
મહેશ ઓડ
Rajasthan Fake Police Case: ભાજપ સરકારમાં સતત નકલી અધિકારીઓ, કચેરીઓ, ચીજવસ્તુઓ ઝડપાઈ રહી છે. જે ભાજપની દાનત અને બેદરકારીને ઉજાગર કરે છે. ત્યારે હવે જયપુર પોલીસે રાજસ્થાન પોલીસ એકેડેમી (RPA) માં બે વર્ષથી સબ-ઇન્સ્પેક્ટર (SI) તરીકે ફરજ બજાવતી એક મહિલાની ધરપકડ કરી છે. આરોપી મોના બુગાલિયા ઉર્ફે મૂળી દેવી (ઉ.વ. 28), જે નાગૌરના નીમ્યા કા બાસની રહેવાસી છે, તેને સીકરમાં પોલીસ દરોડા બાદ પકડી લેવામાં આવી હતી. તે 2023 થી ફરાર હતી.
શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનના SHO મહેન્દ્ર યાદવે મોનાની ધરપકડની પુષ્ટિ કરી છે. મોના બુગાલિયા સત્તાવાર SI ભરતી પરીક્ષામાં નાપાસ થઈ હતી પરંતુ સોશિયલ મીડિયા પર ખોટી રીતે પસંદગીનો દાવો કર્યો હતો. આ દાવાનો ઉપયોગ કરીને તેણે છેતરપિંડીથી નકલી પુરાવા રજૂ કરી RPA માં પ્રવેશ કર્યો અને SI તાલીમ લેવાનું શરૂ કર્યું. ધીમે ધીમે મોનાએ એક અધિકારી તરીકે દેખાવ કર્યો, નકલી યુનિફોર્મ પહેર્યો અને પોતાની નકલી ઓળખ મજબૂત કરવા માટે IPS, RPS અને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ફોટા પણ પડાવ્યા. રિલો બનાવી હતી.
She is Mona Bugaliya.
She wanted to be a cop. Gave the exam in 2021, failed, but didn’t lose hope. Changed her name to Mooli Devi, forged documents, and joined the Jaipur Police Academy as a trainee SI.
She began mingling with senior cops, made reels with IPS in uniform, and… pic.twitter.com/KW78MMj4q4
— THE SKIN DOCTOR (@theskindoctor13) July 4, 2025
જો કે સરકાર અને પોલીસની સિસ્ટમને આ વાતની ખબર જ ન પડી!. સામાન્ય માણસને પોલીસ બનવું હોય તો અનેક તાલિમ, ડોક્યુમેન્ટ આપવા પડે છે. ત્યારે એક મહિલા નકલી પોલસ બની જાય અને તંત્રને જાણ ન હોય તેવું કેવી રીતે બની શકે. લોકો તંત્રની મિલિભગ હોવાના આક્ષેપ કરી રહ્યા છે.
લોકોને ધમકીઓ આપી
નકલી પોલીસ બનેલી મોના ખાસ કરીને સીકરમાં વોટ્સએપથી લોકોને ફોન કરીને ધમકી આપતી હતી. ખોટી સત્તાનો દુર્પયોગ કરીને લોકોને ધમકાવી રહી હતી. જેને લઈ મહિલા પોલીસકર્મી સામે રોષ જોવા મળ્યો હતો.
સાથે સાથે તે SI ના એક WhatsApp ગ્રુપમાં જોડાઈ હતી, જ્યાં તેણે એકવાર તેના સાથી ગ્રુપ સભ્યને ધમકી આપી હતી. તે સભ્યએ પોલીસ એકેડેમીને ધમકીની જાણ કરી હતી, જેના કારણે આંતરિક તપાસમાં જાણવા મળ્યું કે મોનાનું નામ કોઈ સત્તાવાર યાદીમાં નથી.
2023 માં FIR દાખલ થઈ હતી
આ ખુલાસા બાદ RPA વતી 2023 માં શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનમાં મોના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે તેના ભાડાના રહેઠાણની તપાસ કરી, ત્યારે તેના રૂમમાંથી પોલીસ ગણવેશ, આઈડી કાર્ડ, બેજ અને એક બેલ્ટ મળી આવ્યો. જોકે, દરોડા પહેલા તે ભાગી જવામાં સફળ રહી અને ત્યારથી તે સીકરમાં રહેતી હતી, કોચિંગ સ્ટુડન્ટ હોવાનો ડોળ કરતી હતી.
