Pakistan: ભારતના ચાર ફાયટર જેટ તોડ્યા બાદ પાકિસ્તાની ફાઇટર જેટJF-17 થંડરનો વિશ્વમાં ડંકો ; ખ્વાજા આસિફ ઉવાચ

  • World
  • January 9, 2026
  • 0 Comments

Pakistan: પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી એકવાર દાવો કર્યો છે કે ભારત સાથેના ચાર દિવસના લશ્કરી સંઘર્ષમાં પાકિસ્તાનની જીત બાદ હવે પાકિસ્તાની ફાઇટર જેટ ખાસ કરીને JF-17 થંડરની વૈશ્વિક માંગ વધી ગઈ છે.આસિફના મતે, જો આ સોદાઓ આગળ વધશેતો પાકિસ્તાનને આગામી છ મહિના સુધી આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસેથી લોન ઉધાર લેવાની જરૂર પડશે નહીં.

પાકિસ્તાની સંરક્ષણ પ્રધાનનું આ નિવેદન મે 2025 માં ભારતના “ઓપરેશન સિંદૂર” ના સંદર્ભમાં આવ્યું છે.પાકિસ્તાનનો દાવો છે કે તેની વાયુસેનાએ તે સંઘર્ષ દરમિયાન છ ભારતીય ફાઇટર જેટ તોડી પાડ્યા હતા,જેમાં અત્યાધુનિક ફ્રેન્ચ રાફેલ જેટનો પણ સમાવેશ થાય છે.પાકિસ્તાન હવે આ કથિત સફળતાનો ઉપયોગ તેના “મેડ-ઇન-પાકિસ્તાન” (ચીનના સહયોગથી વિકસિત) JF-17 વિમાન વેચવા માટે કરી રહ્યું છે. તેમનો દાવો છે કે ચીની ટેકનોલોજી પર આધારિત તેમના વિમાન પશ્ચિમી હાર્ડવેર સામે અસરકારક સાબિત થયા છે.
જો કે, ભારતે પાકિસ્તાનના તમામ દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

ખ્વાજા આસિફનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે બાંગ્લાદેશી સંરક્ષણ પ્રતિનિધિમંડળે ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર સિદ્ધુ સાથે મુલાકાત કરી હતી.બાંગ્લાદેશ તેના વાયુસેના માટે JF-17 થંડર વિમાન ખરીદવાનું વિચારી રહ્યું છે.પાકિસ્તાને બાંગ્લાદેશને સુપર મુશ્શાક ટ્રેનર વિમાનની “ઝડપી” ડિલિવરી અને પાઇલટ્સને તાલીમ આપવાની પણ ખાતરી આપી છે.

જિયો ન્યૂઝ સાથે વાત કરતા, ખ્વાજા આસિફે આત્મવિશ્વાસથી કહ્યું, “અમને હવે જે ઓર્ડર મળી રહ્યા છે તે મહત્વપૂર્ણ છે કારણ કે અમારા વિમાનોનું ભારત સાથેના યુદ્ધમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે.”જો આ બધા ઓર્ડર આગામી છ મહિનામાં સાકાર થાય છે, તો અમે IMF પાસેથી લોન લેવાની જરૂર નહીં રહે

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ હજુ પણ નાજુક તબકકામાં છે.સપ્ટેમ્બર 2024 માં, IMF એ પાકિસ્તાન માટે 7 બિલિયન ડોલરના બેલઆઉટ પેકેજને મંજૂરી આપી હતી.માનીલો કે પાકિસ્તાન વિમાન વેચશે તો પણ શું સંરક્ષણ નિકાસમાંથી થતી આવક ખરેખર અબજો ડોલરના વિદેશી દેવા અને રાજકોષીય ખાધને સરભર કરી શકશે?તે એક સવાલ છે.

નિષ્ણાતો માને છે કે ફક્ત વિમાન વેચાણ દ્વારા સમગ્ર અર્થતંત્રને પુનર્જીવિત કરવું એક મુશ્કેલ જ નહીં પણ એક પડકાર છે.
પાકિસ્તાન હાલમાં ભારત સંઘર્ષ બાદ પોતાની જીતનો દાવો કરી રહ્યું છે અને ભારતના છ વિમાનો તોડી પાડવાનો દાવો કરી પોતાના વિમાનોનું માર્કેટિંગ કરી રહ્યું   છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Oman Ship Attack: હોર્મુઝમાં ફરી વાણિજ્યિક જહાજ નિશાન પર, ઓમાન નજીક હુમલામાં ભારતીય નાવિકનું મોત
  • September 24, 2026

Oman Ship Attack: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઓમાનના મુસંદમ તટ નજીક વાણિજ્યિક જહાજ MV Cape Dao પર બુધવાર, 23 સપ્ટેમ્બરે થયેલા હુમલામાં ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી ભારતીય નાવિક…

Continue reading
Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

  • September 29, 2026
  • 5 views
Ujjain Shahi Masjid Protest: ઉજ્જૈનની શાહી મસ્જિદ મુદ્દે ઘર્ષણ, રોડ પહોળો કરવાની કાર્યવાહી વચ્ચે પથ્થરમારો

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

  • September 29, 2026
  • 5 views
Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

  • September 28, 2026
  • 5 views
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ

Sagbara Farmers Protest: સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

  • September 28, 2026
  • 6 views
Sagbara Farmers Protest:  સાગબારામાં ખેડૂતો અને વન વિભાગ ફરી સામસામે, ખેતી કરવા ગયેલા ખેડૂતોને રોકતાં ઘર્ષણ

Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

  • September 28, 2026
  • 7 views
Gujarat Congress SIR Protest: SIR વિવાદ વચ્ચે ગુજરાતભરમાં કોંગ્રેસનો વિરોધ, જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

LPU Student Protest: LPUમાં કથિત રેપ કેસને લઈને હિંસક પ્રદર્શન, પથ્થરમારો-આગચંપી બાદ પોલીસનો લાઠીચાર્જ

  • September 28, 2026
  • 9 views
LPU Student Protest: LPUમાં કથિત રેપ કેસને લઈને હિંસક પ્રદર્શન, પથ્થરમારો-આગચંપી બાદ પોલીસનો લાઠીચાર્જ