Pawan Kalyan Sena Galam: આંધ્રના ૩૫% યુવા મતદારોને રીઝવવા જન સેના મેદાને!

  • India
  • June 1, 2026
  • 0 Comments

Pawan Kalyan Sena Galam: દિલ્હી અને તમિલનાડુના રાજકીય ભૂકંપથી આંધ્રપ્રદેશના શાસકો પણ ફફડી ઉઠ્યા છે. તમિલનાડુમાં અભિનેતામાંથી નેતા બનેલા સી. જોસેફ વિજયની ભવ્ય ચૂંટણી જીત અને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનારી ૩૦ વર્ષીય અભિજીત દીપકેની ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના લોકપ્રિય ઉભરાથી પ્રેરિત થઈને જન સેના પાર્ટી (JSP) એ એક મોટો પેંતરો રચ્યો છે. જન સેનાના અધ્યક્ષ અને આંધ્રના નાયબ મુખ્યમંત્રી કે. પવન કલ્યાણે સ્થાપિત રાજકીય પરંપરાઓને પડકારવા અને નવી પેઢી એટલે કે ‘Gen Z’ ના યુવાનોને પોતાની તરફ ખેંચવા માટે ‘સેના ગાલમ’ નામની એક વિશેષ સમિતિ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે.

જૂની રાજનીતિના વિસર્જનનો દાવો

હૈદરાબાદ સ્થિત જન સેના મુખ્યાલયમાં વરિષ્ઠ નેતાઓની કલાકો સુધી ચાલેલી મેરેથોન બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. પાર્ટીએ તેની સત્તાવાર પ્રેસ વિજ્ઞપ્તિમાં સ્વીકાર્યું છે કે હવે જૂની, ઘસાઈ ગયેલી અને અપ્રસ્તુત થઈ ચૂકેલી રાજકીય પરંપરાઓનો સંપૂર્ણ બુરિયા વાળવાનો સમય આવી ગયો છે. પ્રગતિશીલ વિચારો સાથે આગળ વધવાનો દાવો કરતા પાર્ટી નેતાઓએ જણાવ્યું કે, આ નવી સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સૌહાર્દ વધારવાનો, દંભી રાજનીતિ બંધ કરવાનો અને બંધારણીય મૂલ્યોના નામે થતા નાટકો સામે અવાજ ઉઠાવવાનો છે. ખાસ કરીને એવા યુવાનો જે વર્તમાન વ્યવસ્થાથી કંટાળી ચૂક્યા છે, તેમના હકોની વાત આ પ્લેટફોર્મ પર કરાશે.

સમિતિની સ્થાપના પાછળ શાસક વર્ગનો એ ડર છુપાયેલો છે કે આજનો યુવાન હવે આંધળો ભક્ત રહેવા તૈયાર નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ડિજિટલ ક્રાંતિ એ વાતની સાક્ષી છે કે દેશના યુવાનો આર્થિક અનિશ્ચિતતા, બેરોજગારી અને જાહેર સંસ્થાઓના સરકારીકરણથી ભારે આક્રોશમાં છે. પ્રવર્તમાન રાજકીય માળખું તેમના જીવનને બહેતર બનાવવાને બદલે માત્ર ઉદ્યોગપતિઓ અને શાસકોની સેવામાં લાગેલું હોવાથી યુવાનોનો ભરોસો તૂટી ગયો છે. જો કે ‘સેના ગાલમ’ નું આખું માળખું હજુ જાહેર કરાયું નથી, પણ દાવો એવો છે કે તે શાસક વર્ગની મૂડીવાદી માનસિકતા” ને નકારીને જમીની વાસ્તવિકતા પર કામ કરશે.

