
Rahul Gandhi attack on BJP : મહારાષ્ટ્રના સતારાના ફલટન વિસ્તારમાં યુવા મહિલા ડોક્ટરની આત્મહત્યા અંગે રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ઘટના સરકારના અમાનવીય સ્વભાવને ઉજાગર કરે છે.
મહારાષ્ટ્રના સતારામાં એક યુવા મહિલા ડોક્ટરની આત્મહત્યાએ વિવાદ જગાવ્યો છે.આત્મહત્યા પહેલા ડોક્ટરે વરિષ્ઠ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને પોલીસ અધિકારી પોતાના ઉપર બળાત્કાર કરતો હતો મકાન માલિકનો પુત્ર હેરેસમેન્ટ કરતો હતો અને એક સાંસદ પણ ખોટા સર્ટી ફિકેટ બનાવવા દબાણ કરતા હતા જેની સબંધિત વિભાગોમાં આ યુવા મહિલા ડોકટરે અનેક રજૂઆતો કરી પણ પહોંચ ધરાવતા અધિકારી અને નેતાઓને કઈ નહિ થતાં અને ઉલ્ટાનું વધારે હેરાન કરવાનું શરૂ કરતાં આખરે આ ડોકટર યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં આરોપી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે આત્મસમર્પણ કરી દીધું છે.લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ અંગે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીએ રવિવાર (26 ઓક્ટોબર, 2025) ના રોજ X પર પોસ્ટ કરીને કહ્યું કે મહારાષ્ટ્રના સતારામાં એક મહિલા ડૉક્ટરની ઉત્પીડન અને બળાત્કાર બાદ આત્મહત્યા એક એવી દુર્ઘટના છે જે કોઈપણ સભ્ય સમાજના અંતરાત્માને હચમચાવી નાખે છે. તેમણે લખ્યું કે એક આશાસ્પદ ડૉક્ટર, જે બીજાઓના દુઃખને દૂર કરવાની ઇચ્છા રાખતા હતા પણ તેઓ સિસ્ટમમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ગુનેગારોના જુલમનો ભોગ બન્યા.
લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું કે ગુનેગારોથી જનતાનું રક્ષણ કરવાની જેઓને જવાબદારી સોંપવામાં આવી હતી તેણેજ આ નિર્દોષ યુવા ડોક્ટર મહિલાને મદદ કરવાને બદલે તેના પર બળાત્કાર અને શોષણ કરી અક્ષ્યમ્ય ગૂનો કર્યો છે એટલુંજ નહિ પણ ભાજપ સાથે સંકળાયેલા કેટલાક પ્રભાવશાળી નેતાએ તેના પર ભ્રષ્ટાચાર માટે દબાણ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આ સત્તા દ્વારા સુરક્ષિત ગુનાહિત વિચારધારાનું સૌથી ઘૃણાસ્પદ ઉદાહરણ છે,આ આત્મહત્યા નહી પરંતુ હત્યા છે.સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું, “જ્યારે સત્તા ગુનેગારોને રક્ષણ આપે છે, ત્યારે આપણે કોની પાસેથી ન્યાયની અપેક્ષા રાખી શકીએ?
મહિલા ડૉક્ટરની આત્મહત્યા ભાજપ સરકારના અમાનવીય અને નિર્દય સ્વભાવને ઉજાગર કરે છે.ન્યાયની આ લડાઈમાં અમે પીડિત પરિવાર સાથે મજબૂતીથી ઉભા છીએ,ભારતની દરેક દીકરીને હવે ડરની નહીં, ન્યાયની જરૂર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક મૂળ બીડ જિલ્લાની રહેવાસી હતી અને છેલ્લા કેટલાક મહિનાથી ફટલનની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહી હતી. આત્મહત્યા કરનાર યુવા લેડી ડોક્ટર છેલ્લા કેટલાક મહિનાઓથી પોલીસ અને આરોગ્ય વિભાગ વચ્ચેના વિવાદમાં તેણી સામે વિભાગીય તપાસ શરૂ થઈ હતી જોકે,પોતાને હેરાન કરવામાં આવી રહી હોવાની અનેક રજૂઆતો છતાં કોઈએ સાંભળ્યું નહિ હોવાનો મૃતકે આરોપ લગાવ્યો છે તેણીની સુસાઇડ નોટમાં, મૃતકે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બડને તેની ઉપર ચાર વખત બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો.સુસાઇડ નોટમાં બીજું નામ પ્રશાંત બાંકરનું છે,જે મૃતકના મકાનમાલિકનો પુત્ર છે, જે પણ ટોર્ચર કરી માનસિક-શારિરીક શોષણ કરવાનો આરોપ છે જેની પણ ધરપકડ કરવામાં આવી છે.એક સાંસદ અને તેના બે સહયોગી દ્વારા ફર્જી મેડિકલ ફિટનેસ સર્ટીફીકેટ બનાવવા દબાણ કરતા તેણીએ ઇન્કાર કરતા મામલો વધુ બગડ્યો હતો.
આમ,પોલીસ,નેતા અને તંત્ર બધાજ મળી તેને હેરાન કરવા લાગતા તેણે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા દેશભરમાં ભારે હોબાળો મચી ગયો છે.
આ પણ વાંચો:
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?








