
વિદેશમાં EVM સાથે ચેડાં થવાની લઈ શંકાઓ ઘેરી થઈ છે. અમેરિકન લોકોનું માનવું છે કે EVMમાં ચેડા થઈ શકે છે. તેવામાં હવે રાહુલ ગાંધી(Rahul Gandhi) એ અમેરિકાની ધરતી પર જઈ મહાષ્ટ્રની ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે વર્ષ 2024માં મહારાષ્ટ્રમાં થયેલી ચૂંટણી અંગે આકરી ટીકા કરી છે. બીજી બાજુ રાહુલના ભાષણથી ભાજપના અંધભક્તો પણ ચીડાઈ રહ્યા છે. તેઓ કંઈને કંઈ અતિશયોક્તિભર્યા નિવેદનો આપી તેમની કરતૂતો છૂપાવવાનો પ્રયાસ કરે છે.
રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (2024)ના મુદ્દે ભારતની ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર છેડા થયા હોવાનો આરોપ લગાવ્યો છે. રાહુલે કહ્યું હતુ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સાંજે 5:30 વાગ્યા બાદ 65 લાખ મતો બે કલાકમાં પડ્યા હતા. તો આ કેવી રીતે શક્ય બની શકે? જેથી રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. જોકે રાહુલ ગાંધી અમેરિકામાં કેમ મહાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો તેના કેટલાંક કારણો છે.
રાહુલ ગાંધીએ અમેરિકામાં આ મુદ્દો ઉઠાવીને આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ભારતની ચૂંટણી પ્રક્રિયા તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે. બ્રાઉન યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સમુદાય સાથે સંવાદ એ એક રણનીતિસભર પગલું છે. જેનાથી તેમના આરોપો વૈશ્વિક મીડિયા અને લોકશાહીના મુદ્દાઓ પર ચર્ચા કરતા વિચારકો સુધી પહોંચે. આનાથી ભારત સરકાર અને ચૂંટણી પંચ પર દબાણ વધે છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકશાહીની પારદર્શિતા પર સવાલો ઉઠે છે.
જો રાહુલ ગાંધી શું વિદેશમાં આવા મુદ્દા ઉઠાવશે તો ચૂંટણીમાં પાર્દર્શિતા આવશે ખરી, તેઓ બંધારણ સાથે લઈને ફરી રહ્યા છે શું આ રીતે લોકશાહી બચશે ખરી? તેવા સવાલો થઈ રહ્યા છે.
ભાજપે રાહુલ ગાંધીને અમેરાકમાં ભાષણ કરવા બદલ શું કહ્યું?
ભાજપે રાહુલ ગાંધીના આ નિવેદનોનો તીવ્ર વિરોધ કર્યો અને તેમને “દેશવિરોધી” ગણાવ્યા. ભાજપના નેતાઓએ દાવો કર્યો કે આવા આરોપો વિદેશમાં ઉઠાવીને રાહુલ ભારતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. આનાથી રાહુલના નિવેદનોને વધુ પ્રસિદ્ધિ મળી, જે તેમની રણનીતિનો ભાગ હોઈ શકે. ભાજપની આક્રમક પ્રતિક્રિયાએ આ મુદ્દાને ભારતમાં પણ ચર્ચાનો વિષય બનાવ્યો, જેનાથી કોંગ્રેસને રાજકીય લાભ મળવાની શક્યતા છે.
ત્યારે જુઓ આખરે ભારતની લોકશાહી કેવી રીતે બચશે?
આ પણ વાંચોઃ
શું વાહનોમાંથી સંભળાશે વાંસળીના સૂર, ઢોલના ધબકાર?, સંગીતપ્રેમી Nitin Gadkari એ શું કહ્યું?
Amreli plane crash: અમેરલીમાં વિમાન ક્રેશ, પાયલટનું મોત
Ahmedabad: VS હોસ્પિટલના ડોક્ટરોએ માનવતા ભૂલી ક્લિનિકલ ટ્રાયલ કર્યા, 3નાં મોત, જાણો સમગ્ર કૌભાંડ!
DAHOD: સોલાર પ્લાન્ટમાં આગ, 400 કરોડના નુકસાનનો અંદાજ, આગ લાગવાનું શું છે કારણ?
Gold Price: સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 1 લાખ રૂપિયાને પાર, અમદાવાદમાં કેટલો?