વિજયની જીતથી પવન કલ્યાણને ‘ઈર્ષ્યા’

આંધ્રપ્રદેશમાં આ રાજકીય હલચલ પાડોશી રાજ્ય તમિલનાડુમાં થયેલા સત્તા પરિવર્તનના કારણે થઈ છે. ત્યાં અભિનેતા વિજયની ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) એ પોતાના સહયોગીઓ સાથે સીધી સરકાર બનાવી લીધી છે. રાજકીય વિશ્લેષકો પવન કલ્યાણની સરખામણી વિજય સાથે કરવા લાગ્યા હતા, જેનાથી અકળાયેલા કલ્યાણે આડકતરો પ્રહાર કરતા કહ્યું કે તેમની પાર્ટી ૧૫ વર્ષથી સંઘર્ષ કરે છે. તેમણે મજાકિયા અને કટાક્ષભર્યા અંદાજમાં સ્વીકાર્યું કે તેમને વિજયની આ આસાન જીતથી “થોડી ઈર્ષ્યા” પણ છે.

કટઆઉટ અને હોલોગ્રામની રાજનીતિ પર પ્રહાર

તમિલનાડુમાં નવી સરકાર બન્યા બાદ આંધ્રના એક સાર્વજનિક કાર્યક્રમમાં પવન કલ્યાણે સિસ્ટમ પર કટાક્ષ કરતા કહ્યું કે, “વિજયની પાર્ટીએ માત્ર કટઆઉટ, હોલોગ્રામ અને સોશિયલ મીડિયાના જોરે મોટી જીત મેળવી લીધી, જ્યારે મારે જમીન પર આધાર બનાવવા ૧૫ વર્ષ સુધી રસ્તાઓની ધૂળ ફાંટવી પડી છે.” જો કે, તેમણે TVK ની સફળતાના બહાને સ્થાપિત રાજકીય પક્ષોને ચેતવણી આપતા ઉમેર્યું કે, જનતા હવે પરંપરાગત નેતાઓથી કંટાળી ગઈ છે અને પોતે જ રાજકીય દ્રશ્ય બદલવા માટે કટિબદ્ધ છે. આંધ્રપ્રદેશમાં ૧૫ થી ૩૪ વર્ષના યુવાનોની વસ્તી કુલ વસ્તીના ૩૫ ટકાથી વધુ છે, જેને સત્તાધારીઓ નજરઅંદાજ કરી શકે તેમ નથી.

જ્ઞાતિવાદી રાજનીતિના ઓથા હેઠળ લૂંટ

વિપક્ષી દળ વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP) ના નેતાઓ પર આકરા પ્રહારો કરતા પવન કલ્યાણે આરોપ લગાવ્યો કે, સ્થાપિત નેતાઓ જનતાને જ્ઞાતિ, ધર્મ અને સમુદાયના નામે લડાવીને સામાજિક તણાવ પેદા કરી રહ્યા છે જેથી સત્તા સુખ ભોગવી શકાય. ઉલ્લેખનીય છે કે, YSRCP દ્વારા અવારનવાર તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને જન સેના (JSP) ના સહયોગી ગણાતા કમ્મા અને કાપુ સમુદાયના મંત્રીઓ પર અંગત અને અપમાનજનક ટિપ્પણીઓ થતી રહી છે. પવન કલ્યાણે કહ્યું કે આજનો સજાગ યુવાન આવી ગંદી અને વિભાજનકારી રાજનીતિના સખત વિરોધમાં છે અને વ્યક્તિગત ભૂલો માટે આખા સામાજિક જૂથને બદનામ કરવાનો ખેલ હવે બંધ થવો જોઈએ.

આ પણ વાંચો: 

Education Ministry Office Fire: પેપર લીક અને ડેટા બ્રીચના પુરાવા સળગાવવાનો ખેલ? CBSE મહાકૌભાંડ વચ્ચે જ શિક્ષણ મંત્રાલયની ઓફિસમાં લાગી રહસ્યમય આગ! – thegujaratreport.com

APMC Cotton Price Exploitation: ગુજરાતની APMC માં ચાલતી ‘કડદા પ્રથા’નો પર્દાફાશ – thegujaratreport.com

Crony Capitalism India: નિયામકો લાચાર, મીડિયા ગુલામ અને સંસદ મૌન; પ્રજાસત્તાકના નામે દેશમાં ચાલી રહી છે કોર્પોરેટ સરમુખત્યારશાહી! – thegujaratreport.com

Related Posts

International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ
  • September 8, 2026

International Literacy Day 2026: શિક્ષણને વ્યક્તિના વિકાસથી લઈને સમગ્ર સમાજની પ્રગતિ સુધીનો મહત્વપૂર્ણ આધાર માનવામાં આવે છે. શિક્ષણ માત્ર વાંચવા-લખવાની ક્ષમતા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે વ્યક્તિને યોગ્ય રીતે વિચારવા,…

Continue reading
Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?
  • September 8, 2026

Nationwide Student Protest: છેલ્લા બે મહિનામાં દેશની અનેક યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શનની ઘટનાઓ સામે આવી છે. દિલ્હીના જંતર-મંતરથી લઈને BHU, JNU, જામિયા મિલિયા ઇસ્લામિયા, દિલ્હી યુનિવર્સિટી, IIT…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ

  • September 8, 2026
  • 2 views
International Literacy Day 2026: ભારતમાં કેટલા લોકો ભણેલા છે? જાણો દેશ અને દુનિયાની સાક્ષરતાની સંપૂર્ણ સ્થિતિ

Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?

  • September 8, 2026
  • 3 views
Nationwide Student Protest: દેશની યુનિવર્સિટીઓમાં સતત વિરોધ પ્રદર્શન, શું આ એક મોટા વિદ્યાર્થી આંદોલનની શરૂઆત છે?

VHP Muslims Garba Ban Maharashtra: મહારાષ્ટ્રમાં ગરબા-ડાંડિયામાં મુસ્લિમોના પ્રવેશને લઈને વિવાદ, VHPની અપીલ સામે વિપક્ષનો વિરોધ

  • September 8, 2026
  • 7 views
VHP Muslims Garba Ban Maharashtra: મહારાષ્ટ્રમાં ગરબા-ડાંડિયામાં મુસ્લિમોના પ્રવેશને લઈને વિવાદ, VHPની અપીલ સામે વિપક્ષનો વિરોધ

Samik Bhattacharya: બંગાળ BJP અધ્યક્ષ સામિક ભટ્ટાચાર્યના નિવેદનથી વિવાદ, વિરોધ પક્ષોએ લગાવ્યો વિભાજનની રાજનીતિનો આરોપ

  • September 8, 2026
  • 8 views
Samik Bhattacharya: બંગાળ BJP અધ્યક્ષ સામિક ભટ્ટાચાર્યના નિવેદનથી વિવાદ, વિરોધ પક્ષોએ લગાવ્યો વિભાજનની રાજનીતિનો આરોપ

Rameshwar Sharma: ‘કાજી કેમ્પ પર મિસાઇલ પાડી દો’ નિવેદનથી રાજકીય ઘમાસાણ, કોંગ્રેસે કાર્યવાહીની માંગ કરી

  • September 8, 2026
  • 12 views
Rameshwar Sharma: ‘કાજી કેમ્પ પર મિસાઇલ પાડી દો’ નિવેદનથી રાજકીય ઘમાસાણ, કોંગ્રેસે કાર્યવાહીની માંગ કરી

Satya Niketan Building Collapse: દિલ્હી PG દુર્ઘટનામાં 7નાં મોત બાદ રાજકીય ઘમાસાણ, રાહુલે સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલ

  • September 8, 2026
  • 6 views
Satya Niketan Building Collapse: દિલ્હી PG દુર્ઘટનામાં 7નાં મોત બાદ રાજકીય ઘમાસાણ, રાહુલે સરકારની કામગીરી પર ઉઠાવ્યા સવાલ