
Rajkot: રાજકોટના લોધિકામાં (Lodhika) ગ્રામ પંચાયતની જમીન કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે હવે મહત્વની અપડેટ સામે આવી છે જેમાં લોધિકાના વિવાદિત મહિલા સરપંચ સુધાબેન વસોયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જમીન કૌભાંડમાં તપાસ બાદ DDO દ્વારા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
જમીન કૌભાંડ મામલે લોધિકાના સરપંચને કરાયા સસ્પેન્ડ
લોધિકા ગ્રામ પંચાયતની જમીન સાથે ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. આમાં પંચાયતની જમીનનો દુરુપયોગ, ખોટા દસ્તાવેજો બનાવવા, અથવા ગેરકાયદેસર રીતે જમીનની ફાળવણી કરવાનો સમાવેશ થાય છે. આ મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં લોધિકાના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ મામલે તપાસ બાદ, 16 મે, 2025ના રોજ લોધિકાના સરપંચ સુધાબેન વસોયાને કલમ નંબર-57 (1) મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરપંચ સામે આ કાર્યવાહી DDO અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા જમીનમાં ગેરરીતિ બદલ કરાવામા આવી છે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે લોધિકાના જૂના તેમજ નવા ગામતળમાં કૂલ 14 પ્લોટ ખુલ્લી હરાજી કર્યા વગર મળતિયાઓને વેચી દેવાના અને 13 પ્લોટના દસ્તાવેજ કરી દેવાની ઘટના સામે આવી હતી. જેમાં સુધા વસોયા પર આરોપ છે કે તેમણે ગ્રામ પંચાયતની જમીનના પ્લોટની ગેરકાયદેસર રીતે હરાજી કરી.આ હરાજીમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું અને અનૈતિક રીતે જમીનની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સરપંચ સુધાબેન વસોયાએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કર્યા વિના તેમજ કોઈ પણ પરવાનગી વિના લોધિકાના જૂના તેમજ નવા ગામતળમાં કુલ 14 પ્લોટની બારોબાર હરાજી કરી નાંખી હતી. આમ સુધા વસોયાએ સત્તાનો દુરુપયોગ કરીને આ કૌભાંડને અંજામ આપવાનો આરોપ છે. આ પહેલા આ કૌભાંડમાં સરપંચનો સાથ આપનાર તલાટી મંત્રી બી.એલ.મકવાણાને ફરજ મોકૂફ કરાયા હતાં.
આ પણ વાંચોઃ
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા
Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે
Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી
Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!
Gujarat Samachar ના માલિક બાહુબલી શાહની ધરપકડ, શું નિષ્પક્ષ અવાજને દબાવવાનો પ્રયાસ?
ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Jammu-Kashmir ના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 1 આતંકવાદી ઠાર
‘સાંજ ઢળતાં પહેલા ભાજપા નેતા Vijay Shah નું રાજીનામું જોઈએ’, મોદીએ સિંદૂરનો સોદો કેમ કર્યો?
વડોદરાની દિકરીનું અપમાન કરનાર ભાજપા નેતાએ માફી માગી, પાર્ટીએ ખખડાવ્યા! | Vijay Shah
Rajkot: 13 વર્ષની સગીરાના 33 અઠવાડિયાના ગર્ભપાતને કોર્ટની મંજૂરી, ભાઈએ આચર્યું હતું દુષ્કર્મ!
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF
