Congress MLA: SC-ST વર્ગની બાળકીઓ ઉપર રેપ કરવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે! MLA ફૂલ સિંહ બરૈયાનું નિવેદન

  • India
  • January 18, 2026
  • 0 Comments

Congress MLA: મધ્યપ્રદેશના દતિયા જિલ્લાની ભાંડર બેઠકના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળો મચી ગયો છે તેઓએ કહ્યુ હતું કે ધર્મગ્રંથોમાં લખ્યું છે કે “જો કોઈ તીર્થયાત્રા કરી શકતો ન હોય તો તે જો દલિત કે આદિવાસી વર્ગની મહિલા અથવા બાળકી ઉપર બળાત્કાર કરેતો તેને તીર્થયાત્રા કર્યા જેટલું ફળ પ્રાપ્ત થાય છે!”

બરૈયાનું કહેવું છે કે ભારતમાં આજ કારણથી સૌથી વધુ બળાત્કાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મોસ્ટ ઓબીસી વર્ગની મહિલાઓ યુવતીઓ કે બાળકીઓ સાથે થાય છે.

બળાત્કારની થિયરી એ છે કે કોઈ અતિ સુંદર છોકરી જો દેખાઈ તો માણસનું મગજ વિચલિત થઈ શકે છે અને બળાત્કાર થઈ શકે છે પણ SC-ST વર્ગ એટલે કે આદિવાસીઓ,એસસી, ઓબીસીમાં મહિલાઓ સુંદર દેખાતી હોતી નથી? છતાં કેમ વધુ બળાત્કાર થાય છે ? તેનું કારણ એ છે કે તેમના ધર્મગ્રંથોમાં આવા નિર્દેશો આપવામાં આવ્યા છે કે આ વર્ગની બાળકીઓ અથવા મહિલાઓ પર બળાત્કાર કરવાથી તીર્થયાત્રા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

બરૈયાને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું આ હિંદુ ધર્મગ્રંથોમાં લખેલું છે? તો તેઓ કહે છે કે હવે તેઓ હિંદુ છે કે નહીં, તેના પર મારે કંઈ કહેવું નથી, પરંતુ મારો કહેવાનો અર્થ એ છે કે ધર્મગ્રંથોમાં લખેલું છે કે (બરૈયા કેટલાક જાતિસૂચક નામોનો ઉલ્લેખ કરે છે) આ જાતિઓ સાથે સહવાસ કરવાથી આ તીર્થનું ફળ મળશે. બરૈયાએ આ વાતો સોશિયલ મીડિયા પર આપેલા ઇન્ટરવ્યુમાં કહી છે.બરૈયા જણાવે છે કે જે લોકો તીર્થ કરવા ન જઈ શકતા હોય તેવા માટે આ વિકલ્પ આપવામાં આવ્યો છે કે આ વર્ગોની યુવતી,બાળકીને ઘરબેઠા પકડીને સહવાસ કરી દો તો તીર્થયાત્રા કર્યાનું ફળ મળી જશે.

તેમણે તર્ક રજૂ કરતા ઉમેર્યુ કે, “4 વર્ષની બાળકી પર બળાત્કાર કેમ થાય છે? કારણ કે ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે અમુક જાતિની મહિલાઓ કે બાળકીઓ સાથે સંબંધ બાંધવાથી તીર્થયાત્રાનું ફળ મળે છે આ અંધશ્રદ્ધા રાખીને પુણ્ય કમાવવાના ચક્કરમાં SC, ST અને OBC સમાજની સ્ત્રીઓ અને બાળકીઓ પર રેપ વધુ થાય છે”

મધ્યપ્રદેશના દતિયા જિલ્લાની ભાંડર બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ફૂલ સિંહ બરૈયાના આ નિવેદનથી રાજકારણ ગરમાયુ છે અને વિરોધ શરૂ થયો છે,આ નિવેદન બાદ ઈન્દોર એરપોર્ટ પર મીડિયાએ તેમને કરેલા સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “હું મારા નિવેદન માટે માફી નહીં માંગું. હું મહિલાઓનું સન્માન કરું છું.” તેમણે કહ્યુંકે કોંગ્રેસ પાર્ટીને તેમના આ વ્યક્તિગત વિચાર સાથે કોઈ લેવાદેવા નથી.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
  • September 15, 2026

IPS Bushra Bano Transfer: પશ્ચિમ બંગાળમાં 2021 બેચની IPS અધિકારી બુશરા બાનોની બદલીને લઈને રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યા બાદ…

Continue reading
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
  • September 15, 2026

Bihar Flood and Drought: બિહાર આ વર્ષે કુદરતી આફતના એક અનોખા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી તબાહી મચાવી રહ્યા છે, જ્યારે તે જ સમયે અન્ય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 4 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 5 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 5 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 8 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 9 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 6 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય