
Rahul Gandhi News: બિહારમાં મહાગઠબંધનની મત અધિકાર યાત્રાની રેલી દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર મતચોરી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો . આ દરમિયાનરાહુલ ગાંધીએ મોદી માટે “તુ-તડક” શબ્દો વાપર્યો હોવાથી ભાજપના સમર્થકો તેમને ભાષા વિશે સલાહ આપી રહ્યા છે.
રાહુલ ગાંધીને ભાજપના સંસ્કારી નેતાઓની સલાહ
હાલમાં રાહુલ ગાંધીએ મોદી માટે તુ તડક ભાષાનો ઉપયોગ કરવાને લઈને ભાજપ નેતાઓ રાહુલ ગાંધીને સલાહ આપી રહ્યા છે. અને કહી રહ્યા છે કે, રાહુલ ગાંધી વડાપ્રધાન અને બંધારણીય પદો પર બેઠેલા લોકો માટે અપશબ્દોનો ઉપયોગ કરીને શબ્દોની મર્યાદાને ઓળંગી રહ્યા છે.&
BJP supporters are lecturing Rahul Gandhi about language because he used “Tu-Tadak” for Modi
Let’s check the language of most “sanskari” party leaders 🔥😂
Open thread 🧵 and share maximum pic.twitter.com/FkPML2dD8m
— Amock_ (@Amockx2022) August 28, 2025
nbsp;
રાહુલ ગાંધીએ તૂ- તડક ભાષા વાપરતા ભાજપના નેતાઓને પેટમાં દુખ્યું
આ મામલે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ ભાટીએ એક પત્રકાર પરિષદને સંબોધતા આ મામલે રાહુલ ગાંધીને ટીકા કરતા તેમણે રાહુલ ગાંધીને કહ્યું હતુ કે, રાહુલ ગાંધી તૂ- તડક પર ઉતરી આવ્યા છે. રાહુલે તેમના જીવનમાં ક્યારેય કંઈ સારું કર્યું નથી અને ખોટી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. તુ તડક રાહુલ ગાંધીની ડીએનએમાં છે બિહાર અને ભારતના લોકો તેનાથી ઘણા દુખી છે તેવું તેમનું કહેવું છે.
રાહુલ ગાંધીના સમર્થકોએ પણ ભાજપ નેતાઓને અરીસો દેખાડ્યો
ભાજપ નેતાઓ જ્યારે રાહુલ ગાંધીને સલાહ આપી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીના સમર્થકોએ પણ ભાજપ નેતાઓને અરીસો દેખાડી દીધો છે કે, ભાજપના નેતાઓ કેટલા સંસ્કારી છે અને તેઓ કેવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાં નરેન્દ્ર મોદીથી લઈને અનેક કેન્દ્રિય મંત્રીઓ અને નેતાઓનો સમાવેશ થાય છે.
સોશિયલ મીડિયામાં લોકોએ આપી આ પ્રતિક્રિયા
ટ્વિટરમાં અમોક નામના યુઝર્સે લખ્યું, લોકો કહી રહ્યા છે કે, રાહુલ ગાંધીએ મોદી માટે “તૂ-તડક” શબ્દ વાપર્યો હોવાથી ભાજપના સમર્થકો તેમને ભાષા વિશે ભાષણ આપી રહ્યા છે. ચાલો મોટાભાગના “સંસ્કારી” પક્ષના નેતાઓની ભાષા ચકાસીએ… રમેશ બિઢૂરી, એનુરાગ ઠાકુર, ના ફોટા શરે કર્યા છે. અને તેમમે ભાજપ નેતાઓના પાછલા વિવાદાસ્પદ ભાષણો જેમ કે રમેશ બિઢૂરીના “ક*તુઆ” અથવા એનુરાગ ઠાકુરના “ગોલી મારો” નારા નો ઉલ્લેખ કરીને પ્રતિક્રિયા આપી છે.
ભાજપના કહેવાતા સંસ્કારી નેતાઓ રાહુલની ભાષા પર આક્ષેપ કરે છે, જ્યારે તેમના પોતાના નેતાઓની ભાષા પર ચૂપ રહે છે. આ ટ્વિટ પર લોકો ભાજપના નેતાઓના વિડિયો શરે કરી રહ્યા છે અને આ ભાજપના નેતાઓએ કેવી ભાષાનો ઉપયોગ કર્યો હતો તે બતાવી રહ્યા છે.
