
- સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કર્યા અનેક વિવાદીત નિવેદનો.
- નરેન્દ્ર મોદીના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પના શાહબાઝ શરીફે ભરપૂર વખાણ કર્યા.
- પાકિસ્તાની પીએમના યુએનની સભામાં કરાયેલા નિવેદનો અંગે નરેન્દ્ર મોદીનું કોઇ વળતું નિવેદન આવ્યું નથી.
- ગોદી મિડીયામાં પાકિસ્તાનના પીએમ શહબાજ શરીફનાં નિવેદનોની મોદીને લાભ થાય તે પ્રકારની નિંદા.
Pakistan PM in UNGA । ગઇકાલે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં સંબોધન કરતી વખતે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ મોદી સરકાર પર ઘણાં આક્ષેપો કરીને વિશ્વ સમક્ષ મોદીની આબરૂના ધજાગરાં ઉડાડ્યા હોય તેવું સ્પષ્ટ જણાતું હતું. જોકે, ગોદી મિડીયાએ પ્રજામાં “પપ્પાની” આબરૂ બચાવવા માટે શાહબાઝ શરીફના નિવેદનોને મોદી સરકારની નજરેથી લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. હકીકતમાં તો જો નરેન્દ્ર દામોદરદાસ મોદીની ખરેખ 56 ઇંચની છાતી હોય તો તેઓ શરીફના નિવેદનોને વખોડતી એકાદ સોશિયલ મિડીયા પોસ્ટ પણ કરી શક્યા હોત. પરંતુ, એવું કંઈ નોન-બાયોલોજીકલ મહામાનવે કર્યું હોય તેવું જાણવા મળતું નથી. માત્ર ભારતના રાજદ્વારીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો એ અંગેની વાહ વાહ કરવામાં આવી રહી છે.
26 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે, ભારતનું ઉગ્રવાદી હિન્દુત્વ વિશ્વ માટે ખતરારૂપ છે.
ઓપરેશન સિંદૂરમાં ભારતના કેટલાં ફાઈટર જેટ્સ પાકિસ્તાને તોડી પાડ્યા? આ પ્રશ્નના જવાબમાં નરેન્દ્ર મોદી સરકાર હજી સુધી મગનું નામ મરી પાડી રહ્યું નથી. પરંતુ, અગાઉ મોદીના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ સહિતની અનેક હસ્તીઓ દ્વારા વિવિધ દાવાઓ કરવામાં આવ્યા હતાં. જેનું મોદી સરકારે ખંડન કર્યું નહોતું. ત્યારે પાકિસ્તાનના પીએમ દ્વારા વધુ એકવાર યુએન સભામાં કહેવાયું કે, અમે ભારતના 7 ફાઇટર પ્લેનને ધૂળ અને ભંગાર કરી દીધા હતાં.
શરીફે એવો પણ દાવો કર્યો હતો કે, ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન મજબૂત સ્થિતિમાં હતું. પરંતુ અમેરિકાના દબાણને કારણે તેઓએ હુમલા રોકવા પડ્યાં હતાં. ટ્રમ્પના કહેવાથી જ સિઝફાયર થયું હતું. સિઝફાયર મામલે પણ નોંધવા જેવું છે કે, નરેન્દ્ર દામોદરદાસ મોદી અને તેમનાં મળતીયાં સત્તાધારીઓ આ મુદ્દે પણ હજી છાતી ઠોકીને ડોનાલ્ડ ટ્રમ્પને કે ભારતની પ્રજાને સાચો જવાબ આપી શક્યા નથી.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શરીફે ભાષણની શરૂઆત કુરાનની આયાતથી કરી હતી. બાદમાં ભારતની મોદી સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતાં. ખાસ તો પહેલગામ આતંકવાદી હુમલાની આંતરરાષ્ટ્રીય તપાસથી બચવાનો મોદી સરકાર પ્રયાસ કરી રહી છે તેવો ગંભીર આક્ષેપ લગાડ્યો હતો. સિંધુ જળ સંધિ તોડીને ભારતે પાણી રોકીને પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ છેડવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ કર્યો હતો. તેમણે કાશ્મિરના મુદ્દે પણ પાકિસ્તાન કશ્મીરીયોની પડખે હોવાનો દાવો કર્યો હતો.
તો બીજી તરફ, પાકિસ્તાનના પીએમ દ્વારા આતંકવાદની નિંદા કરી ભારત પર ગંભીર આરોપ લગાડવામાં આવ્યો હતો કે, પાકિસ્તાનમાં આતંકવાદમાં વધવા પાછળ ભારત સહિતના દેશોનો હાથ છે. તેમણે વધુમાં ટીટીપી, બીએલએ અને ફિતના-એ-હિન્દુસ્તાન જેવા આતંકવાદી સંગઠનોના નામો પણ લીધા હતાં.
ભાષણ દરમિયાન ભાવુકતાનો આશરો લેતાં શરીફે એક માસૂમ બાળકનું ઉદાહરણ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, પેલેસ્ટિનમાં સાત વર્ષની બાળકી હિંદરજાબની મોત થયું, એવી જ રીતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર દરમિયાન એક છ વર્ષનું બાળક માર્યું ગયું હતું. અમે પણ નાના – નાનાં કોફિન પોતાના ખભા પર ઉંચક્યા છે. અને એ કોફિન સૌથી ભારે હોય છે.
એક તરફ યુએનમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી મોદી સરકારની આબરૂ ધુળ ધાણી કરી રહ્યા હતાં. ત્યારે બીજી તરફ, નરેન્દ્ર દામોદરદાસ મોદી બિહારની 75 લાખ બેરોજગાર મહિલાઓનાં ખાતાઓમાં 10 – 10 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યાં હતાં. રેવડી કલ્ચરનો વિરોધ કરનાર નરેન્દ્ર દામોદરદાસ મોદી બિહારની ચૂંટણી જીતવા માટે પ્રજાના પરસેવાના પ્રજાના ટેક્સના રૂપિયાની લ્હાણી કરી રહ્યાં હતાં. જોકે, આ લખાય છે ત્યાં સુધી નરેન્દ્ર દામોદરદાસ મોદી કે ભાજપના વરિષ્ટ નેતૃત્વ તરફથી પાકિસ્તાનના પ્રધાનમંત્રીના નિવેદનોને વખોડતું કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આ માત્ર જાણ ખાતર.








