
PM Modi: કુકી અને મેઈતેઈ જાતિઓ વચ્ચે હિંસામાં ઘેરાયેલા મણિપુરમાં 13 સપ્ટેમ્બરે પીએમ પહોચ્યા હતા ત્યારે મોદીની મણિપુરની મુલાકાત દરમિયાન, ભારે વરસાદી વાતાવરણ પણ હતું જો કે, આ વરસાદી વાતાવરણમાં પણ મોદીનું સ્વાગત ન રોકાયું. આવા વરસાદી વાતાવરણમાં પણ શનિવારે ધોધમાર વરસાદમાં વિદ્યાર્થીઓને ભીંજાતા ઊભા રાખીને મોદીનું સ્વાગત કરાયું આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો તેનું ખુબ ટીકા કરી રહ્યા છે. લોકો તેને બાળ શોષણ કહી રહ્યા છે અને આ મામલે માનવ અધિકારને અવાજ ઉઠાવવા માટે આહ્વાન કરી રહ્યા છે.
બાળકોને વરસાદમાં ભીંજવીને સ્વાગત કરતા લોકોમાં રોષ
સોશિયલ મીડિયા પર રવિન્દર કપૂર નામના યુઝરે આ ઘટનાને ‘બાળ શોષણ’ ગણાવી, માનવ અધિકાર જૂથોને અવાજ ઉઠાવવા હાકલ કરી. તેમણે લખ્યું કે, અરે ભાઈ, આ તો નવું નાટક છે! એક તરફ શિક્ષણની વાતો, બીજી તરફ બાળકોને વરસાદમાં ભીંજવીને ‘સ્વાગત સમારોહ’ની ફિલ્મી ડ્રામેબાજી!
બાળકોના સ્વાસ્થ્યનું શું?
આ ઘટનામાં વિદ્યાર્થીઓને ઠંડીમાં ભીંજાતા ઊભા રાખવામાં આવ્યા, જેથી ‘બેશરમ વ્યક્તિ’ નું વાજતે ગાજતે સ્વાગત થાય. આ બાળકોના સ્વાસ્થ્ય અને અધિકારોનું શું? કોઈએ વિચાર્યું? વરસાદમાં ભીંજાવું, બીમાર પડું, પણ નેતાજીનું ઈગો મસાજ થાય, બસ! આ તો શિક્ષણની આડમાં શક્તિ પ્રદર્શનનો ખેલ છે.
Students were made to stand in the pouring rain on a Saturday just to forcibly welcome a shameless @narendramodi.
This is nothing short of child exploitation.
Human rights groups must take note and speak up pic.twitter.com/KoLdWjsXuL
— Ravinder Kapur. (@RavinderKapur2) September 14, 2025
માનવ અધિકાર જૂથો હજુ ચૂપ
માનવ અધિકાર જૂથો હજુ ચૂપ છે, પણ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટ્યો છે. કેટલાકે તો આને ‘વીઆઈપી કલ્ચર’ની હદ ગણાવી. શું આપણે બાળકોને આવા તમાશાઓ માટે જ શાળાએ મોકલીએ છીએ? નેતાઓના સ્વાગત માટે બાળકોને પ્યાદા બનાવવાનું બંધ થવું જોઈએ. આ ઘટના એક સવાલ ઉભો કરે છે શું આપણી સિસ્ટમ બાળકોના હિતને પ્રાથમિકતા આપે છે, કે નેતાઓના ઈગોને? જવાબ તો સૌ જાણે છે, પણ બોલશે કોણ?
બાળકોનો રાજકારણમાં ઉપયોગ
એક યુઝર્સે કહ્યું કે, એકદમ શરમજનક. બાળકોને વર્ગખંડો મળવા જોઈએ, ફોટા પાડવા માટે વરસાદમાં પરેડ ન કરાવવી જોઈએ. સગીરોનો રાજકીય સહાયક તરીકે ઉપયોગ કરવો એ તેમના અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, છતાં આ શાસન ‘સ્વાગત’ ના નામે શોષણને સામાન્ય બનાવે છે.
સરકાર દ્વારા બાળકોના અધિકારોનું ઉલ્લંઘન
વિદ્યાર્થીઓની સંમતિ વિના તેમને આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકવામાં આવ્યા તે અત્યંત નિંદનીય છે. કોઈપણ સરકાર બાળકોના અધિકારોના ઉલ્લંઘનને સહન કરી શકે નહીં. માનવ અધિકાર સંગઠનોએ આ સામે અવાજ ઉઠાવવો જોઈએ. આ માણસનો અહંકાર, ઘમંડ અને અસંવેદનશીલતા આશ્ચર્યજનક છે. અને હું તેને ખૂબ જ હળવાશથી કહી રહ્યો છું.
આ પણ વાંચો:
PM MODI DREAM: હીરાબાએ સપનામાં મોદીને કહ્યું “બિહારમાં મારા નામે નૌટંકી કરી રહ્યો છે”
Ahmedabad: અમદાવાદ મહિલાઓ માટે નહીં ગુનેગારો માટે “સેફ ઝોન”, પોલીસે ફરિયાદ ન લેતા મહિલાઓ વિફરી







