
Group Wedding In Rajkot: નમ્રતાગ્રીન ફાઉન્ડેશન રાજકોટ અને ગ્રીન ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ ખાંભાના સંયુક્ત ઉપક્રમે પ્રથમ સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવ(Wedding) રાજકોટ ખાતે શ્રેષ્ઠીઓ, દાતાઓ, સેવકોની ઉપસ્થિતિમાં ભારે ઉમંગ અને ઉત્સાહથી ભવ્ય રીતે યોજાયો હતો. આ સમૂહલગ્નનું આયોજન રાજકોટ બી ડિવિઝન પાસે રાખવામાં આવ્યું હતુ.
દરેક મા-બાપનું સપનું હોય કે તેમને પોતાની વહાલ દીકરીને વાંચતે ગાજતે પરણાવે. પરંતુ કેટલાક મા બાપના આ સ્વપનાઓ હાલની મોંઘવારીના ભાર નીચે દબાઈ જતા હોય છે. આવા માવતરનો સહારો બની 27 જાન્યુઆરીએ રાજકોટ બી. ડિવીઝન ખાતે પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહલગ્નોત્સવ હિન્દુ શાસ્ત્રોકત અને મંત્રોચ્ચારથી યોજવામાં આવ્યો હતો. રાજકોટ, જસદણ, વાંકાનેર, ચોટીલા, પીઠાપુર (યુ.પી.) ઉપલેટા સહિતના 6 નવદંપતીઓએ પ્રભૂતામાં પગલા માડ્યા છે.
સોમવારના સવારે 8:00 કલાકે વરવધુ, સાંજનમાંજન, માંડવીયા અને જાનૈયાઓનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરીલા લગ્ન ગીતોની રમઝટ વચ્ચે સવારે 10:00 વાગ્યાની મંગલ ઘડીએ વર-કન્યાઓ ના હસ્તમેળાપ યોજાયા હતા. બપોરના 12 વાગ્યે બોહળી સંખ્યામાં ઉપસ્થિત હાજર સૌ લોકોએ ભોજન લીધુ હતુ.
સમુહલગ્નોત્સવમાં જોડાયેલ દીકરીઓને દાતાઓના સહયોગથી અઢળક કરિયાવર પણ મળ્યો હતો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો.. જાન વિદાય સમયે દીકરીઓ સાસરે વળાવતા દીકરીઓના માવતર સાથે પરિવાર અને આયોજકો ની પણ આંખો ભીની થઈ હતી. આ સમૂહલગ્નમાં દાતાઓનો ભરપૂર સાથ મળ્યો હતો.
સમૂહ લગ્નના મુખ્ય આયોજક મહેન્દ્રભાઈ આયલાણીએ સેવામાં સહકાર આપનાર તમામ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.