
- PoKના નાગરીકો મૂળભૂત જરૂરિયાતો પર સબસિડીમાં કાપનો વિરોધ કરી રહ્યાં છે.
- દડિયાલ પલક બ્રિજ પર ત્રણ ભારે કન્ટેનર મૂકી પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરાયો હતો.
Pakistan Occupied Kashmir | પાકિસ્તાન અધિકૃત PoJKમાં જનતાનો વિરોધ વધુ તીવ્ર બની રહ્યો છે અને જનતાએ સામુહિક તાકાતનો પરચો બતાવ્યો તે આખી દુનિયાએ જોયો હતો.
હકીકતમાં દડિયાલના પલક બ્રિજ પર ત્રણ ભારે કન્ટેનર વડે પ્રદર્શનકારીઓને સરકારે રોકવાનો પ્રયાસ કર્યો પણ સ્થાનિક લોકોએ સામુહિક તાકાતનો પરચો આપી માત્ર હાથ વડે આ મહાકાય કન્ટેનરને પુલ પરથી ઉપાડીને નીચે ફેંકી દીધા હતા.
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ગુપ્તચર એજન્સીઓ આંદોલનને કચડવા માટે છુપા હુમલાઓ પણ કરી રહી છે જેમાં સાદા કપડામાં અજાણ્યા લોકો નેતાઓને નિશાન બનાવી રહયા છે. નોંધનીય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં મૂળભૂત જરૂરિયાતો પર સબસિડીમાં કાપનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓનું આંદોલન તીવ્ર બની રહ્યું છે.
🚨 Dramatic visual from Dadyal, PoJK
This is not a foreign scene. Pakistan blocked peaceful protesters with three heavy containers on Palak Bridge, Dadyal. Locals lifted and threw them off the bridge with bare hands. Sources say the protest is intensifying across PoJK. pic.twitter.com/6pwoaI0feP
— OsintTV 📺 (@OsintTV) October 1, 2025
અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ બુધવારે સુરક્ષા દળોએ નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ ઉપર ગોળીબાર કરતા આઠ લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતા.
આમ,છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં દસ લોકોના મોત થઈ ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આજે બાગ જિલ્લાના ધીરકોટમાં 4, મુઝફ્ફરાબાદમાં 2 અને મીરપુરમાં 2 લોકોના મોત થયાના અહેવાલ છે. પ્રદર્શનકારીઓ સરકાર પર મૂળભૂત અધિકારોની અવગણના કરવાનો અને મોંઘવારી પર કાબુ મેળવવામાં નિષ્ફળ ગયાનો આરોપ લગાવી રહયા છે.
આ બધા વચ્ચે પ્રદર્શનકારીઓ એ ત્રણ મોટા કન્ટેનર નદીમાં ધકેલી દીધાના દ્રશ્યો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. આજે લોકોના ટોળા PoKની રાજધાની મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરી રહ્યા છે. તેમણે સરકાર સમક્ષ 38 માંગણીઓ મૂકી છે, જેમાં PoK વિધાનસભામાં 12 રીજર્વ બેઠકો નાબૂદ કરવાનો પણ સમાવેશ થાય છે. સરકાર સમક્ષ 38 માંગણીઓ મૂકવામાં આવી છે.
આ પણ વાંચો:
UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…
Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર
UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….









