
Rajasthan Alwar Nephew Murder Case: રાસ્થાનના અલવર જિલ્લાના મુંડાવર પોલીસ સ્ટેશન વિસ્તારના સરાય કલા ગામમાં 6 વર્ષના માસૂમ લોકેશની હત્યાના કેસમાં પોલીસે એક સનસનાટીભર્યો ખૂલાસો કર્યો છે. પોલીસે આ કેસમાં એક ભૂવા અને ભૂવાની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે કાકાએ તંત્ર વિદ્યા માટે પોતાના ભત્રીજાની બલિ ચઢાવી દીધી. કાકાની પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી. આવી સ્થિતિમાં પત્નીને વશમાં રાખવા ભૂવાએ બાળકનું કલેજુ, લોહી માગ્યું હતુ. કાકાએ ભત્રીજા લોકેશની બલિ ચઢાવી ઇન્જેક્શનથી તેના શરીરમાંથી લોહી કાઢ્યું. પરંતુ તે કલેજું કાઢવામાં નિષ્ફળ ગયો.
કાકા અને ભૂવાની ધરપકડ

19 જુલાઈના રોજ બપોરના સમયે સરાઈ કલા નિવાસી બિન્ટુ પ્રજાપતિનો પુત્ર લોકેશ (ઉ.વ. 6 ) ગુમ થઈ ગયો હતો. પોલીસ અને પરિવારે તેને શોધવાનું શરૂ કર્યું ત્યારે ગામના એક સુમસાન ઘરના કાટમાળના ઢગલામાંથી માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો. બીજા દિવસે લોકેશના પિતાએ અજાણ્યા લોકો સામે હત્યાનો કેસ દાખલ કર્યો.
જે બાદ બાળકનો હત્યારો બીજા કોઈ નહીં પણ તેના કાકા નીકળ્યા. જે બાદ પોલીસે આરોપી કાકા મનોજ(ઉ.વ. 26)ની ધરપકડ કરી હતી. મનોજની પૂછપરછ બાદ સુનીલ(ઉ.વ. 49) નામના ભૂવાને પણ ઝડપી લેવામાં આવ્યો. પોલીસે જણાવ્યું હતું કે મનોજની પત્ની ઘર છોડીને ચાલી ગઈ હતી. આ પછી મનોજ તેની સમસ્યા લઈને સુનીલ નામના ભૂવા પાસે ગયો હતો. જ્યા ભૂવાએ તેને તેની પત્નીને કાબૂમાં રાખવા માટે બાળકની બલિ ચઢાવવા કહ્યું હતુ.
તે બાળકને લલચાવીને એક નિર્જન જગ્યાએ લઈ ગયો

ભૂવા મનોજને કહ્યું કે તેને એક બાળકના લોહી અને કલેજાની જરૂર છે. તેથી બાળકની બલિ આપવી પડશે. આવી સ્થિતિમાં મનોજે તેના ભત્રીજા લોકેશને મારી નાખવાનો ઘાટ ઘડ્યો. તે લોકેશને લાલચ આપીને એક વિરાન સુમશાન ઘરમાં લઈ ગયો અને તેનું ગળું દબાવીને મોતને મુખમાં ધકેલી દીધો. જે બાદ કાકાએ ભત્રીજાના શરીરમાં ઈન્જેક્શન નાખી લોહી કાઢ્યુ. જે બાદ બાળકના મૃતદેહને ચારના ઢગલામાં છીપાવી દીધો. જેથી ફરી કલેજુ કાઢી શકે. જોકે આરોપી કાકા ભત્રીજાના મૃતદેહમાંથી કલેજું કાઢે તે પહેલા પોલીસ અને પરિવારે મૃતદેહને શોધી કાઢ્યો.
