
Rajasthan school collapse: ભાજપના રાજમાં શિક્ષણનું સ્થર કથળતું જઈ રહ્યું છે. સાથે સાથે શાળાના મકાનોની હાલત પણ ખરાબ થતી જઈ રહી છે. આજે શુક્રવારે સવારે રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લામાં શાળા ધરાશાયી થતાં 5 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 30 વધુ વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયા છે. કહેવાઈ છે કે આ ઘટનામાં શિક્ષકો પણ ઈજાગ્રસ્ત થયા છે. જો કે હાલ બાળકોના મોતના આંકડામાં વધારો થયો છે. સારવાર દરમિયાન 2 બાળકોના મોત થઈ જતાં કુલ મૃત્યુની સંખ્યા 7 પર પહોંચ્યો છે. આ દુર્ઘટના પીપલોડી ગામની સરકારી શાળામાં સર્જાઈ છે. દુર્ઘટના બાદ બાળકોના વાલીઓ પર આભ ફાટ્યું છે. પરિવારમાં રોકકળ થઈ રહ્યું છે. તંત્રની લાપરવાહીને કારણે વાલીઓને પોતાના બાળકો ગુમાવવાનો વારો આવ્યો છે.
VIDEO | Jhalawar, Rajasthan: Roof of Piplodi Primary School collapses, several children feared trapped. Rescue operations underway.#RajasthanNews #Jhalawar
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/K0STKQwP0A
— Press Trust of India (@PTI_News) July 25, 2025
શિક્ષકો અને ગ્રામજનોની મદદથી બાળકોને બહાર કાઢવામાં આવ્યા. મનોહરથાના હોસ્પિટલના ડૉ. કૌશલ લોઢાએ જણાવ્યું કે 35 ઘાયલ બાળકોને ત્યાં લાવવામાં આવ્યા હતા. આમાંથી 11 ગંભીર ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે કહ્યું છે કે તમામ ઘાયલોની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. દુર્ઘટનની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
દુર્ઘટના અંગે શિક્ષણ મંત્રીએ શું કહ્યું?
VIDEO | Rajasthan Education Minister Madan Dilawar (@madandilawar) says, “I have received about a sad news regarding Piplodi Middle School in Jhalawar district. Three children died on the spot and few others were injured when roof of the school collapsed. I have directed the… pic.twitter.com/IDBMUSwuki
— Press Trust of India (@PTI_News) July 25, 2025
રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. દરેકની સારવાર સરકારી ખર્ચે કરવામાં આવશે. તમામ વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ શાળા તૂટી પડતાં દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તપાસના આદેશ આપ્યા છે. જો કે મુખ્યમંત્રીએ પહેલેથી જ આવી શાળા પર ધ્યાન આપ્યું હોત તો કદાચ આ ઘટના ન બની હોત. પણ ભાજપના રાજમાં તંત્રને લીલહેર છે. તેમને કોઈના જીવનથી કિંમત નથી.
ભાજપના માળખાંમાં બખ્ખા
ભાજપના રાજમાં અનેક માળખાંઓ ધરાશાયી ધઈ રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતમાં ગંભીરા બ્રિજ તૂટી પડતાં તેમાં પણ નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા. 9 જુલાઈએ બનેલી આ ઘટનામાં જેમાં 20 લોકોના મોત થયા હતા અને 3 લોકો ગુમ થયા હતા. ગુજરાત સરકારે આ ઘટના બાદ રાજ્યના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના ચાર ઈજનેરો (એક્ઝિક્યુટિવ ઈજનેર અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઈજનેર)ને સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે રાજસ્થાન બનેલી ઘટનાએ નર્દોષ બાળકોનો જીવ ગયો છે.
શું માંગણીઓ?
- મૃતક બાળકોના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર
- ઘાયલ વિદ્યાર્થીઓને પણ વળતરની માંગ
- મૃતક વિદ્યાર્થીઓના પરિવારના સભ્યોને સરકારી નોકરી આપવાની માંગ
- શાળા ધરાશાયી થવા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી
આ પણ વાંચો: