
Nepal Gen-Z Revolution: નેપાળ તેના ઇતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. બુધવારે પણ નેપાળના રસ્તાઓ પર હિંસા અને આગચંપી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે મંગળવાર રાતથી નેપાળના રસ્તાઓ પર સેના તૈનાત કરવામાં આવી છે. તેમ છતાં, પ્રદર્શનકારીઓનો ગુસ્સો ચરમસીમાએ છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને વડા પ્રધાન કેપી શર્મા ઓલી સહિત સમગ્ર સરકારના રાજીનામા છતાં, જનતા ગુસ્સામાં છે. ત્યારે નેપાળમાં આ હિંસાની વચ્ચે ગુજરાતીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓએ સરકાર પાસે મદદ માંગી છે. જેમાં ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે.
ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળમાં ફસાયા
મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના નારી ગામના 40થી વધુ શ્રદ્ધાળુઓ નેપાળની ધાર્મિક યાત્રા દરમિયાન ભારે તોફાન અને ઉથલપાથલમાં ફસાયા છે. ભાવનગર શહેરના આ યાત્રીઓ નેપાળમાં ચાલી રહેલી આફતના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. આ ઘટનાની જાણ સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમાને થતાં તેમણે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ફસાયેલા લોકોની ખબરઅંતર પૂછ્યા હતા.
જીતુ વાઘાણીએ શ્રદ્ધાળુઓ સાથે ફોન પર વાત કરી
ઉપેન્દ્રસિંહે તાત્કાલિક ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને આ અંગે જાણ કરી. જીતુભાઈએ ફસાયેલા શ્રદ્ધાળુઓ સાથે ફોન પર વાત કરી, તેમને હિંમત આપી અને સુરક્ષિત સ્થળે રહેવા સૂચન આપ્યું. તેમણે આ મામલે ગુજરાતના મુખ્યમંત્રીને જાણ કરી અને ભારત સરકારને પણ માહિતગાર કર્યા.
શ્રદ્ધાળુઓને સલામત પરત ફરવાની આપી હૈયાધારણા
જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ફસાયેલા તમામ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે ઝડપથી પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે શ્રદ્ધાળુઓને સલામત પરત ફરવાની હૈયાધારણા આપી.
સરકારે હાથ ધર્યા પ્રયાસો
આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચિંતા ફેલાવી છે, પરંતુ સ્થાનિક નેતાઓ અને સરકારની ઝડપી કાર્યવાહીથી આશાનું કિરણ જાગ્યું છે. ભારત સરકાર અને નેપાળના સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરીને બચાવ કાર્ય ચાલુ છે. તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને ગુજરાતીઓ ફસાયા હોવાની જાણકારી આપી સરકાર દ્વારા શું પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે અંગે જણાવ્યું છે.
આ પણ વાંચો:
Chaitar Vasava case: ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા જામીન છતા કેમ ફરી જેલમાં જવું પડશે?
Gujarat Weather: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, તમામ જિલ્લાઓ માટે એલર્ટ
US: અમેરિકાની દુકાનમાં ચોરી કરતા પકડાઈ ગુજરાતી મહિલા, પોલીસ પૂછપરછમાં થયા આવા હાલ
Bihar: પૂર પીડિતની પીઠ પર ચઢી ગયા સાંસદ, સફેદ કપડા અને મોંઘા બુટ બચાવ્યા!
Bihar: લોકોએ પોલીસને દોડાવી દોડાવીને માર માર્યો, જાણો શું છે સમગ્ર મામલો