કાકાએ પોતાનો ગુનો કબૂલ કર્યો
જેથી મનોજને બનાવેલો પ્લાન સાવ નિષ્ફળ ગયો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો. ઉલ્લેખનયી છે કે લોકેશની માતાએ હત્યા માટે મનોજ પર શંકા વ્યક્ત કરી અને તેના કાકા પર ગંભીર આરોપો લગાવ્યા. પોલીસ પૂછપરછ દરમિયાન લોકેશના કાકા મનોજ અને ભૂવા સુનીલે પોતાના ગુનો કબૂલ કર્યો.
પોલીસે શું કહ્યું?
પોલીસે જણાવ્યું હતું કે આરોપી મનોજની પત્ની છેલ્લા કેટલાક સમયથી તેના પિયર જતી રહી હતી. જેથી તેને ભૂવા સુનિલનો સંપર્ક કરીને તેની પત્નીને પાછી લાવવા અને વાશીકરણ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. ભૂવાએ શનિવારે લોહી અને કલેજુ અને 12,000 રૂપિયાની માગ્યા હતા. આ રીતે તે તંત્ર વિદ્યાની મદદથી મનોજની પત્નીને કાબૂમાં લેવાની યોજના બનાવી હતી. જો કે આ અંધશ્રધ્ધાએ પોતાના કાકાએ જ ભત્રીજાનો જીવ લીધો છે. જેથી લોકોએ અંધશ્રદ્ધા અને આવા ભૂવાઓ પર વિશ્વાસ કરતાં પહેલા વિચારવું જોઈએ.
કાકી કેમ પિયર ભાગી ગઈ હતી?
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે મનોજ અને તેની પત્ની ગીતા વારંવાર ઝઘડતા હતા. તે તેને કાબૂમાં રાખવા માંગતો હતો. જો કે તે શક્ય ન બન્યું. આરોપી કાકાની પત્ની ગીતાએ કહ્યું મનોજ ડ્રગ્સનો વ્યસની છે. તે ખૂબ દારૂ પીવે છે અને કેપ્સ્યુલ્સ ખાય છે. તેને પણ ખબર નથી કે કેપ્સ્યુલ્સ શેના બનેલા છે.
તેની પત્ની આ વ્યસનથી દૂર રહેવા રોજ ઠપકો આપતી હતી. તે તેના માતા-પિતાને કહેતી હતી. તે ઘર ચલાવવા માટે વસ્તુઓ માંગતી હતી અને આ બધાથી કંટાળીને, તે તેને કાબૂમાં રાખવા માંગતો હતો. આ માટે તેણે એક તાંત્રિકની મદદ લીધી.
‘મનોજ મને મારતો હતો’
ગીતાએ વધુમાં કહ્યું કે તેને મનોજને કહ્યું હતું કે, જો તમારે દારૂ પીવો હોય તો પીઓ, કેપ્સ્યુલ લેવી હોય તો લો, પણ લોટ અને અન્ય જરૂરી વસ્તુઓ ઘરમાં આવવી જોઈએ. બાળકો પણ નાખુશ હતા.
તે બાળકોની સ્કૂલ ફી પણ ચૂકવતો ન હતો. તે મને માર મારતો હતો. આ કારણે હું ઘર છોડીને ચાલી ગઈ. ભત્રીજાની હત્યા પર ગીતાએ કહ્યું- હું ખૂબ જ દુઃખી છું, તેણે જે કંઈ કર્યું છે તે ખોટું છે.
આ પણ વાંચો:
Pakistan: પાકિસ્તાન રાખ થતાં બચી ગયું!, શાહીન-3 ન્યૂક્લિયર મિસાઈલ ફાટી, જુઓ
Anand: બાળકી બોરસદ તાલુકા પંચાયતની પ્રમુખ બની ગઈ!, જાણો કઈ રીતે?
Ahmedabad: ‘કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં રોડ તૂટી ગયા’, AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન
Viral video: ટેબલ પર વંદો જોતાં જ છોકરીએ બર્ગરમાં દબાવી દીધો, પછી જે કર્યું તે જોઈ દંગ રહી જશો!