
Rajkot: આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા જ્યારથી વિસાવદરની ચૂંટણી જીત્યા ત્યારથી સતત ચર્ચામાં છે. તેઓ ક્યારેક ભાજપ પર પ્રહારો કરતા હોય છે તો વળી ક્યારેક ભાજપ નેતાઓ સાથે જોવા મળે છે. ત્યારે હવે લાગી રહ્યુ છે કે, ગોપાલ ઈટાલિયા હવે ભાજપના જ રસ્તે જઈ રહ્યા છે. તાજેતરમાં ગોપાલ ઈટાલિયા રાજકોટની મુલાકાતે ગયા હતા અહીં સભામાં ઈશુદાન ગઢવી વાળી થઈ હતી. અહીં એક વ્યક્તિએ ચાલું સભામાં ગોપાલ ઈટાલિયાને સવાલ કર્યો હતો ત્યારે ગોપાલ ઈટાલિયાએ તેમના પર આક્ષેપ લગાવ્યો છે કે, તેઓ ભાજપ પાસેથી પૈસા લઈને સવાલ કરવા આવ્યા છે.
ગોપાલની સભામાં થઈ ઈશુદાન ગઢવીવાળી
ગોપાલ ઈટાલિયાએ સભામાં ભાજપ સરકારને “ગુંડાઓની સરકાર” ગણાવી અને દાવો કર્યો કે, “ભાજપના નેતાઓ પણ બોલી શકતા નથી. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન છે, પણ સામાન્ય માણસનાં કામ થતાં નથી.” તેમણે લોકોને આપને એક મોકો આપવાની અપીલ કરી, જણાવતાં કે, “અમે નાના છીએ, ભૂલ થાય તો અમને ઠપકો આપજો, પણ આ લોકોને હવે કાઢો.” તેમણે વિસાવદરની જીતને “નવો રસ્તો” ગણાવી, ભાજપને “જૂનું ભંગાર” કહીને નવી ટીમને સમર્થન આપવા કહ્યું.
સભામાં ગોપાલ ઈટાલિયાને યુવકે કર્યો સવાલ
જો વાત કરવામાં આવે તો વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા રાજકોટની એક જનસભા દરમિયાન એક યુવાને મોરબીમાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીની સભામાં પ્રશ્ન પૂછનાર યુવકને જાહેરમાં લાફો મારવાની ઘટના અને પંજાબમાં આપની સરકાર હોવા છતાં ત્યાંના ખાડાઓ વિશે સવાલ કર્યો હતો. ગોપાલે કહ્યું, “અમારી આંખો એટલી તેજ નથી કે ગુજરાતના ખાડા છોડીને 5,000 કિલોમીટર દૂર પંજાબના ખાડા દેખાય.”
“હું 10 હજાર આપું, પાટીલ-સંઘવીને પ્રશ્નો પૂછો” : ગોપાલ ઈટાલિયા
આ સભા બાદ તેમણે પત્રકારોને સંબધતા ભાજપ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે, “ભાજપ 5,000 રૂપિયા આપીને લોકોને અમારી સભામાં પ્રશ્ન પૂછવા મોકલે છે. હું 10,000 રૂપિયા આપું, હિંમત હોય તો સી. આર. પાટીલ કે રૂપાણી-સંઘવીને જઈને પ્રશ્ન પૂછો!”
ધારાસભ્ય ઉદય કાનગડે લગાવ્યા આક્ષેપ
આ ઘટનાને પગલે રાજકોટ પૂર્વના ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે આમ આદમી પાર્ટી પર પલટવાર કર્યો. તેમણે કહ્યું, “આપના લોકો રીલ અને સ્ટોરી બનાવવામાં માસ્ટર છે. તેઓ જાતે જ આવા સ્ટંટ કરીને લોકોનું ધ્યાન ખેંચે છે. ચૂંટણી પહેલાં આવા લોકો દેખાય છે, પણ ચૂંટણી પછી ગાયબ થઈ જાય છે. અમે 24 કલાક લોકોની વચ્ચે રહીએ છીએ, અને અમારું કામ પોઝિટિવ છે. અમે જનસેવા કેન્દ્ર દ્વારા 72,000 લોકોનાં કામ નિઃશુલ્ક કર્યાં છે. અમારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને અમે જનતાને હિસાબ આપીએ છીએ.” ભાજપના પૂર્વ ધારભ્ય અરવિંદ રૈયાણીની સક્રિયતા અંગે પૂછવામાં આવતાં કાનગડે કહ્યું, “આ બધું મીડિયાના વિષયો છે. રૈયાણી ભાજપના કાર્યકર્તા હતા, છે અને રહેશે.”
