CM તરીકે આતંકવાદ મુદ્દે કેન્દ્ર સરકારને બૂમો પાડી સવાલ પુછનાર PM મોદી હવે જવાબ આપશે?

  • India
  • November 12, 2025
  • 0 Comments
  • PM મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે ફેંકેલા ઝૂમલા તેમનેજ ઘેરી રહ્યા છે! વિડીયો વાયરલ! “આતંકી ઘટનાઓ હવે રોકી બતાવો!!”

PM MODI VIRAL VIDEO | દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટથી ફરી એકવાર રાજધાની સુરક્ષિત નહિ હોવાનું સપાટી ઉપર આવ્યું છે અને સુરક્ષા એજન્સીઓની પોલ ખુલી ગઈ છે.

દેશમાં આતંકી ઘટનાઓ અટકવાનુ નામ લેતી નથી ત્યારે સરકાર અને એજન્સીઓ સામે અનેક સવાલો ઉઠ્યા છે કે વિસ્ફોટક પદાર્થ વાહનમાં ભરીને દેશની રાજધાની સુધી આતંકીઓ આવી જાય ત્યાં સુધી ગુપ્તચર એજન્સી શુ કરતી હતી આ સવાલ હવે લોકો વર્તમાન ભાજપ સરકારને કરી રહયા છે.

 દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ PM મોદીનો જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જેમાં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા,ત્યારે તેઓ સતત કોંગ્રેસ સરકાર ઉપર પ્રહારો કરતા હતા અને દેશની સુરક્ષા મામલે જાહેર ભાષણો દરમિયાન સવાલો ઉઠાવી કહેતા હતા કે આતંકવાદીઓ, નક્સલવાદીઓ પાસે શસ્ત્રો અને દારૂગોળો ક્યાંથી આવે છે? શસ્ત્રો વિદેશથી ભારતમાં કેવી રીતે આવે છે અને આતંકીઓ કઈ રીતે ભારતમાં ઘૂસે છે?

તેઓ વિદેશથી ભારતમાં ઘુસી આવે છે ત્યાં સુધી સરકાર શુ કરે છે?જ્યારે સેના અને સરહદો સંપૂર્ણપણે સરકારના નિયંત્રણ હેઠળમાં છે ત્યારે સરકાર શુ કરે છે? તેમણે તે વખતે કહ્યું હતું કે આતંકીઓને નાણાંકીય ભંડોળ કોણ પૂરું પાડી રહ્યુ છે?વિદેશથી હવાલા થઈ રહયા છે ત્યારે સરકારના હાથમાં મની ટ્રાજેક્શન નો કારોબાર છે, આરબીઆઇના હાથમાં છે,બેંકો મારફતે બધું થઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન એટલું પણ ધ્યાન નથી રાખી શકતા?

વિદેશથી ફંડ આતંકીઓ સુધી પહોંચે છે તે કેમ રોકી શકતા નથી?

આમ,ગુજરાતમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ કોંગ્રેસ ઉપર કરેલા પ્રહારો અને સવાલોનો જૂનો વિડીયો વાયરલ થયો છે અને લોકો હવે નરેન્દ્ર મોદીને સવાલ કરી રહયા છે કે હવેતો તમારા હાથમાં દેશનું સુકાન છે અને દેશના વડાપ્રધાન તમે છો તો પણ કેમ આતંકવાદી હુમલા થઈ રહયા છે,વિદેશથી કેવી રીતે આતંકીઓ ફંડ મેળવી રહયા છે?તમારા હાથમાં સેના,આરબીઆઇ સહિત બધુંજ હોવાછતાં કેમ નિયંત્રણ કરી શકતા નથી તેવા સવાલો ઉઠાવી મોદીજીને તેમના જુના વચનો અને સવાલો યાદ કરાવી રહયા છે.

આજે, જ્યારે તેઓ વડા પ્રધાન બન્યા છે, ત્યારે સમાન ઘટનાઓ વારંવાર બની રહી છે, અને તેઓ પોતાને ગોળી મારવામાં વ્યસ્ત છે.

