Iran Protest: ઈરાનમાં અશાંતિ ; ઇન્ટરનેટ સેવાઓ બંધ,હજારો લોકો રસ્તાઓ પર ઉતર્યા! ટ્રમ્પે કહ્યું,જનતાનો અવાજ કોઈ દબાવી શકે નહીં!

  • World
  • January 9, 2026
  • 0 Comments

Iran Protest: ઈરાનમાં મોંઘવારી સહિતના મુદ્દે લોકો રસ્તા ઉપર ઉતર્યા છે અને બળવો ફાટી નીકળતા અશાંતિનો માહોલ છે,ઠેરઠેર આગચંપીના બનાવો બની રહયા છે. ઇરાનના 50 શહેરોમાં મોંઘવારી અને દેશની કરન્સીના ઘટી રહેલા ભાવને લઈને મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

પ્રદર્શનો દરમિયાન હિંસામાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે પરિણામે ટેલિફોન-ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
દરમિયાન જગત જમાદાર ટ્રમ્પ ઇરાનની જનતાના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું છે કે ‘લોકોને વિરોધ કરવાનો હક્ક છે,જો કોઈ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરશે તો છોડીશું નહિ!’

ઈરાનમાં બે અઠવાડિયાથી મોંઘવારી અને દેશની કરન્સી તળિયે જતા વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.ઈરાનના દેશનિકાલ કરાયેલા ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીએ લોકોને પોતાના ઘરની બહાર આવીને ઇસ્લામિક શાસન વિરુદ્ધ પ્રદર્શન કરવાની અપીલ કરી ત્યારે વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા.

રેઝા પહલવીની અપીલ બાદ, મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.આ દરમિયાન, ઈરાની સરકારે રસ્તાઓ ઉપર ઉતરેલા લોકોને હઠવવા સુરક્ષા દળો તૈનાત કર્યા છે.અહેવાલ છે કે ઈરાનના ઓછામાં ઓછા 50 શહેરોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. લોકો રસ્તાઓ પર ઉતરી રહ્યા છે અને ઈરાની શાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

સૌથી નોંધપાત્ર વાત એ છે કે પ્રદર્શનો દરમિયાન રેઝા પહલવીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, જ્યારે અત્યાર સુધી શાહના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવા પર મૃત્યુદંડની સજા હતી. અમેરિકા સ્થિત હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ ન્યૂઝ એજન્સી અનુસાર, પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 2,260 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.બીજી તરફ ટ્રમ્પે ઈરાની લોકોનું ખુલ્લું સમર્થન કર્યું છે અને કહ્યું કે જો તેમનો અવાજ દબાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો અમે તેમને છોડીશું નહીં.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

  • August 14, 2026
  • 3 views
GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ

Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

  • August 14, 2026
  • 4 views
Data Center Protest: ઠાણેથી વિશાખાપટ્ટનમ સુધી ડેટા સેન્ટરો સામે વિરોધ કેમ ?

India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

  • August 14, 2026
  • 4 views
India GDP 2026: મોદી સરકારનો સંસદમાં ખુલાસો! ભારત હવે વિશ્વની ચોથી નહીં, છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા

Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

  • August 14, 2026
  • 10 views
Dharavi Redevelopment Project: ધારાવી રીડેવલપમેન્ટમાં લાલફીતાશાહી? 124 એકર જમીન પર અટવાયું પુનર્વસનનું સપનું

CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

  • August 14, 2026
  • 10 views
CJP AAP Connection: CJP ખરેખર નવી શરૂઆત કે AAP ના પૂર્વ ચહેરાઓનું નવું પ્લેટફોર્મ? જાણો આખી હકીકત

Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો

  • August 14, 2026
  • 10 views
Sijimali Mining Protest: સિજીમાલીમાં બોક્સાઇટ ખનન સામે આદિવાસીઓની આરપારની લડાઈ, ‘વિકાસ’ સામે જંગલ-જમીન બચાવવાના સવાલો