
Prem Chopra health: અભિનેતા ધર્મેન્દ્ર બાદ હવે ફિલ્મ અભિનેતા પ્રેમ ચોપરા વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ અભિનેતાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે.હિન્દી સિનેમાના પીઢ અભિનેતા પ્રેમ ચોપરાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 90 વર્ષીય અભિનેતાને હૃદય સંબંધિત સમસ્યાને કારણે દાખલ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
જોકે, હાલમાં તેઓ ખતરાની બહાર છે અને બે થી ત્રણ દિવસમાં તેમને રજા આપવામાં આવશે.અહેવાલો અનુસાર, સોમવારે પ્રેમ ચોપરાની તબિયત અચાનક બગડી જતાં તેમને મુંબઈના બાંદ્રા સ્થિત લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રેમ ચોપરાના જમાઈ અને અભિનેતા વિકાસ ભલ્લાએ મીડિયાને સ્વાસ્થ્ય અંગે વાત કરતા કહ્યું હતું કે “સાવચેતીના પગલા લઈ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.હાલ તેમની તબિયત સારી છે અને થોડા દિવસોમાં તેમને રજા પણ આપવામાં આવશે.આ બધું ઉંમર સંબંધિત છે અને એક કુદરતી છે જેનું રૂટિન ચેકઅપ કરવા લવાયા છે.એક્ટરના બન્ને જમાઈ વિકાસ ભલ્લા અને શરમન જોશીએ મીડિયાને જણાવ્યું કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો






