આશરે 10 કિ.મી સુધી ઈસિદ્રભાઈને ઝોળીમાં નાંખીને રોડ સુધી લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ મુખ્ય માર્ગ પરથી તેમને ખાનગી વાહનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ગામડાંઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ
જેથી 10 કિમીના અંતર ચાલીને ખેંચતાં કોઈપણ દર્દીનો જીવ પણ જઈ શકે છે. સરકારે વિશ્વમાં પ્રસિદ્ધ મેળવવા સ્ટેચ્યુ તો બનાવ્યું પણ જીલ્લાને એક સારી હોસ્પીટલ બનાવી આપી નથી. સરકાર નર્મદાના અંતરિયાળ વિસ્તારોમાં ધ્યાન ઓછું આપે છે. ઘણા આદિવાસી વિસ્તારો એવા છે, જે સરકારના ધ્યાને જ નથી. જ્યાં કેટલાંય લોકો આજે પીડાઈ રહ્યા છે. નર્મદા જીલ્લો આદિવાસી જીલ્લો છે. અહીં લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે દૂર દૂર સુધી જવું પડતું હોય છે. જેથી ઘણીવાર ત્વરિત સારવાર ન મળવાને બદલે જીવ પણ જતાં હોય છે. જો કે તેમ છતાં સરકાર તેમની સુવિધાઓ પર ધ્યાન આપતી નથી. તે મોટા શહેરના વિકાસમાં લાગેલી છે.
ગુજરાતના ગામડાંઓની માત્ર વિકાસની વાતો
ગુજરાતના ગામડાંઓની માત્ર વિકાસની વાતો કરે છે. પણ ગુજરાતના વિસ્તારોની હાલત બત્તર છે. આજે પણ સગર્ભા સ્ત્રીઓને આજ રીતે ઝોળીમાં નાખીને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ઘણા એવા લોકો છે, બિમારીઓ સહન કરી રહ્યા છે પણ હોસ્પિટલ જતાં નથી. કારણ કે ખૂબ દૂર દૂર સુધી જાય ત્યારે તેમને હોસ્પિટલ જોવા મળતી હોય છે. તેમા પણ ઘણીવાર ધક્કા ખાવા પડતાં હોય છે. ગુજરાતનું આ મોડલ ગામડાંઓમાં શાંતિથી ચાલી રહ્યું છે અને સરકાર શહેરોમાં ગુજરાત વિકાસ મોડલની વાત કરી છે.
વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 10 કિમી દૂર રહેતાં લોકોની દુર્દશા
નર્મદા જિલ્લાના ચાપટ ગામમાં ભાજપ સરકારનો “વિકાસ” પહોંચ્યો નથી
ગામના ઇસિદ્રભાઈને સાપ કરડતાં રોડના અભાવે ઝોળીમાં નાંખી દવાખાને લઈ જવાયા#Narmada #Incident #Snakebite #viralvideo #thegujaratreport pic.twitter.com/CGDsHHd4wj
— The Gujarat Report (@TGujarat_Report) April 13, 2025
આ પણ વાંચોઃ
Waqf પર દેશભરમાં બબાલ, રાજકીય ખેંચતાણ, CM યોગીએ કોંગ્રેસ પર નિશાન સાધી શું કહ્યું?
ચંદ્ર ગોવિંદ દાસે બંધારણના ઘડવૈયા અંગે શું કહી દીધું કે વિવાદ છેડાયો?, | Video | Chandra Govind Das
Ahmedabad: બોપલ બ્રિજ પર ડમ્પરે બાઈકચાલકને ઉલાળ્યો, બહેનના ઘરે જમવાનું લેવા પહોંચે તે પહેલા મોત
પશ્ચિમ બંગાળ બેકાબૂ!, હિંસામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોના મોત, BSF તૈનાત | Murshidabad
Katch: રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનનો દસ્તાવેજ, કાર પડાવી લીધી, 4ની ધરપકડ
