
Sabarkantha: સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા પશુપાલકોમાં રોષ ફાટીનિકળ્યો છે. આ મામલે વિરોધ કરવા માટે પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા. જ્યાં પશુપાલકોની પોલીસ સાથે માથાકુટ થતા ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ દરમિયાન પથ્થર મારાની પણ ઘટના બની હતી જેથી ઉશ્કેરાયેલા ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો હતો અને ટીયરગેસના શેલ છોડ્યા હતા.
સાબર ડેરી ખાતે ભારે બબાલ
મળતી માહિતી મુજબ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા સાબરડેરી સામે ભારે વિરોધ જોવા મળ્યો છે. કારણ કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ફેટનો ભાવ ઓછા દરે રૂપિયા 960 પ્રતિ કિલો જાહેર કરવામાં આવ્યો છે. તેથી નારાજ પશુપાલકો મોટી સંખ્યામાં ડેરી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે પથ્થરમારો કર્યો હતો જેના જવાબમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. અહીં પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે.સતત વધી રહેલા રોષને લઈને સાબરડેરી ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
Sabarkantha: પશુપાલકોને ડેરીના કંપાઉન્ડમાં જતા અટકાવાયા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
#Gujarat #Sabarkantha #Aravalli #DairyFarmersProtest #MilkPriceRow #PoliceClash #thegujaratreport pic.twitter.com/VcM0ZOkUNq
— The Gujarat Report (@TGujarat_Report) July 14, 2025
પોલીસ સાથે ઘર્ષણ બાદ પશુપાલકોએ નેશનલ હાઇવે કર્યો બંધ
સાબર ડેરી દૂધ ભાવફેર મામલે પશુપાલકોએ પથ્થર મારો કર્યો હતો આ પથ્થર મારામાં આઠ જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે.પશુપાલકોએ પથ્થર મારા તોડફોડ બાદ હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો હતો ત્યારે ટોળાને નિયંત્રણમાં લેવા પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે. જિલ્લા પોલીસવાળા સહિત એલસીબી એસઓજીનો કાફલો ખડકાયો છે. ટોળાને નિયંત્રણમાં લેવા પોલીસ ટીયર ગેસના સેલ છોડી રહી છે.
અહેવાલ: ઉમંગ રાવલ