(વિડીયો લિન્ક) 

https://x.com/i/status/1988242672293954040

આ પણ વાંચો:

 

Related Posts

Imran Khan India Exit Notice: ઇમરાન ખાનને 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ, મુંબઈમાં SIR વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા બાદ કાર્યવાહી
  • October 15, 2026

Imran Khan India Exit Notice: બોલિવૂડ અભિનેતા અને આમિર ખાનના ભાણેજ ઇમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઑક્ટોબર 2026 સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ સામે આવ્યા છે. મુખ્ય ચૂંટણી…

Continue reading
નાગરિકતા નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું નથી, SIR પર સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર કરવો જોઈએ – Justice Abhay Oka
  • October 15, 2026

Justice Abhay Oka: સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અભય એસ. ઓકાએ મતદાર યાદીઓની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) અંગે મહત્ત્વપૂર્ણ કાનૂની સવાલો ઉઠાવ્યા છે. તેમણે મે 2026માં સુપ્રીમ કોર્ટ દ્વારા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Imran Khan India Exit Notice: ઇમરાન ખાનને 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ, મુંબઈમાં SIR વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા બાદ કાર્યવાહી

  • October 15, 2026
  • 3 views
Imran Khan India Exit Notice: ઇમરાન ખાનને 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ, મુંબઈમાં SIR વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા બાદ કાર્યવાહી

નાગરિકતા નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું નથી, SIR પર સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર કરવો જોઈએ – Justice Abhay Oka

  • October 15, 2026
  • 4 views
નાગરિકતા નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું નથી, SIR પર સુપ્રીમ કોર્ટે પુનર્વિચાર કરવો જોઈએ – Justice Abhay Oka

Rahul Gandhi Police Brutality: ‘પોલીસની બર્બરતાના વીડિયો સાચવી રાખો’, રાહુલ ગાંધીની ચેતવણી, મોદીથી પોલીસકર્મીઓ સુધી જવાબદારીની માગ

  • October 15, 2026
  • 5 views
Rahul Gandhi Police Brutality: ‘પોલીસની બર્બરતાના વીડિયો સાચવી રાખો’, રાહુલ ગાંધીની ચેતવણી, મોદીથી પોલીસકર્મીઓ સુધી જવાબદારીની માગ

Delhi SIR Form 6 Controversy: દિલ્હી SIRમાં 47.56 લાખ મતદારોનાં નામ કમી, ફોર્મ-6ના વિવાદ પર સુપ્રીમ કોર્ટ 28 ઑક્ટોબરે કરશે સુનાવણી

  • October 15, 2026
  • 6 views
Delhi SIR Form 6 Controversy: દિલ્હી SIRમાં 47.56 લાખ મતદારોનાં નામ કમી, ફોર્મ-6ના વિવાદ પર સુપ્રીમ કોર્ટ 28 ઑક્ટોબરે કરશે સુનાવણી

Jantar Mantar Protest: જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનો ચાલુ, ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ વચ્ચે અનેકની અટકાયત

  • October 15, 2026
  • 7 views
Jantar Mantar Protest: જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનો ચાલુ, ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ વચ્ચે અનેકની અટકાયત

SC Sringeri Vote Counting Video: શૃંગેરી મતગણતરીનો વીડિયો ગુમ થવા પર સુપ્રીમ કોર્ટ નારાજ, ચૂંટણી પંચને આપી પ્રતિકૂળ નિષ્કર્ષની ચેતવણી

  • October 15, 2026
  • 9 views
SC Sringeri Vote Counting Video: શૃંગેરી મતગણતરીનો વીડિયો ગુમ થવા પર સુપ્રીમ કોર્ટ નારાજ, ચૂંટણી પંચને આપી પ્રતિકૂળ નિષ્કર્ષની ચેતવણી