
Sabar Dairy Protest: છેલ્લા 5 દિવસથી સાબર ડેરીના પશુપાલકો ભાવ ફેરને લઈને આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન દિવસેને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે. થોડા દિવસ પહેલા પશુપાલકોએ જ્યારે સાબર ડેરી ખાતે વિરોધ કરી રહ્યા હતા ત્યારે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું આ મામલે પશુપાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઘણા બધા પશુપાલકો સામે કેસ નોંધવામાં આવ્યો છે જેથી પશુપાલકોનો રોષ વધુ ફાટી નિકળયો છે. જેથી પશુપાલકોએ જ્યાં સુધી તેમની માંગ ન સંતોષાય ત્યાં સુધી દૂધ ડેરીમાં નહીં ભરવાનું નક્કી કર્યું છે અને પશુપાલકો દ્વારા ડેરીમાં દૂધ ભરવાને બદલે તેને ઢોળીને વિરોધ નોંધાવવામા આવી રહ્યો છે ત્યારે પશુપાલકોને ડેરી તરફથી સંતોષકારક જવાબ ન મળતા હવે પશુપાલકોનો વિરોધ આક્રમક બનતો જઈ રહ્યો છે ત્યારે પશુપાલકો અનોખી રીતે વિરોધ નોંધાવીને પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા -અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો રોષ ચોથા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો ત્યારે પ્રાંતિજ ના બાલીસણા ગામે સાબરડેરી ના ચેરમેનની હિન્દુ રીત રીતરીવાજ મુજબ અંતિમ યાત્રા કાઢવામા આવી હતી.
ચેરમેનની હિન્દુ રીતરીવાજ મુજબ અંતિમ યાત્રા કાઢી અંતિમ ધામ સુધી લઈ ગયા
મળતી માહિતી મુજબ બીલીસણા ખાતે પશુપાલકોએ બે દિવસ અગાઉ બાલીસણા ડેરી આગળ દુધ ઢોરી સાબરડેરીના ચેરમેન શામળભાઇ પટેલના છાજીયા લીધા હતા અને ત્યારબાદ બીલીસણા ગામમા રોષ યથાવત જોવા મળ્યો છે અને ચોથા દિવસે પણ સાબરડેરી ના ચેરમેન શામળભાઇ પટેલ ની હિન્દુ રીતરીવાજ મુજબ ગામમા આવેલ દુધ ડેરી આગળ સાબરડેરી ના ચેરમેન શામળભાઇ પટેલ ની નનામી તૈયાર કરી અંતિમ યાત્રા અંતિમ ધામ સુધી કાઢવામા આવી હતી તો પશુપાલકો દ્રારા હાય શામળિયા હાય , હાય શામળિયા હાય નારા લગાવી અંતિમ યાત્રા અંતિમ ધામ પોહચી હતી અને ત્યા અગ્નિ દાહ આપી ડેરી આગળ પરત આવી કુકો કરવામા આવ્યો હતો આમ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા ના પશુપાલકો દ્રારા સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે પ્રાંતિજ ના બાલીસણા ખાતે પણ પશુપાલકોએ હિન્દુ રીતરીવાજ મુજબ પરિવાર નુ કોઇ સભ્ય મૃત્યુ થાય એજ રીતે પશુપાલકોએ અંતિમ યાત્રા કાઢી સાબરડેરી ના ચેરમેન ની અંતિમ યાત્રા કાઢી રોષ ઠાલવ્યો હતો અને સાબરડેરીના ચેરમેન ની અંતિમ યાત્રા અંતિમ ધામ સુધી લઈ ગયા હતા
અહેવાલ: ઉમંગ રાવલ
આ પણ વાંચો:








