
પોરબંદરના કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ થયું છે. કોસ્ટગાર્ડના એર એન્કલવ પર હેલિકોપ્ટર ક્રેશ થતાં 3 લોકોના મોત થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. હેલિકોપ્ટર ક્રેશ થતાં ભયંકર વિસ્ફોટ થયો હતો.
હેલિકોપ્ટરમાં આગ લાગતાં ઓલવવાની કામગીરી હાથ ધરાઈ તી. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર 3 લોકોના મોતનાં સમાચાર મળી રહ્યા છે. ઘટનાને પગલે સુરક્ષા એજન્સીમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર ભારતીય કોસ્ટ ગાર્ડ ALH ધ્રુવ આજે ગુજરાતના પોરબંદરમાં નિયમિત તાલીમ દરમિયાન લગભગ 12ઃ30 વાગ્યે ક્રેશ થયું હતુ.