
NISAR launching: ભારતીય અવકાશ એજન્સી ISRO એ બુધવારે અવકાશમાં વધુ એક ઇતિહાસ રચ્યો છે. ISRO એ 30 જુલાઈની સાંજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સંયુક્ત રીતે NASA-ISROએ NISAR મિશન લોન્ચ કર્યું છે. આ ઉપગ્રહ GSLV-F16 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહ પૃથ્વી પર નજર રાખવાનું કામ કરશે. તેને NISAR નામ આપવામાં આવ્યું છે. ISRO આ ઉપગ્રહને સૂર્ય-સમન્વયિત ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકશે.
ISRO-NASA સહયોગમાં એક સીમાચિહ્ન
GSLV-F16/NISAR
Separation confirmed
Each stage, precise. Cryo ignition and Cryo stage performance flawless.GSLV-F16 delivered NISAR to orbit.#NISAR #GSLVF16 #ISRO #NASA
— ISRO (@isro) July 30, 2025
બુધવારે ISRO એ $1.5 બિલિયન NISAR ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું, જે તેનું પ્રથમ રડાર ઇમેજિંગ મિશન NASA સાથે સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું હતું. NASA-ISRO સિન્થેટિક એપર્ચર રડાર (NISAR) નામનો ઉપગ્રહ, બે અવકાશ એજન્સીઓ વચ્ચેનો સહયોગ રજૂ કરે છે.
ડૉ. વી. નારાયણનએ NISAR મિશન પર શું કહ્યું?
ISRO ના લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટરના ડિરેક્ટર, ડૉ. વી. નારાયણન, NISAR મિશનના સફળ પ્રક્ષેપણ પર સંબોધન કર્યું. તેમણે NASA-ISRO ભાગીદારીના મહત્વ પર પ્રકાશ પાડ્યો, જટિલ એન્જિનિયરિંગ પાછળની ટીમોની પ્રશંસા કરી, અને NISAR ને પૃથ્વી નિરીક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપનમાં એક મોટું પગલું ગણાવ્યું.
747 કિમીની ઊંચાઈએ ધ્રુવીય ભ્રમણકક્ષામાં ભ્રમણ કરશે
આ ઉપગ્રહ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સાંજે 5:40 વાગ્યે GSLV-F16 રોકેટ દ્વારા લોન્ચિંગ કરાયો. રોકેટે NISAR ને 747 કિમીની ઊંચાઈ પર સૂર્ય-સમન્વયિત ભ્રમણકક્ષામાં મૂક્યો. તેમાં લગભગ 18 મિનિટનો સમય લાગ્યો. નિસાર 747 કિમીની ઊંચાઈએ ધ્રુવીય ભ્રમણકક્ષામાં ભ્રમણ કરશે. ધ્રુવીય ભ્રમણકક્ષા એ એક ભ્રમણકક્ષા છે જેમાં ઉપગ્રહ પૃથ્વીના ધ્રુવો પરથી પસાર થાય છે. આ મિશનનો સમયગાળો ૫ વર્ષનો છે. આ પહેલી વાર છે જ્યારે GSLV રોકેટ દ્વારા કોઈ ઉપગ્રહને સૂર્ય-સમન્વયિત ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો છે.
NISAR વિશે જાણો
આ પણ વાંચો:
ISRO ની કમાલ, પહેલા જ શોધી કાઢશે વીજળી ક્યા પડશે?, વાંચો વધુ
ISRO નું EOS-09 મિશન કેવી રીતે નિષ્ફળ ગયું ? લોન્ચ થયા પછી 9મી મિનિટે થયું આવું…
MP: ભાજપ નેતાએ વિધવાને દેહવ્યાપારમાં ધકેલી દીધી, મેનેજરના પદની લાલચ આપી હતી, કેવી રીતે ભાંડો ફૂટ્યો?
Vadodara: યુવીતએ 7માં માળેથી છલાંગ લગાવી મોત વ્હાલુ કર્યું, શું છે કારણ?
Parking Chair: ખુરશી સરખી કરવાની ઝંઝટ ખતમ, તાળી પાડતાં જ કેવી રીતે ગોઠવાઈ જાય છે?
Himachal Pradesh: એક છોકરી સાથે બે ભાઈઓએ લગ્ન કર્યા, પછી છોકરી શું બોલી?
UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?