
Rajkot Crime: રાજકોટના મવડી ગામે એક મહિલાએ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. મિડિયા અહેવાલો અનુસાર આ મહિલાએ દોઢ વર્ષ પહેલા જ એક ભૂવા સાથે લવ મેરેજ કર્યા હતા. જો કે તેણે એકાએક આપઘાત કરી લેતાં પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે. ભૂવાના ત્રાસથી તેણે આપગાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેથી પોલીસે મહિલાના આપઘાત મામલે વધુ તપાસ હાથ ધરી છે. જો કે મહિલાના પિતાએ ગંભીર આક્ષેપ કર્યા છે.
મહિલાના પૈસે લહેર કરી દેવામાં ધકેલી દીધી હતી
મળતી વિગતો અનુસાર અનુસાર નર્સિંગનો અભ્યાસ કરેલી 26 વર્ષિય કોમલ(રહે. ભગવતીપુરા, રાજકોટ) ને ભૂવા કેતન સાગઠિયા(મવડી સ્મશાન) વિધિના નામે પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. તું વિધિ નહીં કરાવું તો તારા પિતાનું મોત થશે. તેમ કહી પ્રેમજાળમાં ફસાવી હતી જે બાદ કોમલ ભૂવા કેતન સાથે લવ મેરેજ કરીને છેલ્લા દોઢ વર્ષથી રહેતી હતી. જો કે મહિલાએ ભૂવાના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં દવાખાને લઈ પહોંચ્યો હતો. જ્યાં તેનું ગઈકાલે 17 માર્ચે મોત થઈ ગયું હતુ. ભૂવો ફરાર થઈ ગયો છે.
પરિવારનો આરોપ છે કે આ ભૂવાએ કોમલના નામે અનેક લોન લઈને રૂપિયા વાપરી નાંખ્યા હતા અને તેને દેવામાં ધકેલી દીધી હતી. આ પહેલા પણ ભુવાએ અનેક દીકરીઓની જિંદગી બગાડી છે. હાલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
દિકરીને ભૂવાએ ઝેરી દવા પીવડાવી: મૃતક મહિલાના પિતા
બીજી તરફ મૃતક મહિલાના પિતાએ ગંભીર આક્ષેપ કર્યા છે. મારી દિકરને ઝેરી દવા પીવડાવી હત્યા કર્યા હોવાનો આક્ષેપ યુવતીના પિતાએ લગાવ્યો છે. ગઈકાલે યુવતીએ ઝેરી દવા પી લીધાના આક્ષેપ સાથે ભૂવો તેને હોસ્પિટલ લઈને આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજતા તે પ્રેમી ભૂવો યુવતીની લાશને હોસ્પિટલમાં તરછોડી ભાગી ગયો હતો. યુવતીના પિતાએ કરેલા આક્ષેપના પગલે તાલુકા પોલીસે મૃતક યુવતીના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. સાથે સાથે આરોપી ભૂવાને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ AMCની સ્કૂલોનો મહત્વપૂર્ણ નિર્ણય: ધો. 9 અને 10ના વર્ગો શરૂ કરાશે, વિદ્યાર્થીઓને ફાયદો
આ પણ વાંચોઃ Bhavanagar: 8 કલાકમાં 185 દબાણ તોડી પડાયા, દબાણો હટાવવા પાછળના રાજકારણને સમજો
આ પણ વાંચો: Dwarka: દ્વારકામાંથી ઝડપાઈ શંકાસ્પદ 5 બાંગ્લાદેશી મહિલાઓ, ગેરકાયદે ઘૂસણખોરી
આ પણ વાંચોઃ Ahmedabad: પ્રેમિકાએ આપેલા 50 હજાર પાછા માંગતા પ્રેમીએ હત્યા કરી!