ઈશુદાન ગઢવીને સવાલ કરનારને પડ્યો હતો લાફો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી મોરબીની મુલાકાતે હતા.આ દરમિયાન તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી. ત્યારે એક વ્યક્તિએ ઈશુદાન ગઢવીને ,સવાલ કર્યો હતો ત્યારે AAP નો એક કાર્યકર ઈસુદાન ગઢવીને સવાલ કરનાર યુવકને બધાની સામે લાફો ઝીકી દીધો હતો. આ ઘટનાને કારણે ભાજપે આપ પર આક્ષેપ કર્યા હતા અને આપ પાર્ટીની ભારે ટીકાનો સામેનો કરવો પડ્યો હતો. ત્યારે હવે રાજકોટમાં પણ મોરબીવાળી જ થઈ હતી.
ગોપાલ ઈટાલિયાએ આને પણ ભાજપની રણનિતી ગણાવી હતી. યુવકના સવાલનો જવાબ તેમણે એવી રીતે આપ્યો કે, “અમારી આંખો એટલી તેજ નથી કે ગુજરાતના ખાડા છોડીને 5,000 કિલોમીટર દૂર પંજાબના ખાડા દેખાય.” અને બાદમાં પત્રકારોને સંબોધતા કહ્યું કે, “ભાજપ 5,000 રૂપિયા આપીને લોકોને અમારી સભામાં પ્રશ્ન પૂછવા મોકલે છે. હું 10,000 રૂપિયા આપું, હિંમત હોય તો સી. આર. પાટીલ કે રૂપાણી-સંઘવીને જઈને પ્રશ્ન પૂછો!”
ગોપાલ ઈટાલિયાની સભાથી રાજકારણ ગરમાયું
આમ ગોપાલ ઈટાલિયાએ સવાલ કરનાર ભાજપ પાસેથી પૈસા લઈને સભામાં સવાલ કરે છે તેવો આક્ષેપ કરતા રાજકારણ ગરમાયું છે. લોકો કહી રહ્યા છે કે, શું કોઈ સભામાં સવાલ કરે એટલે તે ભાજપ પાસેથી પૈસા લઈને જ આવ્યો હોય ? શું ધારાસભ્યને સામાન્ય લોકો સવાલ ન કરી શકે? ક્યાંક એવો પણ આક્ષેપ લોકો કરી રહ્યા છે કે, ગોપાલ ઈટાલિયા સવાલ કરનારા પર આક્ષેપ કરીને ભાજપના રસ્તે જઈ રહ્યા છે. જો કે હવે ખરેખરમાં ગોપાલ ઈટાલિયા ભાજપના રસ્તે જઈ રહ્યા છે કે, નહીં તેતો સમય બતાવશે પરંતુ રાજકોટમાં ગોપાલ ઈટાલિયાની સભાથી રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
આ પણ વાંચો:
LPG Price Cut: ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો, જાણો શું છે નવી કિંમત
Nitin Gadkari: “દેશમાં ગરીબોની સંખ્યા વધી”, મોદી સરકારની પોલ ખોલતા ગડકરી
‘પવિત્ર રિશ્તા’ સીરિયલની અભિનેત્રી પ્રિયા મરાઠેનું અવસાન, શું હતી બિમારી? | Priya Marathe
vote chori in Gujarat: ગુજરાતમાં 62 લાખની વોટ ચોરી, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો ધડાકો
Lucknow: ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 6 લોકોના મોતની આશંકા, રેસ્ક્યૂ ચાલુ
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
UP: પૂજારીએ પ્રસાદમાં નશીલો પદાર્થ નાખી યુવાનનું જાતીય શોષણ કર્યું, વીડિયો ઉતારી લીધા પછી…
China: મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક, શું થઈ ચર્ચા?