
Rahul Gandhi-PM Modi: અંધારું ગમે તેટલું ગાઢ હોય, પ્રકાશ તેને હરાવે છે, ગમે તેટલું મોટું જુઠ્ઠાણું હોય, સત્ય પ્રગટ થાય છે. દેશનો યુવા હવે રાહુલ ગાંધી સાથે જોડાઈ રહ્યો છે, જે નરેન્દ્ર દામોદરદાસ મોદી અને અમિત શાહના બધા જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરી રહ્યા છે, જેઓ છેલ્લા 11 વર્ષથી દેશના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
રાહુલ ગાંધીએ મોદી અને શાહની ઉંઘ કરી હરામ
મત ચોરી છુપાવવા માટે તમામ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 18 કલાક કામ કરવાના ખોટા દાવા કરનારા મોદી અને શાહ હાલમાં ભાગ્યે જ શાંતિથી ઊંઘી શકે છે. રાહુલ ગાંધીનું બુલડોઝર ઝુમલા મોલનો નાશ કરવા માટે આગળ વધી રહ્યું છે.
રાહુલ ગાંધી બનવું સરળ કેમ નથી ?
વિરોધીઓએ રાહુલ ગાંધીની છબીને ખરાબ કરવા માટે પપ્પુ કહીને ચીડાવતા હતા. પરંતુ તેમણે સંયમથી કામ લીધું અને વિરોધીઓને પણ તેમણે અલગ અંદાજમાં જવાબ આપ્યો. તેઓ જ્યારે રેલી કરે છે ત્યારે તેમાં તેમના વિરોધીઓ પણ આવે છે તેમની સાથે પણ તેઓ ખરાબ વર્તન કરતા નથી. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આટલો બધો વિરોધ થવા છતા તેઓ પોતાના ચહેરા પર મુસ્કાન રાખે છે અને તેઓ પ્રજા સાથે મનની વાત નહીં પણ સંવાદ કરે છે લોકોની વચ્ચે જાય છે અને પરિસ્થિતિઓને સમજે છે.
રાહુલ ગાંધીની લોકપ્રિયત હવે વધી
રાહુલ ગાંધીની લોકપ્રિયતા 2025માં ખાસ કરીને યુવાનો, પછાત વર્ગો અને સોશિયલ મીડિયા પર વધી રહી છે, જેનું મુખ્ય કારણ તેમની આક્રમક રાજનીતિ, યાત્રાઓ અને સામાજિક મુદ્દાઓ પર ધ્યાન છે.
મોદી જેવું બનવું છે ખુબ જ મુશ્કેલ
રાહુલ ગાંધી બનવું સરળ નથી પરંતુ આપણે તે પણ સ્વીકારવું પડશે તે મોદી બનવું પણ ખુબ મુશ્કેલ છે. તેઓ કહે છે દેશ મારો પરિવાર છે અને પોતાના પરિવારને તેઓ વારંવાર બેવકુફ બનાવી રહ્યા છે. ક્યારેય તેઓ પરિવારને સાચી વાત નથી કહેતા આ માત્ર મોદી જ કરી શકે છે. પરિવાર વચ્ચે નફરત ફેલાવવી આ કોઈ શકે નહીં પરંતુ મોદી કરી શકે છે હિન્દુ મુસ્લિમના નામે ઝઘડા કરવવા જ્ઞાતિમાં લડાવવાનું કોણ કરી શકે?
બંન્નેમાં શું ફરક છે ?
મોદી કેવી સ્થિતિ દેશમાં ઉભી કરી શકે છે તેના વિશે કોઈ વિચારી પણ ન શકે. મીડિયામાં પણ મોદી વિશે એવું એવું બતાવવામાં આવે છે કે, જે તમને વિચારતા કરી દે છે. આમ રાહુલ ગાંધી જેવું બનવું સરળ કેમ નથી અને મોદી જેવું બનવું મુશ્કેલ કેમ છે તેના અંગે વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ શું કહ્યું શું ફરક સમજાવ્યો જુઓ વીડિયોમાં…
આ પણ વાંચો:
Britain-China: બ્રિટને કઈ રીતે ચીનની પ્રાચીન સભ્યતાને અફીણના નશામાં ડૂબાડી દીધી?
Love and War controversy: ‘લવ એન્ડ વૉર’ મુશ્કેલીમાં, વિશ્વાસઘાત અને દુર્વ્યવહારની ફરિયાદ
Ahmedabad: AMCની બોટ પલટતાં ત્રણ યુવકોનું મોત, એકનો બચાવ
Afghanistan earthquake: અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 1,400 થી વધુ લોકોના મોત, 3124 લોકો ઘાયલ
Gujarat Weather Update: ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, IMD એ આપ્યું ઓરેન્જ એલર્ટ
Rajasthan: ધાર્મિક હોવાનો ઢોંગ કરતા મૌલાનાની ખૂલી પોલ, મહિલાઓ સાથેના અશ્લીલ વીડિયો વાયરલ