Banaskantha: મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જતાં રોકવા MLA કાંતિ ખરાડીને કર્યા નજરકેદ, દાદાના બુલડોઝરનો ભારે વિરોધ?

  • Gujarat
  • February 9, 2025
  • 0 Comments

Banaskantha: ગુજરાત સરકાર ચારે કોરથી ઘરાઈ છે. કારણ કે દાદાના બુલડોઝરનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. યાત્રાધામ દ્વારકા બાદ અંબાજીમાં પણ દબાણ હટાવવાની કામગીરીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. એવામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજીમાં યોજાયેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવાના છે. ત્યારે  કોઈ વિરોધ ન થાય માટે દાંતાના ધારાસભ્યને નજરકેદ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને આજે નિવાસસ્થાન અમીરગઢ તાલુકાના ઘાંઘુ ખાતે પોલીસે નજરકેદ કર્યા છે. અંબાજીમાં  યોજાનારા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સંભવિત વિરોધ પ્રદર્શનને ટાળવા માટે તેમને નજરકેદ કરાયા હોવાની માહિતી મળી રહી છે.  મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને સવારથી જ ધારાસભ્યના નિવાસ સ્થાને તૈનાત કરાયા છે.

જાણવા મળી રહ્યું છે કે અંબાજીમાં ગત 29 જાન્યુઆરીએ રાત્રે રબારીવાસમાં બુલડોઝરી ફેરવી દઈ લોકોને ઘરવિહોણા કરી દીધા છે. 89 પરિવારોના ઘરોને તોડી પાડવામાં આવ્યા છે. સરકારે બાંહેધરી આપી છે કે આ લોકોને આવાસ યોજના હેઠળ ઘર આપવાાં આવશે. જો કે તમ છતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીને અંબાજીમાં કાર્યક્રમ યોજવો ભારે પડી શકે છે. કારણે લોકોમાં સરકાર પ્રત્યે ભારે રોષ છે.

ધારાસભ્ય અને પોલીસ વચ્ચે થઈ હતી બોલાચાલી

ગઈકાલે 89 પરિવારોને વળતર આપવાના મુદ્દે એસપી સાથે ધારાસભ્યની બોલાચાલી થઈ હતી. આજે મુખ્યમંત્રીના 51 શક્તિપીઠના કાર્યક્રમમાં કાંતિ ખરાડીને આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં તેમને નજરકેદ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય મુખ્યમંત્રીને કેટલાક મુદ્દે રજૂઆત કરવાના હતા. જો કે હવે નજરકેદ કરતાં શું થશે તે આવનારો સમય બતાવશે.

Related Posts

RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયા પર સવાલો, ખોટા આવકના દાખલાથી સાચા ગરીબ બાળકોની તક છીનવાઈ રહી છે?
  • October 13, 2026

RTE Admission Fraud Gujarat: ગુજરાતમાં શિક્ષણના અધિકાર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવાની પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક…

Continue reading
Gandhinagar Municipal Election Results: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસને 5 બેઠકો; AAPનું ખાતું પણ ન ખૂલ્યું
  • October 13, 2026

Gandhinagar Municipal Election Results: ગુજરાતની રાજધાની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપે 38 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi SIR Protest: SIR અને જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે, રાહુલ ગાંધીએ કહ્યું- લોકશાહી પુનઃસ્થાપિત કરવી અમારું મિશન

  • October 14, 2026
  • 4 views
Rahul Gandhi SIR Protest: SIR અને જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષનું આંદોલન ચાલુ રહેશે, રાહુલ ગાંધીએ કહ્યું- લોકશાહી પુનઃસ્થાપિત કરવી અમારું મિશન

L Murugan Resignation: કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનનું રાજીનામું, તમિલનાડુમાં BJPને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે

  • October 14, 2026
  • 4 views
L Murugan Resignation: કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનનું રાજીનામું, તમિલનાડુમાં BJPને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે

Pannun on Dinesh Patnaik: પન્નૂએ ભારતીય ઉચ્ચાયુક્ત દિનેશ પટનાયક સામે જાહેર કરી $25,000ની ઇનામની જાહેરાત, ખાલિસ્તાન મુદ્દે આપ્યો પડકાર

  • October 14, 2026
  • 4 views
Pannun on Dinesh Patnaik: પન્નૂએ ભારતીય ઉચ્ચાયુક્ત દિનેશ પટનાયક સામે જાહેર કરી $25,000ની ઇનામની જાહેરાત, ખાલિસ્તાન મુદ્દે આપ્યો પડકાર

Jantar Mantar Right to Protest: જંતર-મંતર પરથી વિરોધ પ્રદર્શનનો દરજ્જો પાછો ખેંચવાના મુદ્દે ચર્ચા, લોકશાહી અધિકારો પર ઊભા થયા સવાલો

  • October 14, 2026
  • 6 views
Jantar Mantar Right to Protest: જંતર-મંતર પરથી વિરોધ પ્રદર્શનનો દરજ્જો પાછો ખેંચવાના મુદ્દે ચર્ચા, લોકશાહી અધિકારો પર ઊભા થયા સવાલો

Delhi Police Contempt Petition: પત્રકારોને વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતાં રોકવાનો આરોપ, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી

  • October 13, 2026
  • 11 views
Delhi Police Contempt Petition: પત્રકારોને વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતાં રોકવાનો આરોપ, દિલ્હી પોલીસ અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી

Nadeem Khan Delhi HC Case: ‘તમે ઘરમાં કેવી રીતે ઘૂસી શકો?’, નદીમ ખાનને રોકવાના આરોપો પર દિલ્હી હાઈકોર્ટની પોલીસને ફટકાર

  • October 13, 2026
  • 5 views
Nadeem Khan Delhi HC Case: ‘તમે ઘરમાં કેવી રીતે ઘૂસી શકો?’, નદીમ ખાનને રોકવાના આરોપો પર દિલ્હી હાઈકોર્ટની પોલીસને ફટકાર