
Iran War Updates: ઈરાન- ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે આખી દુનિયાને નડવાનું છે તેનું કારણ છે ઊર્જા ક્ષેત્ર ખતમ કરવાના થઈ થઈ રહેલા પ્રયાસો.
ઈરાન વોર દરમિયાન અત્યાર સુધી માત્ર સૈન્ય ઠેકાણાઓ પૂરતા હુમલા થતા હતા પણ હવે એકબીજાને નબળા પાડવા માટે આવકના મુખ્ય સ્ત્રોત ગણાતા ઊર્જા ક્ષેત્રના ઠેકાણા પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર(Energy Infrastructure) પર હુમલા થવા લાગ્યા છે. ઈરાને પોતાના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર થયેલા ઈઝરાયલી હુમલાનો બદલો લેવા માટે કતારના ‘રાસ લફાન ઈન્ડસ્ટ્રીયલ સિટી’ પર હુમલો કરી હાહાકાર મચાવી દીધો છે જેનાથી હવે ભારતને પણ મોટી અસર થવાની છે.
ઇઝરાયલે કરેલી એર સ્ટ્રાઈકમાં ઈરાનના ઇન્ટેલિજન્સ (ગુપ્તચર) મંત્રી ઇસ્માઈલ ખાતિબનું મોત થઈ ગયુ છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાનએ તેની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે આ ઘટનાને ‘કાયરતાપૂર્ણ હત્યા’ ગણાવી છે પજશકિયાનએ જણાવ્યું કે આ હુમલો ઈરાનના ટોચના નેતૃત્વને નિશાન બનાવવાના ષડયંત્રનો એક ભાગ છે. આ પહેલા ઇઝરાયલે ઈરાનના સુરક્ષા અધિકારી અલી લારીજાની અને બસીજ કમાન્ડર ગુલામરેઝા સુલતાનીને નિશાન બનાવ્યા હતા, જેમાં બંને અધિકારીઓના મોત થયા હતા.
આ દરમિયાન, ઇઝરાયલે ઈરાનના ઉર્જા મથકો પર પણ મોટો હુમલો કર્યો છે. ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઇઝરાયલે દક્ષિણ ઈરાનમાં સાઉથ પાર્સ ગેસ ફીલ્ડ અને અસાલુયેહ શહેરની ઓઈલ-ગેસ સુવિધાઓ પર એરસ્ટ્રાઈક કરી છે.
ઈરાનની નેશનલ ઈરાની ગેસ કંપની (NIGC) ના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાનમાં સ્થિત સાઉથ પાર્સ ગેસ પ્રોજેક્ટ પર થયેલા હુમલામાં કેટલીક રિફાઈનિંગ યુનિટ્સને નુકસાન થયું છે, કંપનીએ જણાવ્યું કે તેમની ટીમો ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિને સંભાળી રહી છે. સ્થિતિને ધીમે-ધીમે સામાન્ય કરવામાં આવી રહી છે.
તેમણે એમ પણ કહ્યું કે અત્યારે ગેસ ઉત્પાદન સંપૂર્ણ સુરક્ષા સાથે ચાલુ છે અને દેશનું ગેસ નેટવર્ક સંપૂર્ણપણે સ્થિર છે, સાથે જ, સાઉથ પાર્સમાં લાગેલી આગ ઓલવી દેવામાં આવી છે અને હવે ઉપકરણોને ઠંડા કરવાની કામગીરી (cooling process) ચાલી રહી છે.
તેના જવાબમાં ઈરાને ખાડી દેશોમાં મોટા હુમલાની ચેતવણી આપી છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ લોકોને સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કતારના મુખ્ય ઓઈલ અને ગેસના ઠેકાણાઓથી દૂર રહેવા માટે કહ્યું છે.
આ ચેતવણી આપ્યા બાદ ઇરાને કતારના લિક્વિફાઇડ નેચરલ ગેસ(LNG) પ્લાન્ટમાં હુમલા કરતા પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી કતાર એનર્જીએ તેનું ઉત્પાદન હાલ પૂરતું રોકી દેવાની ફરજ પડી છે. ઈરાને માત્ર કતાર જ નહીં, પરંતુ સાઉદી અરેબિયા અને યુએઈને પણ ચેતવણી આપી છે કે જો તેઓ અમેરિકા-ઈઝરાયલને સાથ આપશે તો તેમના તેલ અને ગેસના ભંડારો પર પણ આવા જ હુમલા કરશે.
કતાર ગેસ ભંડાર ઉપર ઈરાની હુમલાને કારણે હવે ભારતની ચિંતા વધી છે કારણકે ભારત કતાર પાસેથી મોટો ગેસ પુરવઠો ખરીદે છે.
ભારત દર વર્ષે અંદાજે 27 મિલિયન ટન LNG આયાત કરે છે, જે પૈકીનો 12થી 13 મિલિયન ટન ગેસ માત્ર કતારથી આવે છે. કતારના ગેસ હબ પર થયેલા આ હુમલાને કારણે વૈશ્વિક બજારમાં ગેસની કિંમતોમાં મોટો ઉછાળો આવવાની ભીતિ સર્જાઈ છે. જો કતારથી આવતો ગેસ મોંઘો થશે અથવા તેનો સપ્લાય ખોરવાશે, તો ભારતમાં ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરમાં પણ મોટો વધારો થઈ શકે છે.હોર્મુઝ સ્ટ્રેટ’માં પણ ભારતીય જહાજો ફસાયેલા છે ત્યારે હવે કતાર ગેસ હબ
ઉપરનો હુમલો ભારત માટે ચિંતાના સમાચાર છે.
■ ઈરાન આકરા પાણીએ કહ્યું”હવે જોતા રહો અમે દુશ્મનોના ઓઈલ-ગેસ મથકો રાખમાં ફેરવી દઈશુ!”
ઈરાનના ગેસ હબ ઉપર ઈઝરાયેલે હુમલો કર્યા ઈરાન બરાબરનું ગુસ્સે ભરાયું છે અને હવે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના ખાત્મ અલ-અનબિયા હેડક્વાર્ટરના પ્રવક્તાએ જણાવ્યું છે કે જે દેશોએ ઈરાનના ઓઈલ અને ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કર્યો છે, તેમના ઉર્જા મથકોને ટૂંક સમયમાં જ ‘રાખમાં ફેરવી દેવામાં આવશે.’
સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, IRGC એ કહ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલને આ કાર્યવાહીની કિંમત ચૂકવવી પડશે આ ચેતવણી બાદ ઇરાને કતારના ગેસ હબ ઉપર હુમલો કરી તેનો જવાબ આપ્યો છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!