પીએમ મોદીની ભાષાના વિવાદો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભાષા અને નિવેદનો પર વિવાદ થયા છે, જેમાં રાજકીય વિરોધીઓ અને સમાજના કેટલાક વર્ગો દ્વારા તેમની ટીકા કરવામાં આવી છે. નીચે કેટલાક ઉદાહરણો આપેલા છે:
“શવ વાહિની” ટિપ્પણી
ગુજરાતના CM હોવા દરમિયાન, મોદીએ કહ્યું હતું કે “કોંગ્રેસની સરકાર શવ વાહિની જેવી બની ગઈ છે,” જેનો અર્થ હતો કે તે નિષ્ક્રિય અને મૃત છે. મોદીના આ નિવેદનને કોંગ્રેસ અને અન્ય વિરોધીઓએ અપમાનજનક અને અસંવેદનશીલ ગણાવ્યું હતું.
Congress Ki Vidhwa for Sonia Gandhi 👏👏
This is the actual language loved by RW pic.twitter.com/Qm6HkNbb0Z
— Amock_ (@Amockx2022) August 28, 2025
જમ્મુ-કાશ્મીરની માતાઓ દીકરીઓ પર નિવેદન
2017 માં લોકસભા ભાષણ આપતા મોદીએ કહ્યું કે જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો જમ્મુ-કાશ્મીરની માતાઓએ પોતાની દીકરીઓને બોર્ડર પર લઈ જવી જોઈએ. આ નિવેદનને લઈને વિરોધીઓએ તેને મહિલાઓના સન્માન સાથે રમવાનું અને યુદ્ધવાદી ભાષા તરીકે ટીકા કરી. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું.ભાજપે તેને રાષ્ટ્રવાદનો ભાગ ગણાવ્યો, પરંતુ વિવાદ ચાલ્યો.
Modi was making fun of Rahul Gandhi in Parliament and mimicking him
But but…RG’s upbringing 😂😂😂pic.twitter.com/LFZTde11vm
— Amock_ (@Amockx2022) August 28, 2025
લોકસભામાં રાહુલ ગાંધીની મીમિક્રિ
મોદીએ લોકસભામાં રાહુલ ગાંધીની ભાષણ શૈલીની મજાક ઉડાવી અને તેમની નકલ કરી, જેમાં હાવભાવ અને શબ્દોનો ઉપયોગ થયો.કોંગ્રેસે આને પીએમની નીચ ભાષા ગણાવી અને વિપક્ષે વાકઆઉટ કર્યો હતો. ભાજપે તેને હાસ્ય તરીકે રજૂ કર્યું, પરંતુ વિરોધીઓએ તેમની ભાષાને અનુપયુક્ત ગણાવી.
50 કરોડની ગર્લફ્રેન્ડ વાળા મંત્રી શશી થરૂર: મોદી
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કેન્દ્રીય મંત્રી શશી થરૂરના અંગત જીવન પર કટાક્ષ કર્યો. થરૂરને કેન્દ્રીય મંત્રીમંડળમાં પુનઃસ્થાપિત કર્યાના એક દિવસ પછી, મોદીએ કહ્યું કે તેમની પત્ની એક સમયે ’50 કરોડ રૂપિયાની ગર્લફ્રેન્ડ’ હતી.એક ચૂંટણી રેલીમાં તેમણે થરૂરની પત્ની સુનંદા પુષ્કર પર આડકતરી રીતે હુમલો કર્યો અને કહ્યું, ‘વાહ, શું ગર્લફ્રેન્ડ છે! શું તમે ક્યારેય 50 કરોડ રૂપિયાની ગર્લફ્રેન્ડ જોઈ છે?’
