
Murshidabad Violence: પશ્ચિમ બંગાળમાં પહેલેથી જ હિંસા ચાલી રહી છે. તેવામાં હવે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ વિરુદ્ધ ભારે હિંસા ફાટી નીકળી છે. જે વધુ વકરી રહી છે. આ હિંસા શમશેરગંજ અને જાફરાબાદ સ્થળોએ ફેલાઈ ગઈ છે. મિડિયા અહેવલો અનુસાર શમશેરગંજ હિંસામાં એક હિન્દુ પિતા અને પુત્રની ‘હત્યા’ થઈ હોવાના સમાચાર છે. બંનેના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા છે. જાણવા મળી રહ્યું છે, અજાણ્યા શખ્સોએ બંનેની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી છે. એક કિશોરનો પણ મૃતદેહ મળી આવ્યો છે. હાલમાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. તે જ સમયે આ ઘટનાને કારણે વિસ્તારમાં ગભરાટનો માહોલ છે.
કેન્દ્રીય ગૃહ સચિવે પશ્ચિમ બંગાળના સીએસ અને ડીજીપી સાથે વાત કરી
કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને મુર્શિદાબાદ હિંસા અંગે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં લગભગ 300 BSF કર્મચારીઓ ઉપરાંત, પાંચ કંપનીના જવાનો તૈનાત કરાયા છે. કેન્દ્રીય ગૃહ સચિવે કહ્યું કે કેન્દ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, તેમણે પશ્ચિમ બંગાળને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર લૂંટના ઇરાદાથી શમશેરગંજમાં બદમાશોના એક જૂથે મૃતકોના ઘરમાં તોડફોડ શરૂ કરી હતી. જ્યારે પિતા-પુત્રએ બદમાશોને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. બંને મૃતદેહોને ફરક્કા હોસ્પિટલમાં લઈ જવાયા છે.
પોલીસ તપાસમાં લાગી
મૃતકના પરિવારના સભ્યોએ ફરિયાદ કરી હતી કે સ્થાનિક પોલીસને ફોન કરવાનો અનેક પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. જોકે, પોલીસને આ ઘટનાની જાણ થતાં જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર છે અને તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
મમતા બેનર્જી પશ્ચિમ બંગાળને બીજું બાંગ્લાદેશ બનાવવા માંગે છે: ભાજપ
ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર પિતા-પુત્રનો વીડિયો શેર કરીને મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે. તેમણે X પર કહ્યું. મમતા બેનર્જીએ જોગેન્દ્ર નાથ મંડલ પાસેથી શીખવું જોઈએ, જેમણે ઇસ્લામવાદીઓને ખુશ કર્યા, રાજકીય સત્તા માટે પૂર્વ પાકિસ્તાન ગયા, પરંતુ આખરે તેમને દૂર રાખવામાં આવ્યા અને ગુમનામી મૃત્યુ પામ્યા. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળને બીજું બાંગ્લાદેશ બનાવવા માંગે છે. અમે તેમને સફળ થવા દઈશું નહીં.
આ પણ વાંચોઃ
Katch: રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મકાનનો દસ્તાવેજ, કાર પડાવી લીધી, 4ની ધરપકડ
Vadodara: M.S. યુનિવર્સિટીમાં જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો
ગેનીબેન ઠાકોરને ગદ્દાર કોણે કહ્યા? પાટડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત | Geniben Thakor
પાટણ બાદ રાજકોટ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં દોડધામ | Patan | Bomb Threat
