
ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) એ પાકિસ્તાનની ભાષા બોલવાનું શરૂ કરી દીધું છે,તેણે ભારતના અભિન્ન અંગ જમ્મુ અને કાશ્મીર મામલે ઝેર ઓક્યું છે અને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. OIC ના જનરલ સેક્રેટરીએટલે કહ્યું છે કે ભારત કાશ્મીર પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે.
આ પહેલા પણ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ કાશ્મીર વિશે ખુલ્લેઆમ જુઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો જેને OIC સમર્થન કરતું હોય તે રીતે વ્યવહાર કરી રહ્યું છે.
ANIના અહેવાલ મુજબ, OIC એ એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે ભારત જમ્મુ અને કાશ્મીર પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “27 ઓક્ટોબર, 2025 એ જમ્મુ અને કાશ્મીર પર ભારતના કબજાના 78 વર્ષ પૂરા થાય છે,આ અવસર પર ઇસ્લામિક સહકાર સંગઠન જમ્મુ અને કાશ્મીરના લોકોના સ્વ-નિર્ણયના અધિકારનો પુનરોચ્ચાર કરે છે અને ભારતને જમ્મુ અને કાશ્મીરના લોકોના મૂળભૂત માનવ અધિકારોનું સન્માન કરવા વિનંતી પણ કરે છે.”
યુએનના ઠરાવોનો ઉલ્લેખ કરીને, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ (OIS) એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “જનરલ સેક્રેટરીએટ એ વાત પર પણ ભાર મૂકે છે કે જમ્મુ અને કાશ્મીર અંગેના વિવાદનો ઉકેલ યુએન સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર થવો જોઈએ.”
OIC પાકિસ્તાનમાં હિંસા પર મૌન
OIC વારંવાર તેના બેવડા ધોરણો દર્શાવે છે. તે ભારત વિરુદ્ધ બોલે છે, પરંતુ પાકિસ્તાનમાં હિંસા પર મૌન રહે છે. તેણે કાબુલમાં પાકિસ્તાની હુમલા અને બલૂચ લોકોના ગુમ થવા જેવા મુદ્દાઓ પર કોઈ નિવેદન બહાર પાડ્યું નથી તે પાકિસ્તાનમાં લઘુમતીઓ સામેની દૈનિક હિંસા પર પણ મૌન રહે છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે 27 ઓક્ટોબરનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે ભારતે કાશ્મીર પર કબજો કરી લીધો છે, પરંતુ X એ તેમના જુઠાણાનો પર્દાફાશ કર્યો. તેમણે હકીકતોની તપાસ કરી અને જાહેર કર્યું કે જમ્મુ અને કાશ્મીરના રાજા હરિ સિંહે ભારતમાં જોડાવા માટે વ્યક્તિગત રીતે સંમતિ આપી હતી. તેમણે કરાર પર હસ્તાક્ષર કર્યા પછી જ ભારતે પોતાના સૈનિકો તૈનાત કર્યા હતા.
આ પણ વાંચો:
kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા








