
કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે તપાસ શરુ કરવામાં આવી છે. ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ યુનિવર્સિટી ખાતે પહોંચી છે. ભરતી પ્રક્રિયામાં ગેરરીતી થઈ હોવાના આક્ષેપ થયા હતા. ગેરકાયદેસર રીતે 1 આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, 4 સેક્શન ઓફિસરની ભરતી કરવામાં આવી હતી. આક્ષેપ કરનાર અરજદારોના નિવેદન લેવામાં આવ્યા છે. આ ભરતી પ્રક્રિયામાં નાણાંકીય લેવડ દેવડના આક્ષેપ અંગે સઘન તપાસ હાથ ધરાઈ છે.
કચ્છ યુનિવર્સિટીમાં નોન ટીંચીગ ભરતી કૌભાંડનો મામલો ગરમાતાં ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ હતી. જેથી ફરિયાદની રજૂઆત બાદ તપાસ ટીમએ કચ્છ યુનિવર્સીટીમાં તપાસ હાથ ધરી છે. નોન ટીચિંગ સ્ટાફની 28 પદ પૈકીની માત્ર 5 પદ પર ગેરકાયદેસર નિમણૂક અંગે ઉચ્ચકક્ષાએ થઇ હતી. ફરિયાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એમ.એન. કોલેજ, વિસનગરના આચાર્ય ડો. આર.ડી. મોઢના અધ્યક્ષ સ્થાને બનેલી તપાસ સમિતી કચ્છ યુનિવર્સીટી ખાતે પહોંચી તપાસ આદરી છે. ગત મહિને 1 આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર અને 4 સેક્સન ઓફિસર નોન ટીચીગ સ્ટાફ ભરતીની પ્રક્રિયામાં થયેલી ગેરરીતી બાબતે તપાસ શરૂ કરી છે. ભરતી પ્રક્રિયામાં ગેરરીતી, નિયમોનું ઉલ્લંધન કરી લેખિત પરિક્ષા, ભરતીની બેઠકો ફાળવવામાં ગેરરીતી સહિતના મુદ્દે તપાસ હાથ ધરી છે.
આજે કચ્છ યુનિવર્સિટી કેમ્પસ 12 કલાકે અને 3 કલાકે આર.આર.લાલન કોલેજ ખાતે ફરિયાદીઓને આધાર પુરાવા સાથે ફરિયાદ સંદર્ભે નિવેદન માટે હાજર રહેવા જણાવામાં આવ્યું હતુ. શૈક્ષણિક સંસ્થામાં ગેરરીતી તપાસના પગલે યુનિવર્સીટીમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.