પાયલ ગોટી મુદ્દે રુપાલાનું મોટું નિવેદનઃ કહ્યું પોલીસે ખોટી ઉતાવળ કરી!

  • Gujarat
  • January 12, 2025
  • 1 Comments

લેટરકાંડ મામલો દિવસને દિવસે વધુ ગરમાતો જાય છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા નેતા સહિત સમાજ આગળ આવ્યો છે. અને પાયલ ગોટી પર પોલીસ દ્વારા થયેલા દમનમાં ન્યાય અપવાવવા માગ કરી રહ્યા છે. ત્યારે હવે રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પાયલ ગોટી વિવાદ અંગે કહ્યું કે પોલીસે ખોટી ઉતાવળ કરી છે. મને વિશ્વાસ છે કે, જે કોઈપણ જવાબદાર હશે તેની સામે પગલાં લેવાશે.

આજથી રાજકોટમાં આતરરાષ્ટ્રીય પતંગમોહોત્સવ યોજાઈ રહ્યો છે. તેના ઉદ્ઘાટન નિમિતે રાજકોટના સાંસદ પરસોત્તમ રુપાલા ઉપસ્થિત રહ્યા હતા. જ્યા તેમને મિડિયા દ્વારા પાયલ ગોટી મુદ્દે પ્રશ્નો પૂછાયા હતા. મિડિયાનો જવાબ આપતાં રુપાલાએ કહ્યું હતુ કે પોલીસે જે દિકરી સાથે કર્યું છે તેમાં ઉતાવળ કરી છે. હાલ કમિટી દ્વારા તપાસ ચાલી રહી છે. કોંગ્રેસ આ સમગ્ર ઘટનાને અલગ જ દિશામાં લઈ જઈ રહી છે. સાથે જ ઉતરાયણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા અપીલ કરી છે. લોકોને સલાહ આપતાં કહ્યું હતુ કે બહાર નીકળતી વખતે પણ સેફ્ટી રાખી વાહન ચલાવવા મારી ખાસ અપીલ છે.

લેટરકાંડનો શું છે મામલો

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડ કાંડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાયલ ગોટીનું નામ પણ ઉછળ્યું હતુ. પાયલ ગોટીને પોલીસ અડધી રાતે ઉઠાવી ગઈ હતી. અને જેલમાં નાખી હતી. ત્યારથી આ મામલો વધુ ચગ્યો છે.

Related Posts

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
  • March 23, 2026

Gujarat News: : ઈરાન યુદ્ધના કારણે દેશમાં ગેસ બાદ હવે પેટ્રોલની તંગી ઉભી થઇ હોવાના અહેવાલો છે ત્યારે ગુજરાતમા મોટાભાગના શહેરોમાં સાદા પેટ્રોલનો જથ્થો ખૂટી પડતા અનેક પેટ્રોલ પંપો બંધ…

Continue reading
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ
  • March 23, 2026

Bhavnagar News: ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે ગુનેગારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવવાની કરેલી પહેલ બાદ હવે ગુજરાતમાં પણ ભુપેન્દ્ર પટેલની સરકારે રાજ્યમાં ગુનેગારોના ઘરો તોડવાનું અભિયાન ચલાવ્યું છે જેમાં અત્યારસુધીમાં અલગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • March 24, 2026
  • 3 views
Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

  • March 24, 2026
  • 11 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા કહ્યું, “મેં તો રક્ષામંત્રીના કહેવાથી ઈરાન પર હુમલો કર્યો!!”

Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

  • March 24, 2026
  • 8 views
Trump: પ્રખ્યાત અમેરિકન અર્થશાસ્ત્રી જેફરી સૅક્સે નરેન્દ્ર મોદીને ટ્રમ્પનું પ્યાદુ નહિ બનવા આપી સલાહ! કહ્યુ “વૈશ્વિક સ્તરે સ્વતંત્ર સ્વમાનભરી ઈજ્જત બનાવો!”

PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

  • March 24, 2026
  • 16 views
PM Modi: નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની સફરમાં ન્યાય માટે લડતા પૂર્વ સૈનિકો આજેપણ ત્યાંના ત્યાંજ છે!!

Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

  • March 24, 2026
  • 8 views
Donald Trump: ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપનારા ટ્રમ્પ અચાનક શાંત કેમ થઈ ગયા? હવે ‘શાંતિ’ની વાતો કરવા લાગ્યા ! ઈરાને કહ્યું અમારી શરતો ઉપર યુદ્ધ બંધ થશે!

Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!

  • March 24, 2026
  • 18 views
Atomic Bomb: સમુદ્રમાં પરમાણુ બોમ્બ ફૂટવાનો છે! 1,20,000 ટન ઝેરી કચરો વિનાશ વેરી શકે છે!!