
Sabarkantha: ચોમાસાની ઋતુમાં ઈડરિયા ગઢ પરની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ઈડરિયા ગઢની સૌથી ઊંચી ટોચ પર આવેલા રૂઠી રાણીના માળિયા પર પર્યટકો તથા સ્થાનિકો જોખમી સેલ્ફી લેતા હોય છે. મોતની સેલ્ફી લેતા પર્યટકો સહિત સ્થાનિકોને અટકાવવા લોકો માંગ કરી રહ્યા છે.
ચોમાસાની ઋતુમાં ઉત્તર ગુજરાતના ઇડરમાં આવેલો ઈડરિયો ગઢ પણ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. ખાસ કરીને ઈડરિયા ગઢ પર આવેલ રૂઠી રાણીનું માળિયું પર્યટકો માટે એક મોટું આકર્ષણ છે. હરિયાળી, ઠંડો પવન અને વરસાદી વાતાવરણમાં અહીંનો નઝારો મન મોહી લે એવો હોય છે. પરંતુ આ નજારાની મજા લેવામાં ઘણીવાર જીવને જોખમ ઉભું થઈ શકે છે, જેનું કારણે છે યુવાનોમાં જોખમી સેલ્ફી અને રીલનો ચસ્કોરીલ્સ તેમજ સેલ્ફી લેવી જોખમીચોમાસાની ઋતુમાં ઈડરીયા ગઢ પરની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચોમાસાની ઋતુમાં આહ્લાદક વાતાવરણની મજા માણવા અહીં પર્યટકો આવતા હોય છે. ત્યારે ઐતિહાસિક ઈડરીયા ગઢની સૌથી ઊંચી ટોચ પર આવેલા રૂઠી રાણીના માળિયા પર પર્યટકો તથા સ્થાનિકો જોખમી સેલ્ફી લેતા હોય છે. ઘણીવાર લોકો સેલ્ફી અને રીલ્સના ચક્કરમાં વિના વિચાર્યે પોતાનું જીવન જોખમમાં મૂકી દેતા હોય છે. અહીંના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં લોકો પોતાના જીવની પરવા કર્યા વિના અહીં મોતની સેલ્ફી લેતા દેખાઈ રહ્યા છે.
ઈડરિયા ગઢની રૂઠી રાણીના માળિયા પર જોખમી સેલ્ફીઓ #viralvideo #sabarkantha #thegujaratreport pic.twitter.com/DiAz8TaXWp
— The Gujarat Report (@TGujarat_Report) July 28, 2025
રાજ મહેલથી રૂઠી રાણીના માળિયા તરફનો માર્ગ પણ પગદંડી જેવો છે. રુઠી રાણીના માળિયાથી આશરે 50 થી 70 મીટર દૂર પોલીસનો વાયરલેસ પોઇન્ટ આવેલો છે. સ્થાનિક પાલિકા તંત્ર પણ સુરક્ષા સલામતીને લઈને ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. ત્યારે મોતની સેલ્ફી લેતા પર્યટકો સહિત સ્થાનિકોને અટકાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે.જોખમી સેલ્ફી બાબતે સ્થાનિકોની પ્રતિક્રિયા અહીંના લોકોનું કહેવું છે કે અહીં લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને સેલ્ફી લેતા હોય છે. રૂઠી રાણીનું માળિયું જર્જરિત હાલતમાં છે, અગાઉ પણ એક દીવાલ પડી ગઈ હતી, ત્યારે તંત્ર અને સરકારને વિનંતી છે કે આ બાબતે ધ્યાન આપે કે અહીં જીવને જોખમ છે અને એવામાં કોઈના મૃત્યુ થવાની પણ સંભાવના છે. તો તાત્કાલિક અહીં સુરક્ષા અને સલામતીના પગલાં લેવામાં આવે.
આ પણ વાંચો:
બિહારમાં આકાશી વીજળીનો કહેર, મંદિરનું શિખર ચીરી નાખ્યું, 22 લોકોના મોત | Bihar