
Rajkot: રાજકોટના જેતપુરમાં ફનફેરમાં રાઈડ તૂટી પડવાની ઘટનાને હજુ પાંચ દિવસ જેટલો સમય માંડ થયો છે અને તેના કારણોની તપાસ ચાલુ છે ત્યારે સવાલ થાય કે ભંગાર ક્ષતિગ્રસ્ત રાઈડને ફિટનેશ સર્ટી કેવી રીતે મળી જતું હશે? હજુતો આ સવાલનો જવાબ અઘ્ધર છે ત્યારે રાજકોટમાં રાઈડ ચલાવવા ફિટનેસ સર્ટી જોઈતું હોયતો રૂ.એક લાખની અધિકારીઓએ લાંચની માંગણી કરી અને તે પૈકીના 50,000 લેતા રંગેહાથ ઝડપાઇ ગયાનો ખુલાસો થયો છે.
રાજકોટમાં RNBના અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે જેઓ રણુજા મંદિરમાં મેળામાં ચગડોળ ચલાવવા યાંત્રિક રાઇડના ફિટનેસ સર્ટી માટે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી જે પૈકી રૂ.50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. કુલ 2 અધિકારીઓ અને 1 પબ્લિક પર્સન મળી કુલ 3 વ્યક્તિઓની ACBએ અટકાયત કરી છે. રણુંજા મંદિરમાં ચકડોળ માટે ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ માંગી હતી જેમાં 50 હજાર સ્વીકારતા રંગે હાથ ઝડપાયા છે.
પકડાયેલા અધિકારીમાં નીરવભાઈ (ક્લાસ 2 નાયબ કાર્યપાલક ઇજનેર) તથાપિયુષ પટેલ (ક્લાસ 1 કાર્યપાલક ઇજનેર) અને સુધીર પ્રજાપતિ (પબ્લિક પર્સન)નો સમાવેશ થાય છે. રાજકોટમાં લાંચિયા અધિકારીઓના પાપે અવાર નવાર દુર્ઘટના થાય છે.
નાગરિકો ભલે મરતા પણ પોતાના ખિસ્સા ભરાય તેવી દાનત આવા અધિકારીનો હોય તેવું સ્પષ્ટ થાય છે. RNBના અધિકારીઓ 50 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાતા તેઓએ ભૂતકાળમાં પણ પૈસા લીધા છે કે કેમ? તે અંગે પણ ચર્ચાઓ ઉઠી છે. મેળાની યાંત્રિક રાઇડના ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચની માંગ કરનારા 2 અધિકારીઓઅને એક અન્ય ઇસમની ACBએ રૂ.,50 હજાર લેતા રંગેહાથ ઝડપી અટકાયત કરી છે. અહીંના રણુજા મંદિરમાં ચકડોળના ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચની માંગણી કરવા જતા ત્રણેય ભેરવાઈ ગયા છે ત્યારે લાંચીયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો:
Rajkot: કાળી ચૌદશે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ, બે સગા ભાઈ સહિત 3 લોકો ગુમાવ્યા જીવ
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ
Bihar Politics: ‘મોદી-નિતશકુમારની સરકાર બે-ત્રણ અરબપતિઓ માટે’, રાહુલ ગાંધીનો પલટવાર










