
Pahalgam Attack: 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો વિડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં આતંકવાદીઓ ગોળીબાર કરતા જોવા મળે છે. વીડિયોમાં ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે, વીડિયોમાં એક પ્રવાસી ઝિપ લાઇન પર લટકીને પોતાનો વીડિયો બનાવી રહ્યો છે, જેમાં આતંકવાદીઓ લોકોને ગોળી મારી રહ્યા છે અને જેમને ગોળી વાગી રહી છે તેઓ નીચે પડી રહ્યા છે. જોકે શરૂઆતમાં પ્રવાસી સમજી શકતો નથી કે તે આખરે નીચે શું થઈ રહ્યું છે. પછી પાછળથી તેને ખબર પડતાં જ તેના હાવભાવ બદલાઈ જાય છે. વીડિયોમાં લોકો અહીં-ત્યાં દોડતા જોવા મળે છે. આ વીડિયો 22 એપ્રિલનો છે.
ઝિપ લાઇનના ઝૂલા પર મજા માણતા પ્રવાસીઓ કેમેરામાં કેદ થયા
વીડિયોની શરૂઆતમાં એક યુવક ઝિપ લાઇનના સ્વિંગ પર બેઠો છે અને એક શખ્સ તેને ધક્કો મારતો જોવા મળે છે. આમ કરતા પહેલા, સ્થાનિક શખ્સ અલ્લાહ હુ અકબર…અલ્લાહ હુ અકબર બોલે છે અને પ્રવાસીને આગળ વધારે છે. આ સમય દરમિયાન ગોળીઓના અવાજો પણ સંભળાઈ રહ્યા છે. આ સમગ્ર ઘટના પ્રવાસીના કેમેરામાં કેદ થઈ ગઈ. તે બૈસરણ મેદાનના એક છેડાથી બીજા છેડા સુધી ઝિપ લાઇન પર જઈ રહ્યો છે અને આ સમય દરમિયાન વીડિયો પણ બનાવી રહ્યો છે. વીડિયોમાં કેટલાક લોકો દોડતા અને કેટલાક પડતા જોવા મળે છે. ઝિપ લાઈનનો મઝા લેતો શખ્સ અમદાવાદનો હોવાનું કેટલાંક મિડિયા અહેવાલ છે.
મિડિયા અહેવાલ અનુસાર અમદાવાદના પાલડીના ભઠ્ઠા વિસ્તારમાં રહેતા ઋષિ ભટ્ટ તેમના પત્ની અને 11 વર્ષના દીકરા સાથે 15 એપ્રિલે ફરવા માટે જમ્મુ-કાશ્મીર ગયા હતા. 22 એપ્રિલે તેઓ પહેલગામ પહોંચ્યા હતા અને તે જ સમયે ત્યાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. પહેલગામમાં એક ઝિપલાઈન છે, જેમાં લોકો ઉપરથી નીચે જઈ શકતા હતા. ત્યારે ઋષિ ભટ્ટે વાઈરલ કરેલો છે. તેઓ અને તેમના પરિવારનો બચાવ થયો છે.
પાંચથી સાત આતંકવાદીઓ દ્વારા હુમલાની આશંકા
માહિતી અનુસાર, પહેલગામના બૈસરણમાં થયેલા હુમલામાં પાંચથી સાત આતંકવાદીઓ સામેલ હોવાની શંકા છે. પ્રાથમિક તપાસ મુજબ, આ આતંકવાદીઓએ પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી. તેને બે સ્થાનિક આતંકવાદીઓની પણ મદદ મળી.
પહેલગામ આતંકવાદી હુમલાનો બીજો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પ્રવાસી ઝિપલાઈનિંગ કરતો જોવા મળે છે અને પાછળથી ગોળીબારનો અવાજ સંભળાય છે.#Jammu #Pahalgam #PahalgamAttack #thegujaratreport pic.twitter.com/K38IvrqZiJ
— The Gujarat Report (@TGujarat_Report) April 28, 2025
આ પણ વાંચોઃ
ભારતે પાકિસ્તાનની કઈ YOUTUBE ચેનલો પર પ્રતિબંધ મૂક્યો? યાદી જુઓ
ભારતે પાકિસ્તાનની કઈ YOUTUBE ચેનલો પર પ્રતિબંધ મૂક્યો? યાદી જુઓ
Surat: 23 વર્ષિય શિક્ષિકા 11 વર્ષિય બાળક સાથે ભાગી, ટુર પેકેજ પણ બુક કરાવ્યું, ટ્રેનમાં બેસી ફરાર
Gondal: કથીરિયા અને ગણેશ જાડેજાના ઝઘડાનું મૂળ શું છે?, ભાજપાનો રોલ કેટલો?
આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?