
જેતપુરમાં કણકીયા પ્લોટમાં શ્રમિક પરિવારના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી થતા પોલીસ દોડી ગઇ હતી. દાગીના કબાટની તીજોરીમાં રાખેલ હતા. કોઇ તોડફોડ કર્યા વગર તસ્કર 1.20 લાખનો મુદ્દામાલ ચોરી ગયાની પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. જે મામલે પોલીસે ડોગની મદદથી ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ DELHI: મેટ્રોમાં વિદ્યાર્થીઓને 50% ડિસ્કાઉન્ટ આપોઃ કેજરીવાલની મોદી પાસે કરી માંગ
રાજકોટના જેતપુર કણકીયા પ્લોટ વિસ્તારમાં ગઇ 2 જાન્યુઆરીએ બંધ મકાનમાં અજાણ્યા આરોપીએ રીતે પ્રવેશ કરીને કબાટની તીજોરીમાં રાખેલી સોનાના ઘરેણા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બાબતે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી કેમેરા સહિતની તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ જાણ ભેદુ હોવાથી રાજકોટથી જેકસન ડોગની ટીમને બોલાવાઈ હતી. જેમને આરોપી વનરાજભાઇ મનસુખભાઇ સરવૈયા(રહે. વાઘવાણી હોસ્પીટલની સામે, કણકીયા પ્લોટ, જેતપુર)ને ઝડપી પાડ્યો હતો.
આરોપીએ પૂછપરછ કરતાં કબૂલ્યું હતુ કે ચોરી કરેલા સોનાના ઘરેણા તેના મિત્ર યુવરાજભાઇ મોયા(રહે. લાઠીયાવાડી, મામાદાદાના મંદિર પાસે, જેતપુર)ને આપ્યા છે. જે બાદ યુવરાજભાઇ મોયાને ઝડપી પાડી સોનાનો હાર, વિટી, બુટી મળી કુંલ રુ. 1,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ બંને ચોર શખ્સો વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચોઃ સૈફ અલી ખાન હુમલા મામલોઃ ધરપકડ કરાયેલી વ્યક્તિ બીજી નીકળી, અસલી આરોપી હજું ફરાર







