
Rajkot News: ગુજરાતમાં વારંવાર યુવક-યુવતીઓ નાની ઉંમરે આપઘાત કરી રહ્યા છે. સોશિયલ મિડિયાના જમાનામાં માતાપિતા પણ પોતાના સંતાનોને સમજાવવા અઘરા બની રહ્યા છે. કારણે કે નાનપણથી બાળક મોબાઈલ રશીયા બની રહ્યા છે. જેની અસર વધતી ઉંમરે પડી રહી છે. તરુણ અવસ્થાએ બાળકો મોબાઈલનો ઉપયોગ કરતાં હોવાથી કોઈપણની લાલચમાં આવી ખોટું પગલું ભરી બેસે છે. કોઈ સાથે સમજ્યા વિચાર્યા વગર નાની ઉંમરે પ્રેમ સંબંધમાં પડી જાય છે. અંતે જ્યારે માતાપિતા સમજાવવાનો પ્રયાસ કરે ત્યારે તે ખોટું પગલું ભરી લેતાં હોય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે. જ્યા ધો. 12માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે.
સોશિયલ મિડિયા થકી પ્રેમ પાગર્યો
મળતી માહિતી અનુસાર અનુસાર રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલા વામ્બે આવાસ યોજના ક્વાટરમાં જલસારાણી પરીછા નામની યુવતી પરિવાર સાથે રહેતી હતી. જલસારાણી ધોરણ 12 માં અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તારણ મુજબ, જલસારાણીને સોશિયલ મીડિયા થકી કચ્છનાં એક યુવક સાથે પરિચય થયો હતો. ત્યાર બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને ત્યાર બાદ મિત્રતા થઈ હતી. થોડા સમય બાદ બંનેની મિત્રતા પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી.
માતાએ પ્રેમીથી દૂર રહેવાનું કહેતાં કર્યો આપઘાત?
આ અંગે પરિવારજનોને જાણ થતાં વિદ્યાર્થિનીને ઠપકો આપ્યો હતો અને પ્રેમસંબંધ તોડી યુવકથી વાતચીત ન કરવાનું અને તેનાથી દૂર રહેવાનું કહ્યું હતું. આ વાતનું મનમાં લાગી આવતા વિદ્યાર્થિનીએ ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનાં પ્રાથમિક તારણ છે. આ મામલે સ્થાનિક પોલીસે વિદ્યાર્થિનીનો મૃતદેહ પીએમ અર્થે મોકલીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં હાર પછી આમ આદમી પાર્ટીની આગળની વ્યૂહરચના શું હશે?








