
Imran Khan Killed in Jail:પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની જેલમાં હત્યા કરાવી નાખવામાં આવી હોવાના બલુચિસ્તાન વિદેશ મંત્રાલયે કરેલા દાવાથી ખળભળાટ મચી ગયો છે.
બલુચિસ્તાનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની હત્યા થઈ હોવાનો મોટો દાવો કર્યો છે.
બલુચિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ગુપ્તચર એજન્સીઓ અને અસીમ મુનીરના ષડયંત્ર હેઠળ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.
જોકે,હત્યા મામલે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી બીજી તરફ ઇમરાન ખાનની બહેનો અને તેના પરિવારજનોને જેલમાં ઈમરાન ખાનને મળવા ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે. જેના કારણે હત્યાની આશંકા વધુ પ્રબળ બની છે.
પાકિસ્તાનની અદિયાલાજેલની અંદર ઇમરાન ખાનની હત્યા કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન લાંબા સમયથી જેલમાં કેદ હતા.પોસ્ટમાં મીડિયા આઉટલેટનો હવાલો આપીને લખ્યુ છે કે, તેમની હત્યા ગુપ્તચર એજન્સીઓ અને અસીમ મુનીરના ષડયંત્ર હેઠળ કરવમાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સાથેજ અફઘાનિસ્તાન ટાઇમ્સે પણ પાકિસ્તાનના સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે, PTI ચેરમેન ઇમરાન ખાનની જેલમાં હત્યા કરી દેવામાં આવી છે અને મૃતદેહને પણ જેલમાંથી હટાવી દેવામાં આવ્યો છે.આ વાતથી ઇમરાન ખાનનો પરિવાર પણ પરેશાન છે,અને જેલ બહાર પ્રદર્શનો કરી રહયો છે.ઈમરાન ખાનની ત્રણેય બહેનો 21 દિવસથી અદિયાલા જેલ બહાર ઇમરાનને મળવા માટે બેચેન છે. પરંતુ તેમને જેલમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવાયો છે.
ઇમરાન ખાનની બહેનોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઇન્સ્પેક્ટર જનરલને ફરિયાદ કરી છે. આ પછી ઇમરાન ખાનના હજારો સમર્થકો જેલની બહાર એકઠા થયા હતા. દરમિયાન તેમની બહેનો પણ અદિયાલા જેલની બહાર વિરોધ પ્રદર્શન કરી રહી છે.
મહત્વનું છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડીની અદિયાલા જેલમાં કેદ છે. અલ-કાદિર ટ્રસ્ટ સંબંધિત કથિત ભ્રષ્ટાચારના કેસમાં રાષ્ટ્રીય જવાબદારી બ્યુરો દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં તેમના પર તેમની પત્ની બુશરા બીબી સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ છે.
ઈમરાન ખાન પર ટ્રસ્ટના નામે રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ મલિક રિયાઝ હુસૈન પાસેથી 60 એકર જમીન દાન તરીકે સ્વીકારવાનો આરોપ હતો, જેના પરિણામે રાજ્યને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.
જાન્યુઆરી 2025માં કોર્ટે ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારી હતી, જ્યારે તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની સજા ફટકારી હતી.ઈમરાન ખાનની હત્યા થઈ હોવાની વાતો વચ્ચે કોર્ટની પરવાનગી હોવા છતાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાનને તેની ત્રણ બહેનો અને વકીલોને મળવા નથી દેતા.
તેમની બહેનો તેમને છેલ્લે મળી હતી તેના ત્રણ અઠવાડિયા વીતી ગયા છે. બહેનોનો આરોપ છે કે ઈમરાન ખાનનું ઠેકાણું અને તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ ઓફિશિયલ જાણકારી નથી. ઈમરાનની બહેન નૌરીને અદિયાલા જેલની બહાર પ્રદર્શનકારીઓ પર ‘ક્રૂર હુમલા’ અંગે પંજાબ પ્રાંતના IGને ઔપચારિક ફરિયાદ આપી છે.આમ,ઈમરાન ખાનની હત્યા થયાના દાવા થઈ રહયા છે.
પીટીઆઈના સમર્થકોનું કહેવું છે કે, જો ઈમરાન ખાન સ્વસ્થ છે તો તેમની બહેનોને કેમ તેમની સાથે મળવા નથી દેતા. જ્યારે ઈમરાન ખાન સાથે મુલાકાતનો આદેશ કોર્ટે આપ્યો છે. એક અહેવાલ પ્રમાણે કોર્ટમાંથી નીકળતી વખતે ઈમરાન ખાનની બહેન અલીમા ખાનને કસ્ટડીમાં લેવામાં આવી હતી.
બીજી તરફ આજે 26 નવેમ્બર 2025ના રોજ સમગ્ર પાકિસ્તાનમાં પીટીઆઈના કાર્યકરોએ ‘બ્લેક ડે’ મનાવ્યો હતો. આ દિવસ 26 નવેમ્બર, 2024ના રોજ થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોની પ્રથમ વર્ષગાંઠ તરીકે મનાવ્યો છે.
આ દિવસે ઈમરાન ખાનની મુક્તિ અને રાજકીય ન્યાયની માગમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા.
PTIએ દેશભરમાં જિલ્લા સ્તરીય પ્રદર્શનો, રેલીઓ અને સભાઓનું આયોજન કર્યું હતું.
દરમિયાન, ઈમરાન ખાનનું જેલમાં શુ થયું તે અંગે કોઈ વાત બહાર નહી આવતા સસ્પેન્સ ઊભું થયુ છે અને હત્યા થઈ હોવાની વાત ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો:
Rupee Hits Record Low Against Dollar: ભારતના ઇતિહાસમાં પ્રથમવાર રૂપિયો આટલો નબળો પડયો:મોંઘવારી વધશે