ઓળખપત્ર તપાસથી બચવા માટે પાછલા દરવાજાથી RPA માં પ્રવેશ કર્યો
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મોનાએ એકેડેમીની કામગીરી વિશે એટલું બધું જાણી લીધુ હતુ તેની વિરુધ્ધ લાબાં સમય સુધી તપાસ જ ન થઈ. તેણે ક્યારેય મુખ્ય દરવાજાનો ઉપયોગ કર્યો ન હતો, જ્યાં ઓળખપત્રો તપાસવામાં આવે છે, અને તેના બદલે અધિકારીઓ અને તેમના પરિવારો માટે બનાવાયેલા દરવાજામાંથી પ્રવેશ કર્યો હતો. જોકે મોનાની ચાલ ન ચાલી અને તે પકડાઈ ગઈ.
મદદ કરનારો સામે પણ થશે કાર્યવાહી
પોલીસ હવે એવા મહિલા વિશે માહિતી એકત્રિત કરી રહી છે જેમણે મોનાને છેતરપિંડીમાં મદદ કરી હશે અથવા તેને સામગ્રી પૂરી પાડી હશે. તે આટલા લાંબા સમય સુધી RPA માં કેવી રીતે કામ કરી શકી તે નક્કી કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે. જવાબદારો અને નકલી પોલીસ મોના વિરુદ્ધ કાર્યવાહી કરાશે.
રૂમમાંથી 7 લાખ રોકડા મળી આવ્યા
પોલીસે મોનાના ભાડાના રૂમમાં તપાસ કરી, ત્યારે ત્યાંથી 7 લાખ રૂપિયા, 3 અલગ અલગ ગણવેશ, RPA ઇન્ટરનલ પરીક્ષાના પેપર અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા. જે જપ્ત કરવામાં આવ્યા છે.
મોનાના પિતા ટ્રક ડ્રાઈવર
મોના બુગાલિયા ઉર્ફે મૂળી નાગૌરના નિમ્બા કે બાસની રહેવાસી છે. તેના પિતા ટ્રક ડ્રાઈવર છે. તેણે પોલીસ એકેડેમીમાં છેતરપિંડીથી તાલીમ લીધી છે. તે સબ-ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષાની તૈયારી કરી રહી હતી, જ્યારે તે પરીક્ષા પાસ કરી શકી નહીં, 3 વર્ષ પછી પરિણામ આવ્યું, ત્યારે તેણે સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવ્યા કે તેણે સબ-ઇન્સ્પેક્ટરના પદ માટે પસંદ કરવામાં આવી છે. જો કે તેને ડોક્યુમેન્ટ ચકાસ્યા સિવાય SIનું પદ કેવી રીતે આપી દેવામાં આવ્યું તે તપાસ ચાલી રહી છે.
મોનાએ યુનિફોર્મ કેવી રીતે મેળવ્યો?
મોના બુગાલિયાએ રાજસ્થાન પોલીસના સત્તાવાર યુનિફોર્મની નકલો બનાવી અથવા બજારમાંથી ખરીદી હોવાનું માનવામાં આવે છે. પોલીસે તેના ભાડાના મકાનમાંથી ત્રણ અલગ-અલગ પોલીસ યુનિફોર્મ (ઉનાળા અને શિયાળા માટે) મળી આવ્યા હતા, જેમાં નેમપ્લેટ, બેજ, અને બેલ્ટનો સમાવેશ થતો હતો.

યુનિફોર્મનો ઉપયોગ
એકેડેમીમાં પ્રવેશ બાદ, મયૂરને ટ્રેની PSI તરીકે સત્તાવાર યુનિફોર્મ આપવામાં આવ્યું, જેનો તેણે ઉપયોગ કરીને પોતાની ઓળખને વધુ વિશ્વસનીય બનાવી. આ યુનિફોર્મ એકેડેમી દ્વારા જ ટ્રેનીઓને પૂરું પાડવામાં આવે છે, અને તેના નકલી દસ્તાવેજોના કારણે કોઈ શંકા ઉભી થઈ નહોતી.
