
PM Modi: કેન્દ્રમાં જ્યારે મનમોહન સિંહ સરકાર હતી ત્યારે ગુજરાતના સીએમ નરેન્દ્ર મોદી જે જે વાતો કરતા હતા તે હવે તેઓને જ સવાલ કરી રહી છે તેઓના જુના ભાષણો એ વાતની યાદ અપાવી રહયા છે આવું જ કંઈક સૈનિકો માટે છે ત્યારે હાલ તેઓના કાર્યકાળ વખતથી ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકોની માંગણીઓ આજે પણ પુરી થઈ નથી.
ગુજરાતના આશરે ૫૦,૦૦૦ થી વધુ માજી સૈનિકો લાંબા સમયથી જમીન, નોકરી અને પેન્શન જેવા ન્યાયિક હકો માટે સંઘર્ષ કરી રહ્યા છે, ૨૦૦૬થી ખેતીલાયક જમીન મળવાની બંધ થતાં અને આશ્વાસનો છતાં પણ માંગણીઓ પૂરી ન થતાં, સૈનિકો નારાજ થઈ આંદોલન કરી રહ્યા છે. તેઓ તેમની ૧૪ મુખ્ય માંગણીઓ પૂરી કરવા સરકારને અપીલ કરી રહ્યા છે,
આ સિવાય સરકારી નોકરીઓમાં માજી સૈનિકો માટે અનામતનો ચુસ્ત અમલ,પેન્શન અને અન્ય સુવિધાઓ, માજી સૈનિકો અને તેમના પરિવારો માટે બેંકિંગ, તબીબી અને પેન્શન સંબંધિત યોગ્ય નિકાલ, વગરે પણ છે જોકે, સરકારે કેટલીક માંગણીઓ સ્વીકારી હોવા છતાં, ઘણી મહત્વપૂર્ણ માંગણીઓ હજુ બાકી છે ત્યારે માજી સૈનિકોનો આક્રોશ એ વાતનો છે કે દેશ સેવા કર્યા બાદ તેમને ગુજરાતમાં પોતાના હક મેળવવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિસ્તુત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








