US Air strike Syria: સીરિયા ઉપર અમેરિકાનો મોટો હવાઈ હુમલો, ISISના અડ્ડાઓનો સફાયો! ટ્રમ્પની ચેતવણી અમારી સામે માથું ઊંચકનારાઓના માથા કચડી નાખીશું!

  • World
  • January 11, 2026
  • 0 Comments

US Air strike Syria: અમેરિકાએ સીરિયામાં ISIS વિરુદ્ધ મોટી લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે.CENTCOM એ ઓપરેશન હોકઆઈ સ્ટ્રાઈક હેઠળ 35 થી વધુ આતંકવાદી સ્થળો પર 90 થી વધુ હવાઈ હુમલા કર્યા છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ ઓપરેશન હોકઆઈ સ્ટ્રાઈકના ભાગ રૂપે સીરિયામાં અનેક ઇસ્લામિક સ્ટેટ (ISIS) લક્ષ્યો પર મોટા પાયે હવાઈ હુમલો કર્યો છે, જેનો ઉદ્દેશ્ય આ પ્રદેશમાં કાર્યરત આતંકવાદી નેટવર્કને સંપૂર્ણપણે ખતમ કરવાનો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતા, CENTCOM એ જણાવ્યું હતું કે આ હુમલાઓ યુએસ સમય મુજબ બપોરે લગભગ 12:30 વાગ્યે કરવામાં આવ્યા હતા. આ હુમલાઓ સીરિયાના વિવિધ વિસ્તારોમાં ISIS ના સ્થળોને નિશાન બનાવ્યા હતા.સેન્ટકોમના મતે, આ કાર્યવાહી અમેરિકાની આતંકવાદ સામે લડવાની સતત પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.

આ કાર્યવાહીનો હેતુ યુએસ સૈનિકો અને સાથી દળો પર આતંકવાદી હુમલાઓને રોકવા, ભવિષ્યના જોખમોને દૂર કરવાનો અને પ્રદેશમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.સેન્ટકોમે સ્પષ્ટપણે કહ્યું, “જે કોઈ પણ આપણા સૈનિકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, તેઓ ગમે ત્યાં હોય, તેમને શોધી કાઢવામાં આવશે અને ખતમ કરવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કે ઓપરેશન હોકઆઈ સ્ટ્રાઈક ૧૯ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજથી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ શરૂ કરાઈ છે.એર સ્ટ્રાઈકનો નિર્ણય તા.૧૩ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ સીરિયાના પાલમિરામાં ISIS ના હુમલામાં બે યુએસ સૈનિકો અને એક અમેરિકન નાગરિકનું મોત થયા બાદ લેવામાં આવ્યો હતો જેમાં માર્યા ગયેલા અમેરીકન સૈનિકોની ઓળખ આયોવા નેશનલ ગાર્ડના ૨૫ વર્ષીય સાર્જન્ટ એડગર બ્રાયન ટોરેસ ટોવર અને ૨૯ વર્ષીય સાર્જન્ટ વિલિયમ નાથાનીએલ હોવર્ડ તરીકે થઈ હતી.

બંને સૈનિકો આ વર્ષની શરૂઆતમાં મધ્ય પૂર્વમાં તૈનાત યુએસ લશ્કરી ટુકડીનો ભાગ હતા આ સૈનિકોના મોત બાદ અમેરિકા ભડકયું હતું અને આતંકીઓનો ખાત્મો કરવાનું નક્કી કર્યું હતું જે ઓપરેશનના ભાગરૂપે આજદિન સુધી અમેરિકા દ્વારા હુમલા ચાલુ છે.

સીએનએનના અહેવાલ મુજબ, આ લશ્કરી કાર્યવાહી દરમિયાન 90 થી વધુ ચોકસાઇવાળા દારૂગોળોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 35 થી વધુ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.આ હુમલામાં બે ડઝનથી વધુ ફાઇટર જેટ વિમાનોએ ભાગ લીધો હતો.

યુએસ અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી ઓપરેશન ઇનહેરન્ટ રિઝોલ્વની ISIS ને સંપૂર્ણપણે હરાવવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. નિષ્ણાતો માને છે કે આ કાર્યવાહીથી સીરિયામાં કાર્યરત આતંકવાદી નેટવર્કને મોટો ફટકો પડ્યો છે અને આગામી દિવસોમાં આવા ઓપરેશનોની સંખ્યા વધી શકે છે.અમેરિકાનું કહેવું છે કે અમારી સામે માથું ઊંચું કરનારાઓના માથા કચડી નાખીશું તેઓએ ISISને ચેતવણી આપી છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો
  • August 2, 2026

Trump Board of Peace: ગાઝા સંઘર્ષના ઉકેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બનાવવામાં આવેલું ‘બોર્ડ ઓફ પીસ’ હાલ આંતરરાષ્ટ્રીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ બોર્ડ સાથે થયેલા એક કરારમાં હમાસે…

Continue reading
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
  • August 1, 2026

Nepal Communal Violence: નેપાળ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી ગંભીર ગણાતી હિંદુ-મુસ્લિમ સાંપ્રદાયિક હિંસાનો સામનો કરી રહ્યું છે. ધાર્મિક શોભાયાત્રા દરમિયાન શરૂ થયેલો સ્થાનિક વિવાદ થોડા જ દિવસોમાં દક્ષિણ તરાઈ (મધેશ)…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 8 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