પર્દાફાશ અને ધરપકડ
ફેબ્રુઆરી 2023માં ટ્રેનીઓના પગારની ચૂકવણી દરમિયાન એકેડેમીના રજિસ્ટરમાં મયૂરનું નામ ન હોવાનું જણાયું, જે બાદ તપાસ શરૂ થઈ. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ 27 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં આ કૌભાંડનો પર્દાફાશ કર્યો. 1 માર્ચ 2023ના રોજ ડભોડા પોલીસ સ્ટેશન, ગાંધીનગર ખાતે તેની ધરપકડ કરવામાં આવી. પોલીસે તેની હોસ્ટેલ બેરેકમાંથી નકલી નિમણૂક પત્રો અને શારીરિક કસોટીની નાપાસ થયેલી પ્રિન્ટઆઉટ જપ્ત કરી.
મયૂર તડવી સામે તપાસ
મયૂર તડવી સામે IPCની કલમ 465, 467, 468, અને 471 (નકલી દસ્તાવેજોનો ઉપયોગ) હેઠળ ગુનો નોંધાયો. તેને 8 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો, અને 29 જાન્યુઆરી 2024ના રોજ ગુજરાત હાઈકોર્ટે તેને જામીન આપ્યા. આ ઘટનામાં બેદરકારી બદલ એકેડેમીના બે પોલીસ ઇન્સ્પેક્ટર (H.J. ગોહિલ અને D.M. અંગારી) અને ચાર સહાયક ડ્રિલ ઇન્સ્પેક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પોલીસ સબ ઈસ્પેક્ટરના પદની પ્રક્રિયા
સબ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હોય છે. તેઓ પોલીસ વહીવટના સમગ્ર કાર્યભારનું ધ્યાન રાખે છે. સબ ઇન્સ્પેક્ટર બનવા માટે, ઉમેદવાર 12મું પાસ અને વિજ્ઞાન, વાણિજ્ય, કલાના કોઈપણ પ્રવાહના વિષય સાથે માન્ય શાળામાંથી સ્નાતક હોવો જોઈએ. આ સાથે, ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ. SC/ST માટે 5 વર્ષની છૂટ છે. OBC 31 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકે છે.
શારીરિક લાયકાત
સબ ઇન્સ્પેક્ટર બનવા માટે પુરુષ ઉમેદવારની ઊંચાઈ 172 સેમી અને મહિલા ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી ૧૬૦ સેમી હોવી જોઈએ. પુરુષ ઉમેદવાર માટે, છાતીનો આકાર 83 સેમી અને છાતીનો આકાર પહોળો કર્યા પછી 87 સેમી હોવો જોઈએ. આ ઉપરાંત, અનામત શ્રેણીઓ (SC, ST, OBC) ની મહિલાઓ માટે થોડા સેમીની છૂટ આપવામાં આવે છે.
પસંદગી પ્રક્રિયા:
સબ-ઇન્સ્પેક્ટર બનવા માંગતા ઉમેદવારોએ પહેલા લેખિત પરીક્ષા, પછી શારીરિક કસોટી અને પછી ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે.
તૈયારી કેવી રીતે કરવી તે જાણો
સબ-ઇન્સ્પેક્ટર બનવા માટે, ઉમેદવારોએ લેખિત પરીક્ષામાં સફળ થવા માટે સામાન્ય વિજ્ઞાન, તર્ક, વર્તમાન બાબતો વગેરે જેવા વિષયોનું જ્ઞાન મેળવવું જરૂરી છે. આ સાથે, તમે તેની તૈયારી માટે કોચિંગ સેન્ટરમાં પણ જોડાઈ શકો છો. આ સાથે, વર્તમાન બાબતો માટે દૈનિક પેપર વાંચવું મહત્વપૂર્ણ છે. શારીરિક કસોટીમાં સફળ થવા માટે, તમારે 6 મહિના કે એક વર્ષ અગાઉથી નિયમિતપણે દોડ, કસરત અને લાંબી કૂદકા વગેરે માટે તૈયારી કરતા રહેવું જોઈએ.
સબ ઇન્સ્પેક્ટરનો પગાર
સબ ઇન્સ્પેક્ટરને દરેક રાજ્ય અનુસાર અલગ અલગ પગાર આપવામાં આવે છે. ભારતમાં સબ ઇન્સ્પેક્ટરને બધા ભથ્થાં સાથે દર મહિને આશરે રૂ. 42,055 નો પગાર આપવામાં આવે છે.
આ પણ વાંચોઃ
Viral Video: ભેંસએ કોબ્રાને ચારો સમજી લીધો, પછી શું થયું?
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ








