Surat: કાશ્મીરમાં કોઈ જ વ્યવસ્થા ન હતી, અમે બૂમો પાડતાં રહ્યા, વિધવા બનેલી શીત્તલે પાટીલનો ઉધડો લીધો!

 Surat: 22 અપ્રિલે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 30 જેટલાં લોકોનો જીવ ગયા છે. જેમાં બે વિદેશી, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાતના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે ત્રણ ગુજરાતીઓના મૃતદેહ ગઈકાલ સાંજે ગુજરાત લાવવામાં આવ્યા હતા. જે બાદ આજે ભાવનગરના વતની યતીસભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિતભાઈ પરમારના અંતિમ સંસ્કાર કરાયા છે. જ્યારે સુરતમાં શૈલેષ કળથિયાની અંતિમ સંસ્કાર કરાયા છે. બંનેને સ્થળોએ હજ્જારોની સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા.

ભાવનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં મૃતકોના પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. અને ઘટનાની જાણકારી મેળવી હતી. તો બીજી તરફ સુરતમાં જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ પહોંચ્યા હતા. જ્યાં મૃતકની પત્ની શીતલ કળથિયાએ પાટીલને ખખડાવી ઉધડો લીધો હતો.

તમારી પાછળ કેટલાં વીઆઈપી હોય છે? કેટલી ગાડીઓ હોય છે?

મૃતક શૈલેષ કળથિયાની પત્ની શિતલબેને પોતાની વ્યથા ઠાલવતા પાટીલને કહ્યું કે, સરકાર સુરક્ષા પુરી પાડી શકી નથી. આજ પછી મત જ ન આપતા. વધુમાં કહ્યું જ્યાં ટુરિસ્ટ જગ્યા હતી ત્યા કોઈ પોલીસ કે અર્મીમેન ન હતુ. ફર્સ્ટ એડ કિટ સહિતની કોઈ સુવિધા ન હતી. એક આર્મીમને કહ્યું હતુ કે તમે ઉપર ફરવા શું કરવા જાવ છો?. જો જવાય એવું ન હતુ તો અમને જવા કેમ દીધા? પત્નીએ વધુમાં કહ્યું હતુ કે તમારી પાછળ કેટલાં વીઆઈપી હોય છે? કેટલી ગાડીઓ હોય છે? તમારો જીવ, જીવ છે, ટેક્સ પે કરે છે તેમના જીવ નથી. આ કેવી સરકાર છે?

અમિત શાહ પર શું આક્ષેપ?

દેશમાં ગૃહમંત્રી અમિત શાહ સામે રોષ ઠાલવી રહ્યા છે. કારણ કે દેશના નાગરિકોની સુરક્ષા કરવી તેમની જવાબદારી છે. અને કાશ્મિરમાં ખાસ કરીને સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકાર અને અમિત શાહની બને છે. અમિત શાહે કાશ્મીર મુલાકાત લીધી ત્યારે પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ મુલાકાત દરમિયાનના કેટલાંક વિડિયો મ્યૂટ કર્યાના અમિત શાહ પર આક્ષેપ લાગ્યા છે.

આ પણ વાંચોઃ

PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!

ઘૂસીને મારવાની વાત અમને ના કહો, રક્ષાનો મામલો છે, કરી બતાવો: સંજય રાઉત

Pakistan X Account Block: પાકિસ્તાન સરકારનું સત્તાવાર X એકાઉન્ટ ભારતમાં બ્લોક

Phelagam Terrorist Attack: પહેલગામમાં હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતીઓને અંતિમ વિદાય, સરકાર સામે પત્નીના સવાલો!

Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?

 

Related Posts

RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading
BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
  • October 14, 2025

-દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!