“Shashi Tharoor has 50 cr girlfriend”
Absolute gem of a language ❤️❤️pic.twitter.com/bP8FhMsPhx
— Amock_ (@Amockx2022) August 28, 2025
2025 માં રાહુલ ગાંધી પર ટિપ્પણી
રાહુલ ગાંધીના “તુ-તડાક” નિવેદન પર પ્રતિક્રિયા આપતા, મોદીએ લોકસભામાં રાહુલની ભાષા પર પ્રશ્ન ઉઠાવ્યો અને તેમની ઉદભવચ્છેદની ટીકા કરી . કોંગ્રેસે આને બંધારણીય પદના દુરુપયોગ તરીકે દર્શાવ્યું, અને X પર સમર્થકોએ મોદીની ભૂતકાળની ભાષાનો ઉલ્લેખ કરીને પ્રતિક્રિયા આપી.
ભાજપ અન્ય નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો
રમેશ બિઢૂરી
વર્ષ 2019 લોકસભામાં, બિઢૂરીએ વિરોધી નેતા અસદુદ્દીન ઓવૈસી માટે “કતુઆ” અને “મલ્લા” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો. આ નિવેદનને સંસદીય નૈતિકતા અને સાંપ્રદાયિક ભાષા તરીકે ટીકા કરવામાં આવી, અને ભાજપે તેમને સસ્પેન્ડ કર્યા. પરિણામે તેમને માફી માંગવામાં આવી, પરંતુ વિવાદ લાંબો ચાલ્યો.
Ramesh Bidhuri using K*tua, M*lla in Parliament is right but RaGa should learn manners 😂
Next joke pic.twitter.com/Lc4vmyx3Gz
— Amock_ (@Amockx2022) August 28, 2025
અનુરાગ ઠાકુર
2020 માં દિલ્હી ચૂંટણી પ્રચાર દરમિયાન, અનુરાગ ઠાકુરે “ગોલી મારો સ*લોને” નો નારો લગાવ્યો.આ નિવેદનને હિંસક અને અસંવેદનશીલ ગણાવવામાં આવ્યું, અને ચૂંટણી પંચે તેમને નોટિસ આપી.ભાજપે તેમનું નિરીક્ષણ કર્યું, પરંતુ તેમને ફરીથી મંત્રીપદ મળ્યું.
“Goli maaro s@@lo ko” 🤦♂️
Did you see RW calling Anurag Thakur on this? pic.twitter.com/frVH9OABsJ
— Amock_ (@Amockx2022) August 28, 2025
ગિરિરાજ સિંહ
2019માં મમતા બેનર્જીની સાથે કિમ જોંગ ઉનની તુલના, અને 2023માં “જેઓ ભારત માતાને નમન ન કરે તેમને ભગાડી દો” જેવા નિવેદનો.આ નિવેદનોને સાંપ્રદાયિક અને અપમાનજનક ગણાવવામાં આવ્યા, અને વિરોધીઓએ તેમની ટીકા કરી.ભાજપે કેટલીક વખત તેમને ચેતવણી આપી, પરંતુ તેમની ભાષા પર નિયંત્રણ રાખવાની માંગ ચાલુ રહી.
આમ મોદી અને ભાજપ નેતાઓની ભાષા વારંવાર રાજકીય ટીકા, રાષ્ટ્રવાદ, અને સાંપ્રદાયિક મુદ્દાઓને આધારે વિવાદમાં આવી છે. પરંતુ ભાજપના નેતાઓ તેમની પાર્ટીના નેતાઓની ગમે તેટલી ખરાબ ભાષા હોય તેનો વિરોધ નથી કરતા અને જ્યારે વિપક્ષ માત્ર તુ તડાક કરે તો પણ હોબાળો મચાવે છે.
આ પણ વાંચો:
UP News: ઝાડ પરથી થયો પૈસાનો વરસાદ! લોકો રુ. 500 રૂપિયાની નોટો લૂંટવા કરી પડાપડી
Jammu Kashmir Flood : વૈષ્ણોદેવી માર્ગ પર ભૂસ્ખલનમાં 30 લોકોના મોત, આજે પણ વાદળ ફાટવાનો ભય
Surat: ભાઈએ ત્રણ વર્ષના બાળકનું કર્યું અપહરણ, ટ્રેનના શૌચાલયની કચરાપેટીમાંથી મળી બાળકની લાશ!
That Critical Moment Of Crisis: કટોકટીની નિર્ણાયક પળ, આ માર્ગ પકડશો તો હારીને પણ જીતી જશો!