
સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કરી પાકિસ્તાન(Pakistan)ને મોટી બાજી મારી છે. પાકિસ્તાને આ કરારમાં વધારાના આરબ દેશો જોડાવાની શક્યતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે અન્ય આરબ દેશો સાઉદી અરેબિયા સાથેના તેમના દેશના સંરક્ષણ કરારમાં જોડાઈ શકે છે. તેમણે કહ્યું કે દરવાજા કોઈપણ ત્રીજા દેશ માટે બંધ કરવામાં આવ્યા નથી. વર્તમાન કરાર અન્ય કોઈ દેશના પ્રવેશને અટકાવતો નથી. જો કે આ બંને દેશના હસ્તાક્ષરથી મોદી અને વિદેશ મંત્રાયલની વિદેશનીતીની પોલ ખૂલી છે.
અમેરિકાએ ઝટકો આપ્યા બાદ હવે સાઉદી અરેબિયાએ પણ મોદીને ઝટકો આપ્યો છે. વારંવાર સાઉદી અરેબિયાની મુલાકાત લવા છતાં તેણે પાકિસ્તાનન સાથે આપ્યો છે. એટલું જ નહીં પાકિસ્તાન અને સાઉદીએ એવા કરાર કર્યા છે કે ભારતની મુશ્કેલી વધી શકે છે.
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે કરાર થયો છે કે કોઈપણ તેમના એક પર હુમલો કરે છે તો તે બંને દેશો પર ગણાશે. ભારત પાકિસ્તાન પર હુમલો કરે છે તો તે સાઉદી અરેબિયા પર પણ ગણાશે. તેનો બંને જવાબ આપશે. જેથી ભારત માટે આ તણાવપૂર્ણ અને ચિંતા વધારનાર કરાર છે. જો ભારત પાકિસ્તાન સામે આંતકવાદ વિરુધ્ધ કાર્યવાહી કરે છે તો તેમાં સાઉદી શું જવાબ આપશે. તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી.
દાવો છે કે આ કરાર બંને દેશોની પોતાની સુરક્ષા વધારવા અને પ્રદેશ અને વિશ્વમાં સુરક્ષા અને શાંતિ પ્રાપ્ત કરવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગના પાસાઓ વિકસાવવા અને કોઈપણ આક્રમણ સામે સંયુક્ત પ્રતિરોધકતાને મજબૂત બનાવવાનો છે.
પાકિસ્તાની વડા પ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ દેશ સામે કોઈપણ હુમલાને બંને દેશો સામે આક્રમણ ગણવામાં આવશે.
જીઓ ન્યૂઝના અહેવાલ મુજબ, ‘વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરાર’ પર વડા પ્રધાન શાહબાઝ શરીફની રિયાધની રાજ્ય મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સ્વાગત ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાને અલ-યામામાહ પેલેસ ખાતે કર્યું હતું.
હસ્તાક્ષર સમારોહ પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે, લગભગ આઠ દાયકા સુધી ચાલેલી ભાગીદારી અને ભાઈચારાના બંધનો, ઇસ્લામિક એકતા અને સહિયારા વ્યૂહાત્મક હિતોના આધારે, બંને પક્ષોએ વ્યૂહાત્મક પરસ્પર સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા.
બંને દેશના કરારનો વિષ્લેષણ કરી જવાબ આપવો જોઈએ. કારણ કે આ કરાર ભારત માટે ચિંતાજનક છે.
જુઓ આ જ મુદ્દે વીડિયો
આ પણ વાંચો:
‘બસ ચોરી કરવાનું બંધ કરો વડાપ્રધાન’, એક સભામાં 1 હજાર બસ રોકતાં લોકોને મુશ્કેલી | Modi | Gujarat
PM Modi: ભાવનગર આવતાં પહેલા જોઈ લેજો આ વીડિયો!, પહેલાના વચનો ભૂલી ના જતા!
PM Modi in bhavnagar: મોદીએ ભાવનગરવાસીઓ સાથે કર્યો અન્યાય, પૂર્વ ભાજપ ધારાસભ્યએ ખોલી પોલ
ભાવનગરને લટકતું ગાજર દેખાડતાં મોદી કલ્પસર, ધોલેરા સ્માર્ટ સીટી મુદ્દે કોઈ નિર્ણય લેશે? | PM Modi










