Rudraprayag Bus Accident: રુદ્રપ્રયાગમાં યાત્રિકો ભરેલી બસ અલકનંદા નદીમાં પડી

  • India
  • June 26, 2025
  • 0 Comments

Rudraprayag Bus Accident: ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક મોટો અકસ્માત થયો છે, મુસાફરોથી ભરેલી બસ બેકાબૂ થઈ ઘોલથીર વિસ્તારમાં અલકનંદા નદીમાં ખાબકી છે. અકસ્માત દરમિયાન લગભગ ચાર-પાંચ લોકો બસમાંથી નીચે પટકાયા. આ પછી સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો. આ બસમાં લગભગ 18-20 મુસાફરો હતા, જેમાંથી આઠ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. બચાવ ટીમ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગી છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માત બદ્રીનાથ હાઇવે પર થયો છે, જ્યાં ગોલથીર નજીક બસ નિયંત્રણ ગુમાવી અલકનંદા નદીમાં પડી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં મુસાફરો હતા. બસ ટેકરી પરથી નીચે ઉતરી ગઈ અને સીધી અલકનંદા નદીમાં પડી ગઈ. ખરાબ હવામાન અને પર્વતોમાં વરસાદને કારણે નદીનો પ્રવાહ ખૂબ જ ઝડપી હતો. અકસ્માત દરમિયાન, લગભગ ચાર-પાંચ લોકો બસમાંથી નીચે પડી ગયા હતા અને ટેકરીઓ પર ફસાઈ ગયા હતા. જેમને શોધવામાં આવી રહ્યા છે.

SDRF ની ટીમ ઘટના સ્થળે

ઘટનાની માહિતી મળતા જ SDRF ની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ. સુરક્ષા એજન્સીઓ પણ ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આઠ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એકનું મોત થયું છે. નદીના પ્રવાહ ઝડપી હોવાને કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા છે.

વરસાદને કારણે અલકનંદા નદીમાં જોરદાર પ્રવાહ હતો, તેથી મુસાફરો નદીમાં તણાઈ જવાની શક્યતા છે. આ બસ અકસ્માત અંગે માહિતી આપતાં ઉત્તરાખંડ પોલીસ મુખ્યાલયના પ્રવક્તા આઈજી નીલેશ આનંદ ભરણેએ જણાવ્યું હતું કે, “રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલથિર વિસ્તારમાં એક બસ નિયંત્રણ બહાર ગઈ અને અલકનંદા નદીમાં પડી ગઈ. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, બસમાં 18 લોકો હતા. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.”

આ પણ વાંચો:

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 3 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

  • March 19, 2026
  • 6 views
Unseasonal Rain: રાજ્યમાં બે દિવસ પડશે વરસાદ ; ભારે પવનો ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી, બેનરો-દુકાનોના શેડ ઉડ્યા! વીજળી ગુલ

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 5 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 6 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 5 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?