Rajkot: શંકરસિંહ વાઘેલાનું દારૂ અંગે નિવેદન: ઘણી જગ્યાએ બહેનો દારૂ પીવે છે, દારૂબંધી જ ખોટી!

  • Gujarat
  • February 19, 2025
  • 0 Comments

Rajkot News: ગુજરાતમાં પ્રતિબંધિત કહેવાતા દારુની ચર્ચાએ હાલ જોર પકડ્યું છે. ગુજરાતમાં દરેકપણે દારુની વાત તો આવી જ જતી હોય છે. ગુજરાતમાં કહેવાતાં પ્રતિબંધિત દારુની અનેક ક્ષેત્રોમાં વાત થયા વગર ન રહે તે ભાગ્યે જ બને. ત્યારે હવે રાજકારણીયો પણ દારુને લઈ બેફામ નિવેદનબાજી કરી રહ્યા છે.

પાટીદારો નહીં અન્ય સમાજમાં પણ દારૂ પીવાય છેઃ શંકરસિંહ વાઘેલા

દારૂ મામલે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજકોટના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે. વાઘેલાએ નિવેદન આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં પાટીદારો નહીં અન્ય સમાજમાં પણ દારૂ પીવાય છે. ઘણી જગ્યાએ બહેનો પણ દારૂ પીવે છે. બાપુએ તો ગુજરાતમાં દારૂબંધીના કાયદાને જ ખોટો ગણાવ્યો છે. તેમણે ઉમેર્યું હતુ કે પાડોશના રાજ્યોમાં દારૂની છૂટ છે જેના કારણે ગુજરાતમાં દારૂબંધીમાં સફળતા નહીં મળે.

દારૂ કાંઇ તોફાન કરવા માટે નથી

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દારૂને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવી રહ્યો છે. કોઇ સમાજમાં દારૂનું દૂષણ હોય એવું ન હોય પણ દારૂનું દૂષણ છે એ રીતે ટ્રીટ થાય છે. કારણ કે, દારૂ પીવાની પાબંધી છે, પાબંધી હોય એટલે એમાંથી અનિષ્ટ ઉભી થાય. એટલે અનિષ્ટ થઈ રહ્યું છે. માટે એને ખોલી નાખવાની વાત છે. તમે આને વ્યસન તરીકે ન લો. દારૂ કાંઇ તોફાન કરવા માટે નથી. લોકો ચા-કોફી પીતા હોય છે.

ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ પણ આપ્યું હતુ દારુ અંગે નિવેદન

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ સમાજને અપીલ કરતા કહ્યું હતું કે, “પીળું પાણી રાખતા હોય તો તે છોડી દેજો, દીકરી અને પત્નીને પૂછી જોજો કે પરિણામ શું આવે છે, આપણે બધાએ બહારથી નહીં પણ અંદરથી સુધરી જવાની જરૂર છે.” ત્યાર બાદ આ બીજુ નિવેદન વાઘેલાએ આપતાં દારુબંધી ફરી ચર્ચામાં આવી છે.

આ પણ વાંચોઃ  Pregnancy Test: ગુજરાતના આ તાલુકામાંથી ગર્ભપરીક્ષણ કરતી હોસ્પિટલ ઝડપાઈ!, જાગૃત નાગરિકે કર્યો પર્દાફાશ

આ પણ વાંચોઃ Mahakumbh: સંગમનું પાણી ન્હવા લાયક નથીઃ કરોડો લોકોએ સ્નાન કરી લીધા બાદ CPCBનો રિપોર્ટ

Related Posts

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ
  • March 19, 2026

Unseasonal Rain: રાજ્યમાં આજે તા. 19 થી 20 માર્ચ સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં વરસાદી માહોલ ક્રિએટ થયો છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન…

Continue reading
Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 3 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 3 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 7 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!