
Mother-in-law ran away with her son-in-law UP: ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં એક વિચિત્ર અને સાસુ-જમાઈના સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલા તેના થનારા જમાઈ સાથે ભાગી ગઈ છે. મહિલા પોતાની સાથે 2.5 લાખ રૂપિયા રોકડા અને સોના-ચાંદીના દાગીના પણ લઈ ગઈ હતી. દીકરીના લગ્નના 8 જ દિવસ રહ્યા હતા. પરંતુ તે પહેલાં જ સાસુ તેના થનારા જમાઈ સાથે ભાગી ગઈ. આ કેસમાં મહિલાના પતિની ફરિયાદ બાદ પોલીસે ગુમ નોંધ દાખલ કરી છે.
અલીગઢ જિલ્લાના મદ્રક પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામના રહેવાસી એક પિતાએ પોતાની પુત્રીના લગ્ન દાદોનમાં રહેતા એક યુવક સાથે નક્કી કર્યા હતા. તેમની પુત્રી માંડવે જાન 16 એપ્રિલે આવવાની હતી. સગાસંબંધીઓને લગ્નકંકોત્રીઓ પણ આપવામાં આવી હતી. લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, પરંતુ કન્યાની માતા તેના થનારા જમાઈ સાથે રોકડ અને ઘરેણાં લઈને ભાગી ગઈ. સતત રડવાને કારણે મહિલાની પુત્રીની હાલત ખરાબ થઈ ગઈ છે. થનાર વરરાજાએ તેના પિતાને ફોન પર કહ્યું કે શોધવાનો પ્રયાસ ના કરો, અમે પાછા નહીં આવીએ.
જમાઈ અને સાસુ વચ્ચે પ્રેમ સંબંધ હતો
છોકરીના પરિવારના સભ્યોએ જણાવ્યું કે જમાઈ ઘરે આવતા હતા. તે તેની ભાવિ સાસુ સાથે કલાકો એકલા વિતાવતો હતો. પરિવારના સભ્યોએ વિચાર્યું કે જમાઈ અને સાસુ લગ્નની તૈયારી કરી રહ્યા છે. જમાઈએ થોડા દિવસ પહેલા તેની સાસુને મોબાઈલ ફોન પણ ભેટમાં આપ્યો હતો. બંને છુપી રીતે વાતો કરતા હતા. કોઈને ખ્યાલ નહોતો કે જમાઈ અને સાસુ વચ્ચે પ્રેમ પાંગર્યો છે.
પોલીસ સાસુ-જમાઈની શોધ હાથ ધરી
મદ્રક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અરવિંદ કુમારે જણાવ્યું કે મહિલાના પતિએ લેખિત ફરિયાદ આપી છે. આ પછી મહિલાનો ગુમ થવાનો રિપોર્ટ નોંધવામાં આવ્યો છે અને તેની શોધ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં સમગ્ર ઘટના સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચોઃ
મણિપુર ફરી સળગ્યું!, અનાથ આશ્રમમાં ગોળીબાર, લોકો રસ્તાઓ પર ઉતર્યા | Manipur Violence
વડોદરામાં ભીષણ આગ: 5થી વધુ દાઝ્યા, 5 દુકાન, 2 મકાન આગના લપેટામાં | vadodara fire
સુરતમાં 70 રત્નકલાકારોની પાણી પીધા બાદ તબિયત બગડી, પાણીમાં ઝેરી દવા હતી? | Surat