
Corona Free Vaccine Scam Allegations: રાજ્યસભા સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ નેતા સાકેત ગોખલેએ મોદી સરકાર પર કોવિડ-19 રસીકરણ અભિયાન અને PM-CARES ફંડને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિસ્ફોટક પોસ્ટમાં ગોખલેએ સરકાર દ્વારા “મફત” ગણાવવામાં આવેલી કોવિડ-19 રસીઓને એક “કૌભાંડ” ગણાવ્યું છે. તેમણે દાવો કર્યો છે કે આ રસીઓ માટે સરકારે વિદેશી બેંકો પાસેથી ₹26,460 કરોડનું દેવું લીધું હતું, જેનો બોજ હવે ભારતીય જનતા પર પડી રહ્યો છે. આ ઉપરાંત, PM-CARES ફંડની ગુપ્તતા અને તેના ઉપયોગ પર પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે, જેને તેમણે “મોદીનું ખાનગી ગુપ્ત ભંડોળ” ગણાવ્યું છે.
વિદેશી દેવાનો આરોપ અને આર્થિક બોજ
Shocking: How Modi’s “free” Covid vaccines were NOT free
During the COVID-19 pandemic, Modi Govt & BJP claimed how they provided “free Covid vaccines” to people and, as always, called it a “gift from Modi”.
What’s the reality?
Modi Govt borrowed AT LEAST $3 billion from… pic.twitter.com/7amqGc4gKy
— Saket Gokhale MP (@SaketGokhale) September 19, 2025
સાકેત ગોખલેની X પોસ્ટમાં લખતાં આરોપ લગાવ્યો છે કે મોદી સરકારે કોવિડ-19 રસીઓ ખરીદવા માટે વિદેશી બેંકો પાસેથી ઓછામાં ઓછા 3 બિલિયન ડોલર (આશરે ₹26,460 કરોડ)ની લોન લીધી હતી. આ ઉપરાંત, કોવિડ સંકટનો સામનો કરવા માટે સરકારે કુલ 7.25 બિલિયન ડોલર (આશરે ₹64,000 કરોડ)નું વિદેશી દેવું ઉઠાવ્યું હતું. આ રકમની ચુકવણી હવે ભારતીય નાગરિકોને તેમના ટેક્ષ દ્વારા કરવી પડી રહી છે. ગોખલેનો સવાલ છે કે, જો આટલું મોટું દેવું લેવું પડ્યું હોય, તો સરકારે રસીઓને “મફત” ગણાવીને લોકોને ગેરમાર્ગે કેવી રીતે દોર્યા? તેમણે આને “આર્થિક લૂંટ” ગણાવીને સરકારની નીતિઓ પર પ્રહાર કર્યો છે.
PM-CARES ફંડની રહસ્યમય ગુપ્તતા
કોવિડ-19 રોગચાળા દરમિયાન 2020માં રચાયેલું PM-CARES ફંડ પણ ગોખલેના નિશાના પર છે. તેમણે આરોપ લગાવ્યો કે આ ફંડમાં હજારો કરોડ રૂપિયાનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું, પરંતુ તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. સરકારે PM-CARES ફંડને “ખાનગી ભંડોળ” ગણાવ્યું છે, જોકે તે રાષ્ટ્રીય પ્રતીક અને સરકારી વેબસાઈટનું સરનામું (pmcares.gov.in) વાપરે છે. ગોખલેનો દાવો છે કે આ ફંડનો ઉપયોગ અને ખર્ચની વિગતોને ગુપ્ત રાખવામાં આવી છે, જેના કારણે તેની પારદર્શિતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. તેમણે આ ફંડને “વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વ્યક્તિગત ગુપ્ત ભંડોળ” ગણાવીને તેની સંપૂર્ણ તપાસની માંગ કરી છે.
‘PM-CARES ફંડનો હિસાબ આપવામાં સરકારની નિષ્ફળતા’
ગોખલેનો મુખ્ય આરોપ છે કે મોદી સરકારે કોવિડ-19 રસીઓને “મફત” ગણાવીને લોકોની લાગણીઓ સાથે ખેલ કર્યો છે. તેમણે પૂછ્યું છે કે, જો રસીઓ માટે ₹26,460 કરોડનું વિદેશી દેવું લેવું પડ્યું હોય PM કેરનો શું અર્થ?, રસી માટે કેરમાંથી નાણા ખર્ચ્યા હોય તો લોન લેવાની કેમ જરુરુ પડી? આ ઉપરાંત, PM-CARES ફંડમાં એકત્ર થયેલા હજારો કરોડ રૂપિયાનો હિસાબ આપવામાં સરકારની નિષ્ફળતા પણ તેમણે ઉજાગર કરી છે. ગોખલેનો દાવો છે કે આ ફંડનો ઉપયોગ કદાચ રાજકીય લાભ મેળવવા માટે કરવામાં આવ્યો હોઈ શકે, જેને તેમણે “કોવિડનો બહાના” તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ આરોપોએ દેશના રાજકીય વાતાવરણમાં ખળભળાટ મચાવી દીધો છે. ગોખલેના આ નવા આરોપોએ આ મુદ્દાને ફરીથી ચર્ચામાં લાવી દીધો છે.
આ પણ વાંચો:
‘બસ ચોરી કરવાનું બંધ કરો વડાપ્રધાન’, એક સભામાં 1 હજાર બસ રોકતાં લોકોને મુશ્કેલી | Modi | Gujarat
PM Modi: ભાવનગર આવતાં પહેલા જોઈ લેજો આ વીડિયો!, પહેલાના વચનો ભૂલી ના જતા!
PM Modi in bhavnagar: મોદીએ ભાવનગરવાસીઓ સાથે કર્યો અન્યાય, પૂર્વ ભાજપ ધારાસભ્યએ ખોલી પોલ
ભાવનગરને લટકતું ગાજર દેખાડતાં મોદી કલ્પસર, ધોલેરા સ્માર્ટ સીટી મુદ્દે કોઈ નિર્ણય લેશે? | PM Modi








