
Pawan Singh wife :લોકપ્રિય ભોજપુરી અભિનેતા પવન સિંહની પત્ની જ્યોતિસિંહ હજુ તો ગયા મહિના સુધી સોશિયલ મીડિયા પર તેમની “લોકપ્રિયતા”ને કારણે ચર્ચામાં હતા તેઓ “રાઇઝ એન્ડ ફોલ” ની પહેલી સીઝનમાં મહેમાન તરીકે દેખાયા હતા અને શોની ટીઆરપી બિગ બોસને પણ પાછળ છોડી દે તેમાં કોઈ શંકા નથી અને પવન સિંહની લોકપ્રિયતા એટલી છે કે તે જ્યાં પણ જાય છે, તે ચર્ચાનો વિષય બને છે પણ હવે આ દિવસોમાં તેમની ચર્ચા તેમના પત્નીને કારણે વિવાદોમાં છે અને સોશિયલ મીડિયા પર પવન સિંહ અને તેમના પત્ની સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડમાં છે, “ધ બિહાર” નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જે 5 ઓક્ટોબરનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં, પવન સિંહની પત્ની, જ્યોતિ સિંહ, ખૂબજ રડતી જોવા મળે છે. તેણીનો દાવો છે કે પવન સિંહે તેનું જીવન બરબાદ કરી દીધું.
જાણો શું છે આખો મામલો?
પવન સિંહે 2018માં જ્યોતિસિંહ સાથે બીજા લગ્ન કર્યા છે તે પહેલાં, તેમની પત્નીએ અજ્ઞાત કારણોસર આત્મહત્યા કરી હતી.આ તેમનું બીજું લગ્ન છે અને માનવામાં આવતું હતું કે તેઓ હંમેશા સુખેથી જીવશે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના સંબંધો બગડ્યા છે, અને તેનું મૂળ કારણ હજુ સુધી અજ્ઞાત છે. તાજેતરમાં, પવન સિંહની પત્ની, જ્યોતિ સિંહ, તેમને તેમના લખનૌના ઘરે મળવા ગઈ હતી, જ્યાં તેઓ હાજર નહોતા. જોકે, તેમને પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ રડી પડ્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
पवन सिंह की पत्नी ज्योति सिंह रोती रही, लेकिन पावर स्टार को घंटा फर्क नहीं पड़ा। pic.twitter.com/5rOQQf7KPm
— The Bihar (@thebiharoffice) October 5, 2025
છૂટાછેડા માટે કરી હતી અરજી
તે વીડિયોમાં, તે પવન સિંહ પર હિંસા, છેતરપિંડી અને ઉપેક્ષાનો આરોપ લગાવતી જોવા મળી રહી છે.એવું કહેવાય છે કે 2022 માં, તેણીએ માનસિક ત્રાસનો હવાલો આપીને છૂટાછેડા માટે અરજી કરી હતી, જેની સુનાવણી આ મહિનાની 8મી તારીખે થવાની છે. જ્યારે જ્યોતિ સિંહ પૂર્વ સૂચના વિના લખનૌમાં પવન સિંહને શોધવા ગઈ, ત્યારે પોલીસને તેમની અણધારી મુલાકાત માટે બોલાવવામાં આવી. જ્યોતિ સિંહે એવો પણ આરોપ લગાવ્યો છે કે પવન સિંહે તેણીને ગર્ભપાત કરાવવા માટે દબાણ કર્યું અને માનસિક ત્રાસ આપ્યો. જોકે, પવન સિંહ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભવિષ્યમાં આ મામલો વધુ વકરશે.
સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા
મહત્વનું છે પવન સિંહ ભોજપુરી ફિલ્મ ઉદ્યોગમાં એક અગ્રણી અભિનેતા છે, અને તેમના ચાહકો તેમની સાથે જોડાયેલી દરેક વાર્તામાં રસ ધરાવે છે તેથી તેઓમાં મત પ્રવર્તી રહ્યો છે કે પવન સિંહે આ બાબતે બોલવું જોઈએ અને તેમના ચાહકોમાં કોઈપણ ગેરસમજ ટાળવી જોઈએ. જોકે,પવનસિંહ કોઈ ખુલાસો કરી રહયા નથી ત્યારે આ મામલો સોશ્યલ મીડિયામાં ભારે ગાજયો છે અને યુઝર્સમાં મિશ્ર પ્રતિક્રિયા ઉઠી રહી છે જેમાં કેટલાક તેમના પત્નીના સમર્થનમાં પણ આવી રહયા છે.
આ પણ વાંચો:
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત, કેટલા તબક્કામાં, ક્યારે થશે મતદાન?
પત્રકારો ભ્રષ્ટ થવા પાછળ આખરે જવાબદાર કોણ?| Journalism | Corruption Part – 2
UP: 75 વર્ષિય સંગરુ રામના લગ્ન પછી થયેલા મોત અંગે મોટો ખૂલાસો, કારણ જાણી ચોકી જશો!










